1. Home
  2. Tag "Prime Minister"

પ્રધાનમંત્રીએ શશાંકાસન પર એક વીડિયો શેર કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શશાંકાસન (સસલાની મુદ્રા) પર એક વીડિયો ક્લિપ શેર કરી છે જે કબજિયાતને દૂર કરવામાં અને પાચન પ્રક્રિયામાં સુધારો કરવામાં મદદ કરે છે. આ આસન કમરના દુખાવામાં પણ રાહત આપે છે. હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દીઓએ આ આસન કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી આવૃત્તિના ભાગરૂપે શેર કરવામાં […]

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યાં, મંત્રીમંડળમાં 72 નેતાઓનો સમાવેશ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ એનડીએના નેતા નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ કર્યાં હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યાં હતા. વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીએ શપથગ્રહણ કર્યાં બાદ કેબિનેટ મંત્રી તરીકે રાજનાથસિંહને રાષ્ટ્રપતિજીએ શપથ લેવડવ્યાં હતા. નવી સરકારની કેબિનેટમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં એનડીએના તમામ સભ્યોને […]

નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં આઠ હજાર મહેમાન રહેશે ઉપસ્થિત

માલદીવના રાષ્ટ્રપતિ દિલ્હી પહોંચ્યાં નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજીવાર વડાપ્રધાન પદના લેશે શપથ…. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ અને મોરીશસના પીએમ પ્રવિંદકુમાર જગન્નાથ પહોંચ્યાં નવી દિલ્હી….. શપથવિધી સમારોહમાં આઠ હજાર મહેમાનો રહેશે હાજર નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં 7 દેશના મહાનુભાવોની સાથે આઠ હજાર મહેમાન રહેશે ઉપસ્થિત…. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવવામાં આવી…. નવી સરકારના મંત્રીમંડળની કવાયત તેજ […]

ઈન્ડી ગઠબંધને નીતિશ કુમરને વડાપ્રધાન પદની ઓફર કરી હતીઃ જેડીયુનો દાવો

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકાર બનવા જઈ રહી છે. જેડીયુએ પણ આમાં સમર્થન આપ્યું છે. દરમિયાન જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ શનિવારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ‘ઈન્ડી ગઠબંધન દ્વારા સીએમ નીતિશ કુમારને વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી. નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપ અને એનડીએ સાથે જ […]

નરેન્દ્ર મોદી રવિવારે સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે, વિદેશી મહેમાનો પણ રહેશે ઉપસ્થિત

નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી રવિવારે ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે નવી દિલ્હીમાં NDA સંસદીય દળની બેઠક દરમિયાન આ માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનરેન્દ્ર મોદી અને તેમના નવા મંત્રીમંડળને શપથ લેવડાવશે. દરમિયાન શુક્રવારે અનેક રાઉન્ડની બેઠકો બાદ […]

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પડોશી દેશોના નેતાઓ હાજર રહેશે

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સતત ત્રીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આવતીકાલે ઢાકાથી નવી દિલ્હી આવવા રવાના થશે. “વડાપ્રધાન ઢાકાથી સાંજે 4 વાગ્યે નવી દિલ્હી માટે રવાના થશે, અને નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપ્યા પછી  બાંગ્લાદેશ પરત ફરશે, ”બાંગ્લાદેશના વડા પ્રધાનના ભાષણ લેખક એમ […]

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા શેરબજારમાં તેજીનો ધમધમાટ, BSE અને NSE માં ઉછાળો

મુંબઈઃ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા ગુરૂવારે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. આજના કારોબારની શરૂઆત મજબૂત નોંધ પર થઈ હતી. જોકે, બજાર ખૂલ્યા બાદ પ્રોફિટ બુકિંગ માટે વેચવાલીનું દબાણ પણ થોડા સમય માટે નિર્માણ થતું જોવા મળ્યું હતું. પરંતુ થોડા સમય બાદ ખરીદદારોએ ફરી ખરીદીનું દબાણ બનાવી શેરબજારની ગતિ વધારી દીધી હતી. ટ્રેડિંગના પ્રથમ […]

NDA ના ઘટક દળોએ નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા

નવી દિલ્હીઃ18મી લોકસભા માટે સંપન્ન થયેલી ચૂંટણી અને તેના પરિણામ આવી ગયા બાદ સરકાર રચવાની કવાયત રૂપે એનડીએના ઘટક દળોની બેઠક પ્રધાનમંત્રીના નિવાસસ્થાને મળી હતી. આ બેઠકમાં એનડીએના ઘટક દળોએ નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે.  એ અંગેનો પ્રસ્તાવ પણ સર્વ સંમતિથી પસાર કર્યો છે. આ બેઠકમાં ઘટક દળોએ તેમનો સમર્થન પત્ર પણ […]

‘મોદી ત્રીજી વખત PM નથી બની રહ્યા…’, સંજય રાઉતનો દાવો

મુંબઈઃ લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ જાદુઈ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે અને સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ એલાયન્સે પણ સરકાર બનાવવાની આશા છોડી નથી. ગઠબંધનના તમામ નેતાઓ બહુમતીનો આંકડો મેળવવામાં સતત વ્યસ્ત છે. દરમિયાન, શિવસેના ઉદ્ધવ જૂથના વરિષ્ઠ નેતા સંજય રાઉતે […]

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ગઈકાલે પરિણામ જાહેર થયાં છે. હવે એનડીએ અને ઈન્ડિ ગઠબંધન દ્વારા સરકાર રચવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિજીને મળ્યા હતા. તેમજ પીએમ પદથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુર્મુજીએ તેમનું રાજીનામું સ્વિકારી લીધું હતું. નવી સરકાર બને ત્યાં સુધી નરેન્દ્ર મોદી કાર્યવાહક પ્રધાનમંત્રી બની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code