ત્રણ નવા ફોજદારી કાયદાએ દેશની અપરાધિક ન્યાય વ્યવસ્થાની નીતિને સજાલક્ષીમાંથી ન્યાયલક્ષીમાં પરિવર્તિત કરીઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં 59મી ડીજીએસપી/આઇજીએસપી કોન્ફરન્સ 2024નું ઉદઘાટન કર્યું હતું. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંમેલનના બીજા અને ત્રીજા દિવસની કાર્યવાહીની અધ્યક્ષતા કરશે. હાઇબ્રિડ ફોર્મેટમાં આયોજિત આ સંમેલનમાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં ડીજીએસપી/આઇજીએસપી તથા સીએપીએફ/સીપીઓનાં વડાઓ રૂબરૂ તેમજ વર્ચ્યુઅલ રીતે તમામ રાજ્યોનાં વિવિધ રેન્કનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં […]