1. Home
  2. Tag "punjab"

ઓઈલની વધતી કિંમતને પગલે અમેરિકા ચિંતિત, ઈરાની ઓઈલ ઉપરનો પ્રતિબંધ હટાવ્યો

વોશિંગ્ટન, 21 માર્ચ, 2026: વૈશ્વિક બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ની સતત વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે અમેરિકાએ એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક પગલું ભર્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે દરિયામાં ફસાયેલા ઈરાની તેલના વેચાણ પર લદાયેલા પ્રતિબંધોને અસ્થાયી રૂપે હટાવવાની જાહેરાત કરી છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે, આ ટૂંકા ગાળાની છૂટછાટથી અંદાજે ૧૪ કરોડ બેરલ […]

પંજાબમાં ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઇનમાં ઉભા રહેલા 66 વર્ષીય વ્યક્તિનું મોત

બર્નાલા, 13 માર્ચ 2026: પંજાબના બર્નાલા જિલ્લાના શહેના ગામમાં એક દુ:ખદ ઘટના બની. ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઇનમાં ઉભા રહેલા 66 વર્ષીય વ્યક્તિનું હૃદયરોગનો હુમલો આવતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. આ ઘટનાથી ઘટનાસ્થળે હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા અને વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. મૃતકની ઓળખ ભૂષણ કુમાર મિત્તલ તરીકે થઈ છે, જે શૈના ગામના […]

પંજાબઃ લો કોલેજમાં યુવકે વિદ્યાર્થિનીની હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવ્યું

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: પંજાબના તરનતારન જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉસ્મા ગામ ખાતે આવેલી લો કોલેજમાં એક માથાફરેલ યુવકે ક્લાસરૂમમાં ઘૂસીને વિદ્યાર્થિની પર અંધાધૂંધ ગોળીબાર કરી તેની હત્યા કરી નાખી હતી. આ ભયાનક કૃત્યને અંજામ આપ્યા બાદ યુવકે તે જ પિસ્તોલથી પોતાની જાતને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ લોહિયાળ […]

પંજાબમાં ગુરુદ્વારા સાહિબ પાસે AAP નેતા લકી ઓબેરોયની હત્યા

જાલંધર, 6 ફેબ્રુઆરી 2026: જાલંધરના મોડેલ ટાઉનમાં અજાણ્યા હુમલાખોરોએ આમ આદમી પાર્ટીના નેતા લકી ઓબેરોયની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અહેવાલો અનુસાર, લકી ઓબેરોય કોઈ અંગત કામ માટે મોડેલ ટાઉન ગુરુદ્વારા સાહિબ ગયા હતા. તેઓ તેમના થાર વાહનમાં બેઠા હતા ત્યારે અચાનક હુમલાખોરોનું એક જૂથ આવી પહોંચ્યું અને ગોળીબાર શરૂ કરી દીધો. એવું કહેવાય […]

પંજાબના હોશિયારપુરમાં માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત

હોશિયારપુર, 03 ફેબ્રુઆરી 2026: પંજાબના હોશિયારપુરમાં જલંધર-પઠાણકોટ નેશનલ હાઈવે પર મુકેરિયન નજીક એક ભયાનક માર્ગ અકસ્માત થયો. એક કારે એક સ્કૂટરને ટક્કર મારી, જેના કારણે તે પાર્ક કરેલા ટ્રક સાથે અથડાયું. સ્કૂટર પર સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. કારના ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ થઈ હતી અને સ્થાનિક લોકોએ તેને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે […]

નરેન્દ્ર મોદી શનિવારે પંજાબની મુલાકાતે, હલવારા એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ફેબ્રુઆરી, 2026ના રોજ પંજાબની મુલાકાત લેશે. બપોરે લગભગ 3:45 વાગ્યે, પ્રધાનમંત્રી આદમપુર એરપોર્ટની મુલાકાત લેશે, જ્યાં તેઓ એરપોર્ટનું નવું નામ, ‘શ્રી ગુરુ રવિદાસજી એરપોર્ટ, આદમપુર’ અનાવરણ કરશે. તેઓ પંજાબના લુધિયાણામાં હલવારા એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરશે. સંત ગુરુ રવિદાસજીની 649મી જન્મજયંતીના શુભ અવસર પર, […]

પંજાબના પટિયાલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત

માણસા, 27 જાન્યુઆરી 2026: પંજાબના માણસા જીલ્લાના કોટડા ગામ નજીક પટિયાલા હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હરિયાણાના રતિયાના રહેવાસી પતિ-પત્ની સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પટિયાલા હાઇવે રોડ પર કોટડા ગામ પાસે બે વાહનો વચ્ચે થયેલી ટક્કરમાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોના મોત થયા હતા. ઘટનાની માહિતી મળતાં, માણસાના સદર […]

પંજાબના પઠાણકોટમાં એક સરહદ પારથી સશસ્ત્ર આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ 

નવી દિલ્હી 18 જાન્યુઆરી 2026: પંજાબ પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને સરહદી જિલ્લામાં પઠાણકોટમાં એક સરહદ પારથી સશસ્ત્ર આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા, પોલીસે ત્રણ AK-47 રાઇફલ, બે વિદેશી બનાવટની પિસ્તોલ અને 78 જીવંત કારતૂસ જપ્ત કર્યા છે. સરહદી વિસ્તારના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સંદીપ ગોયલે જણાવ્યું કે, શોધ […]

પંજાબમાં કાર ડિવાઈડર સાથે અથડાતા ગુજરાતની મહિલા પોલીસ કર્મચારી સહિત પાંચના મોત

નવી દિલ્હી, 17 જાન્યુઆરી 2026: પંજાબના બઠિંડામાં પૂરઝડપે પસાર થતી કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગુજરાત પોલીસની મહિલા કર્મચારી સહિત પાંચ વ્યક્તિના મોત થયાં હતા. આ તમામ શિમલાથી પરત ગુજરાત આવી રહ્યાં હતા. દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસની મહિલા કર્મચારી અમિતા અને તના મિત્ર અંકુશ, ભરત, ચેતન અને […]

પંજાબના હોશિયારપુરમાં માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત

હોશિયારપુર 10 જાન્યુઆરી 2026: પંજાબના હોશિયારપુરમાં દસુહા મુખ્ય માર્ગ પર અડા દોસાદક પાસે સવારે એક ભયાનક અકસ્માત થયો. બસ અને કાર વચ્ચે અથડાતાં ચાર લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આજે સવારે પંજાબના હોશિયારપુરમાં દસુહા નજીક બસ અને કાર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં ચાર લોકોના મોત થયા છે. તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code