1. Home
  2. Tag "presented"

સરદાર જ્યંતિઃ એકતાનગર ખાતે પ્રથમવાર દિલ્લીના ગણતંત્ર દિવસની જેમ પર ટેબ્લો પ્રસ્તુત કરાયા

કેવડિયાઃ ભારતની અસ્મિતાના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં દિલ્લી ખાતે ૨૬મી જાન્યુઆરી-ગણતંત્ર દિવસની થતી ભવ્ય ઉજવણીની તર્જ પર આ વર્ષે પ્રથમવાર એકતાનગર ખાતે પણ સશસ્ત્ર દળ અને વિવિધ રાજ્યો દ્વારા પોતાની વિશેષતાઓ અને સિદ્ધિઓ દર્શાવતા ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. જેમાં ‘એકત્વ’ની થીમ […]

સીએમ મોહન યાદવ પીએમ મોદીને મળ્યા, સરકારના 18 મહિનાનો હિસાબ રજૂ કર્યો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પીએમ મોદી સમક્ષ પોતાના 18 મહિનાના કાર્યકાળનો હિસાબ રજૂ કર્યો હતો. સીએમ મોહન યાદવે ભવિષ્ય માટે પ્રધાનમંત્રી પાસેથી માર્ગદર્શન અને સમર્થનની વિનંતી કરી. તેમણે પીએમ મોદીને ‘મોદીજીનું વિઝન અને યાદવજીનું મિશન’, ‘વિરાસતથી વિકાસ અને સુશાસનના 18 મહિના’ નામની પુસ્તિકા ભેટ આપી. […]

નીતિ આયોગે MSME ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નવી યોજના રજૂ કરી

નવી દિલ્હીઃ નવા અહેવાલમાં નાણાકીય સહાય, કૌશલ્ય વિકાસ, નવીનતા અને બજાર ઍક્સેસ જેવા ક્ષેત્રોમાં સુધારાઓની રૂપરેખા આપવામાં આવી છે. આ અહેવાલ ‘ભારતમાં SMEs સ્પર્ધાત્મકતામાં વધારો’ શીર્ષક સાથે બહાર પાડવામાં આવ્યો છે, જે નીતિ આયોગ દ્વારા સ્પર્ધાત્મકતા સંસ્થાના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે. નીતિ આયોગે આજે શુક્રવારે દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની મજબૂતાઈ વધારવા માટે […]

વક્ફ સુધારા બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC) નો અહેવાલ રાજ્યસભામાં રજૂ કરાયો

નવી દિલ્હીઃ વક્ફ સુધારા બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC) નો અહેવાલ ગુરુવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વિપક્ષી પક્ષોએ વિરોધ કર્યો હતો અને હંગામો મચાવ્યો હતો. કોંગ્રેસે રિપોર્ટને એકતરફી ગણાવ્યો અને કહ્યું કે રિપોર્ટમાં અમારા મતભેદને સ્થાન આપવામાં આવ્યું નથી. વિપક્ષી સાંસદોનું કહેવું છે કે રિપોર્ટમાં અમારી અસંમતિ નોંધ રાખવામાં આવી નથી. મલ્લિકાર્જુન […]

લોકસભામાં નાણામંત્રીએ આર્થિક સર્વેક્ષણ 2024-25 રજૂ કર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને, શુક્રવારે બજેટ સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભામાં આર્થિક સર્વેક્ષણ 2024-25 રજૂ કર્યું. રાષ્ટ્રપતિના સંસદમાં સંયુક્ત સંબોધન પછી, લોકસભા 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. શનિવારે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળ માટે કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ થાય તે પહેલાં, કેન્દ્રીય નાણાં […]

માહિતી અને પ્રસારણ મંત્રાલયે કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો, 1994માં મુખ્ય સુધારા રજૂ કર્યા

માહિતી અને પ્રસારણ મંત્રાલયે સ્થાનિક કેબલ ઓપરેટર (એલસીઓ) નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો, 1994 (નિયમો)માં સુધારો કરીને એક જાહેરનામું બહાર પાડ્યું છે. આજથી એલસીઓ રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે ઓનલાઇન હાથ ધરવામાં આવશે, જેમાં મંત્રાલય પોતે જ તેમની રજિસ્ટ્રેશન ઓથોરિટી હશે. આધાર, પાન, સીઆઈએન, ડીઆઈએન વગેરે સહિતની અરજદારની વિગતોની સફળતાપૂર્વક ચકાસણી કર્યા પછી, એલસીઓ […]

સોમવારે લોકસભામાં એક રાષ્ટ્ર, એક ચૂંટણી સંબંધિત બે બિલ રજૂ કરાશે

નવી દિલ્હીઃ એક રાષ્ટ્ર-એક ચૂંટણી સંબંધિત બે બિલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવનાર છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ લોકસભામાં 129મું બંધારણ સંશોધન બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશો સંશોધન બિલ રજૂ કરશે. તાજેતરમાં, સરકારે સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજવા માટે ‘વન નેશન વન ઇલેક્શન’ના પ્રસ્તાવ પર વિચારણા કરવા માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને […]

લોકસભામાં આપત્તિ વ્યવસ્થાપન (સુધારા)વિધેયક, 2024ને રજૂ કરાયું

નવી દિલ્હીઃ લોકસભામાંઆપત્તિ વ્યવસ્થાપન (સુધારા)વિધેયક, 2024ને વિચારણા અને પસારકરવા માટે રજૂ કરાયું. આ વિધેયક,આપત્તિ વ્યવસ્થાપન (સુધારા)વિધેયક 2005માં સુધારો કરવા માંગે છે અને તેનો હેતુ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાની કાર્યક્ષમ કામગીરીને મજબૂત કરવાનો છે. આ વિધેયક રાષ્ટ્ર અને રાજ્યને રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ અને રાજ્ય કાર્યકારી સમિતિને બદલે રાષ્ટ્રીય સ્તરે અને રાજ્યસ્તરે […]

કેન્દ્રીય ગૃહમંત્રાલયે 730 જવાનોએ આત્મહત્યા કરી હોવાના ચોંકાવનારા આંકડાઓ સંસદમાં રજૂ કર્યાં

નવી દિલ્હીઃ અર્ધલશ્કરી દળોના જવાનોમાં આત્મહત્યા કરવાની વૃત્તિ વધી છે. કામના લાંબા કલાકો અને ખૂબ જ ઓછી ઊંઘની મુશ્કેલી જેવી બાબતોને કારણે સૈનિકો માત્ર આત્મહત્યા જ નથી કરી રહ્યા, પરંતુ તેમની સેવા પૂરી થાય તે પહેલા જ સ્વૈચ્છિક નિવૃત્તિ પણ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું કે આ વર્ષે 730 જવાનોએ આત્મહત્યા […]

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં રેલવે (સુધારા) બિલ-2024 રજૂ કર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં રેલવે (સુધારા) બિલ-2024 રજૂ કર્યું હતું. આ બિલ રજૂ કરતાં રેલવે મંત્રીએ કહ્યું હતું કે, આ બિલ રેલવે બોર્ડની શક્તિમાં વધારો કરશે અને રેલવેની કાર્યક્ષમતામાં સુધારો કરશે. આ વિધેયકનો ઉદ્દેશ્ય રેલ્વે બોર્ડની શક્તિઓને વધારવા અને કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે રેલ્વે અધિનિયમ 1989માં સુધારો કરવાનો છે. આ બિલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code