ગુજરાત વિધાનસભામાં સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા દેખાવો-સૂત્રોચ્ચાર કરાયા
વરસાદને લીધે કોંગ્રેસે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રદ કર્યો હતો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની બહાર હાથમાં પોસ્ટરોને લઈને સૂત્રોચ્ચાર કર્યા, મનરેગામાં ભ્રષ્ટાચાર મુદ્દે મંત્રી બચુ ખાબડની ધરપકડની માગ ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિવિધ સૂત્રો સાથે હાથમાં પ્લેકાર્ડ દર્શાવીને વિધાનસભાની બહાર ભારે વિરોધ કર્યો હતો. […]


