બિપરજોય વાવાઝોડાનું સંકટ, ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે આગોતરા પગલા લેવાયા છેઃ મુખ્યમંત્રી
ગાંધીનગરઃ રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીની અદ્યતન માહિતી મેળવવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં મંગળવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સ્થિતિને પહોંચી વળવા માટેના આગોતરા પગલાંની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાના સંકટ સામે ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. […]