જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઇથેનોલની ખરીદી માટેની કાર્યપ્રણાલીને કેન્દ્રની મંજૂરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ ભારત સરકારના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ અંતર્ગત 1 નવેમ્બર, 2024થી શરૂ કરીને 31 ઓક્ટોબર, 2025 સુધી ઇથેનોલ પુરવઠા વર્ષ (ઇએસવાય) 2024-25 માટે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) માટે ઇથેનોલ ખરીદીની કિંમતમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. તદનુસાર, ઇથેનોલ પુરવઠા વર્ષ […]