બનાસકાંઠાની મહિલાઓએ ઓવારણાં લેતા મોદી ભાવુક થઈ બોલ્યા ‘ આશીર્વાદ મારા માટે અનમોલ છે’
પાલનપુરઃ બનાસકાંઠાના દિયોદરના સણાદર ખાતે બનાસ ડેરીના બીજા અત્યાધુનિક ડેરી પ્લાન્ટનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામા આવ્યું હતું આ સમારોહમાં હજારોની સંખ્યમાં જનમેદની ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં બહેનોએ વડાપ્રધાન મોદીના ઓવારણા લઈ આશીર્વાદ આપ્યા હતા. આટલી મોટી સંખ્યામાં માતા-બહેનોના આશીર્વાદ પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી પોતે એક ક્ષણ માટે ભાવુક થઈ ગયા હતા. […]


