1. Home
  2. Tag "Primary Schools"

પ્રાથમિક શાળાઓમાં 4થી એપ્રિલથી પરીક્ષાનો પ્રારંભ, 7 એપ્રિલે સ્કોલરશીપ માટે પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં માર્ચ-એપ્રિલ એ પરીક્ષાની મોસમ ગણાય છે. માર્ચમાં ધોરણ 10 અને 12ની તેમજ ગુકેટની પરીક્ષા પૂર્ણ થયા બાદ એપ્રિલમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની પરીક્ષાઓ શરૂ થશે. જેમાં  પ્રાથમિક શાળામાં દ્વિતીય કસોટી (વાર્ષિક પરીક્ષા)નો કાર્યક્રમ જાહેર કરાયો છે અને તા. 4 એપ્રિલથી શરૂ થનારી આ પરીક્ષા 23 એપ્રિલે પૂર્ણ થશે. ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓમાં  સમાન […]

ગુજરાતઃ પ્રાથમિક શાળાઓને સ્વચ્છ બનાવવા સરકાર દ્વારા રૂ. 57.07 કરોડની ફાળવણી

અમદાવાદઃ મહાત્મા ગાંધીના મંત્ર ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ને સાકાર કરવા રાજ્યની પ્રાથમિક શાળાઓને વધુને વધુ સ્વચ્છ- સુખડ બનાવવાના ઉમદા હેતુથી માસિક ધોરણે સ્વચ્છતા ગ્રાન્ટ આપવામાં આવે છે. આ અંતર્ગત તા. 31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ યોજના હેઠળ રાજ્યની પ્રાથમિક શાળાઓને વર્ષ 2023-24માં રૂ. 57.07કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ, વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું.  […]

રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 423 શિક્ષકોની ઘટ, 40 સ્કુલોમાં માત્ર એક જ શિક્ષક

રાજકોટઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અપુરતા શિક્ષકો હોવાને લીધે શિક્ષણ કાર્ય પર તેની અસર પડી રહી છે. રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 423 શિક્ષકોની ઘટ છે. જિલ્લામાં 40 શાળાઓ તો એવી છે. કે, જેમાં માત્ર એક જ શિક્ષક છે. રાજકોટ નજીક હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. પણ હીરાસર ગામની પ્રાથમિક […]

સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓના 191 બાળકોને હ્રદયરોગ અને 143ને કેન્સરની બિમારી

સુરેન્દ્રનગરઃ  રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી લોકોમાં હાર્ટની બિમારીના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં બાળકોથી લઈને યુવાનો પણ હાર્ટની બિમારીનો ભોગ બની રહ્યા છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સમયાંતરે બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવતી હોય છે. જેમાં શાળા આરોગ્ય ચકાસણી દરમિયાન વર્ષ 2021માં 224, 2022માં 235 અને 2023માં સપ્ટે. અંત સુધીના 9 માસમાં 191 હ્રદયરોગના […]

પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષાના ધોરણ 3થી 8ના પ્રશ્નપત્રો ડાયેટ દ્વારા તૈયાર કરીને મોકલાશે

અમદાવાદઃ  ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8માં આગામી તા. 26મી ઓક્ટોબરથી સત્રાંત પરીક્ષા લેવાશે. જે પરીક્ષા તા. 4થી નવેમ્બરના રોજ પૂર્ણ થશે, અને શૈક્ષણિક કલેન્ડર મુજબ 9મી નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. આ વખતે ધોરણ 3થી 8ના સત્રાંત પરીક્ષાના પ્રશ્ન પત્રો ડાયેટ દ્વારા તૈયાર કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) અને તાલુકાના શિક્ષણ અધિકારીઓને […]

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષા નવરાત્રી બાદ યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ માટે શૈક્ષમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું તે મુજબ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષાઓ નવરાત્રી બાદ લેવાશે. અને આ પરીક્ષાના પરિણામો જાહેર કરાયા બાદ દિવાળી વેકેશન પડશે. ધોરણ 3થી 8ની પરીક્ષાનો જે સમય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય સવારે 11થી 1 કલાકનો રહેશે. જ્યારે […]

પ્રાથમિક શાળાઓમાં બાળકોને લેખન પોથી અપાતી નથી, એકમ કસોટી લેવામાં પડતી મુશ્કેલી

ગાંધીનગરઃ  ગુજરાતમાં નવું શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયાને બે મહિના જેટલો સમય વિતી ગયો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓને એકમ કસોટી ટાઈમ ટેબલ પણ આપી દીધું છે. અને ટાઈમ ટેબલ મુજબ સમયયાંતરે એકમ કસોટી યોજવામાં આવી રહી છે. પરંતુ  હજુ સુધી એકમ કસોટીના જવાબ લખવા માટેની નોટબુક યાને લેખન પોથી રાજ્યની મોટાભાગની પ્રાથમિક સ્કૂલોને […]

પ્રાથમિક શાળાઓમાં શારીરિક શિક્ષણનો વિષય ફરજિયાત કરો, શૈક્ષણિક મહાસંઘની માગણી

અમદાવાદઃ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની ઉપક્રમે અમદાવાદમાં ડો. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે રાજ્ય કારોબારી બેઠક યોજાઈ ગઈ તેમાં રાજ્યના શિક્ષકોના પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ધો. 1થી 5માં ફરજ બજાવતા શારીરિક શિક્ષણ, ચિત્ર, સંગીત વિષયના શિક્ષકોને ધોરણ છથી આઠમાં સમાવેશ કરી ધોરણ 1 થી 8નું સળંગ મહેકમ ગણી વિષય શિક્ષક તરીકે […]

પ્રાથમિક શાળાઓમાં શિક્ષણકાર્યના પ્રારંભને 20 દહાડા વિત્યા છતાં પ્રવાસી શિક્ષકો ફાળવાયા નથી,

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયાને 20થી વધુ દહાડા વિતી ગયા હોવા છતાં હજુ શિક્ષકોની ઘટ પુરવામાં આવી નથી. તેથી બાળકોના ભણતર પર માઠી અસર પડી રહી છે. આથી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની અછત દૂર કરવા પ્રવાસી શિક્ષકોની સત્વરે નિમણૂંક કરવાની માગ ઊઠી છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણમંત્રીને પત્ર […]

ગુજરાતમાં 40,000 પ્રાથમિક શાળાઓને સફાઈ માટે સ્વચ્છતા ગ્રાન્ટ ન મળતા કફોડી હાલત

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓને સફાઈના કાર્યો માટે સરકાર દ્વારા નિયત ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. પરંતુ ઘણા વખતથી સરકારે શાળાઓને સ્વચ્છતા માટે સફાઈ ગ્રાન્ટ ન આપતા શિક્ષકોને પોતાના ખર્ચે સાવરણાં, ડસ્ટબીન સહિતની વસ્તુઓ ખરીદવી પડે છે. અને જાતે જ સફાઈ કરાવની ફરજ પડી રહી છે. રાજ્યની 40 હજાર જેટલી પ્રાથમિક શાળાઓમાં મળતી સફાઇની ગ્રાન્ટ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code