1. Home
  2. Tag "Primary School"

નવસારીના રૂમલા પ્રાથમિક શાળામાં રાજ્યપાલએ વિદ્યાર્થીઓ સાથે કર્યા યોગ અને પ્રાણાયામ

નવસારી, 12 માર્ચ 2026: Governor did yoga and pranayama with students રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ નવસારી જિલ્લાના રૂમલા ગામ સ્થિત આદર્શ વિદ્યામંદિર પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં સાદગીપૂર્ણ રીતે રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો. રાજ્યપાલના આ સાદગીભર્યા વ્યવહારથી વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારે […]

ભૂજના રતિયા ગામે પ્રાથમિક શાળાના છતના પોપડા પડતા 3 વિદ્યાર્થીઓને ઈજા

પ્રા. શાળામાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા ત્યારે જ પોપડા પડ્યા, ત્રણ વિદ્યાર્થીને ઈજા થતાં ભૂજમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયા, DPEOએ તપાસ માટે ટીમ શાળામાં મોકલી ભુજઃ રાજ્યમાં સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાંયે ઘણી શાળાઓના જર્જરિત મકાનો હોવાથી બાળકો ભયના ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે. ભૂજ તાલુકાના રતીયા ગામની સરકારી […]

બગસરા તાલુકાની પ્રા. શાળામાં 40 બાળકોએ શરત લગાવી જાતે હાથ-પગ પર બ્લેડના કાપા માર્યા

વાલીઓએ યોગ્ય જવાબ ન આપતા ગ્રામ પંચાયતે પોલીસમાં ફરિયાદ કરી બાળકોએ એકબીજા સાથે જાતે બ્લેડ મારવાની રૂપિયા 10ની શરત લગાવી હતી બાળકોએ પેન્સિલના શાર્પનરમાંથી બ્લેડ કાઢી કાપા માર્યા, અમરેલીઃ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં 40 જેટલા બાળકોએ પોતાના હાથ-પગ પર બ્લેડ મારીને ઈજા પહોંચાડતા આ મામલે તપાસની માગ ઊઠી હતી. આ ઘટના બાબતે […]

ગુજરાતમાં હીટવેવને લીધે પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવા શૈક્ષિક મહાસંઘની માગ

અસહ્ય ગરમીને લીધે બપોર પાળીની પ્રા. શાળાના બાળકો પરેશાન રાજ્યના ઘણાબધા જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું છે સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને રજુઆત અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાના પ્રારંભે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર, કચ્છ સહિત ત્રણ જિલ્લામાં રેલ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તામપામનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. આમ અસહ્ય […]

પાલિતાણા તાલુકાના જામવાળી ગામે પ્રાથમિક શાળાના 23 બાળકોને ફુડ પોઈઝનિંગ

એક બાળકનો જન્મદિ હોવાથી શાળામાં ભોજન સમારોહનું આયોજન કરાયુ હતું, 120 બાળકોએ ભોજન લીધું હતુ જેમાં 23ને ઝાડા-ઊલટી થતાં હોસ્પિટલ ખસેડાયા, તમામ બાળકો ભયમુક્ત, હોસ્પિટલમાંથી રજા અપાઈ ભાવનગરઃ જિલ્લાના પાલીતાણા તાલુકાના જામવાળી ગામે શાળામાં ભોજન લીધા બાદ 23 બાળકોને ફુડ પોઈઝનિંગની અસર થતાં તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બનાવને પગલે મોડી રાત્રે આરોગ્યની ટીમ […]

માતરના શેખપુર ગામની પ્રા. શાળામાં છતનો પોપડો પડતાં ત્રણ બાળકોને ઈજા, ગ્રામજનોમાં રોષ

નડિયાદઃ રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘણીબધી શાળાઓમાં પુરતાં વર્ગ ખંડો ન હોવાથી બાળકોને ખૂલ્લામાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. જ્યારે ઘણીબધી શાળાઓને મકાનો પણ જર્જરિત હાલતમાં છે. ત્યારે માતર તાલુકામાં શેખપુર ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત બનેલા વર્ગખંડના છતનો પોપડો પડતા અભ્યાસ કરી રહેલા ત્રણ બાળકોને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત ત્રણ બાળકોને લીંબાસી ખાતેની હોસ્પિટલમાં […]

પ્રાથમિક શાળાના 17,174 શિક્ષકોને ઓનલાઈન બદલી કેમ્પમાં સ્થળ પસંદગીનો લાભ મળ્યો

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો છેલ્લા ઘણા સમયથી બદલી કેમ્પની રાહ જોઈ રહ્યા હતા. ઘણાબધા શિક્ષકો પોતાના વતનથી દુર અન્ય જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે શિક્ષક દંપત્તીઓ પણ અગલ અલગ સ્થળોએ નોકરી કરી રહ્યા હતા. આમ શિક્ષકો બદલીઓની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે રાજય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ઓનલાઇન […]

રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળામાં 725 શિક્ષકની ઘટ, વિદ્યાર્થીઓના ભણતર પડતી અસર

રાજકોટઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. શિક્ષકોની ખાલી જગ્યાઓને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થઈ રહી છે. ઘણીબધી એવી શાળાઓ છે, જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. સરકારે વિદ્યાસહાયકોની ભરતીનું મેરિટલિસ્ટ જાહેર કરી દીધુ છે. હવે સ્થળ પસંદગીની પ્રકિયા હાથ ધરવામાં આવશે. ત્યારે રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ખાલી 725 […]

ગાંધીનગરમાં પ્રા. શાળાના શિક્ષકોને વધુ એક કલાકનો સમય આપી વિદ્યાર્થીઓને ભણાવવાનો આદેશ

ગાંધીનગર :  રાજ્યમાં કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરિત અસર પડી હતી. એટલે જે વિદ્યાર્થી અભ્યાસમાં નબળા છે. તેમને વધુ ભણાવીને તૈયાર કરવાનું શિક્ષણ વિભાગે આયોજન કર્યું છે. જેમાં વિદ્યાર્થીઓને શાળાના સમય ઉપરાંત વધુ એક કલાક ભણાવવા ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓને મહત્વનો આદેશ કરાયો છે. પ્રાથમિક શાળાના શિક્ષકોને દરરોજ એક કલાક શ્રમદાન આપવો પડશે. […]

પાટડીના વિસાવડી ગામની પ્રાથમિક શાળાના ઓરડાં જર્જરિત, છતમાંથી પોપડા પડી રહ્યા છે

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં અનેક સરકારી શાળાઓ એવી છે. કે, જ્યાં પુરતા શિક્ષકો નથી, શાળાઓમાં પુરતા ઓરડા નથી. બાળકોને પીવાના પાણીના કોઈ સુવિધા નથી. આવી સ્થિતિમાં ક્યાંથી ભણશે ગુજરાત, રાજ્યના અંતરિયાળ ગામોમાં પણ શાળાઓમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થશે ત્યારે જ સાચા અર્થમાં ગુજરાતે વિકાસ કર્યો ગણાશે. જિલ્લાના પાટડી તાલુકાના વિસાવડી ગામની પ્રાથમિક શાળાના ઓરડા હાલમાં અત્યંત જર્જરીત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code