1. Home
  2. Tag "PURCHASE"

ખરીફ માર્કેટીંગ સિઝન 2022-23: ખેડૂતો પાસેથી સરકારે 713 LMT ડાંગરની ખરીદી કરી

નવી દિલ્હીઃ ખરીફ માર્કેટીંગ સિઝન (KMS) 2022-23 માટે ડાંગરની ખરીદીથી 1 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો છે. 1લી માર્ચ સુધી લગભગ 713 LMT ડાંગર ખરીદવામાં આવ્યું છે અને રૂ. 146960 કરોડનો MSP આઉટફ્લો સીધો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત […]

ડીલરોના નોંધાયેલા વાહનોના વેચાણ અને ખરીદીમાં પારદર્શિતા આવશે

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે જેથી વેપાર કરવામાં સરળતા અને ડીલરો દ્વારા નોંધાયેલા વાહનોના વેચાણ અને ખરીદીમાં પારદર્શિતાને પ્રોત્સાહન મળે. ભારતમાં પૂર્વ-માલિકીનું કાર બજાર ધીમે ધીમે વિસ્તરી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં, ઓનલાઈન માર્કેટપ્લેસના આગમન, જે પૂર્વ-માલિકીના વાહનોની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા છે, તેણે આ બજારને વધુ પ્રોત્સાહન […]

ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે લાભપાંચમથી ખરીદી શરૂ કરાશે

ગાંધીનગરઃ  રાજ્યમાં વર્ષ 2022-23માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ, તા.29મી ઓકટોબર-2022થી 90 દિવસ સુધી કરવાનો રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે.તેમ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું. આ અંગે વધુ વિગતો આપતાં તેમણે કહ્યું કે, ખેડૂતોના હિતને ધ્યાને રાખી ખરીફ ઋતુમાં પાકનું ટેકાના ભાવે […]

ગુજરાતમાં CNGના ભાવમાં તોતિંગ વધારા બાદ સીએનજીથી સંચાલિક કારની ખરીદીમાં થયો ઘટાડો

અમદાવાદઃ દેશ અને ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે સીએનજી ગેસ અને રાધણગેસના ભાવમાં પણ તોતિંગ વધારો થયો હતો. ત્યારબાદ પેટ્રોલ-ડીઝલ અને રાધણગેસના સિલિન્ડરોના ભાવમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સીએનજીના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. આથી હવે વાહનચાલકોને સીએનજી સંચાલિત વાહનો ચલાવવા મોંઘા પડી રહ્યા છે. કારણ કે ડીઝલ અને સીએનજીના […]

ગુજરાત સરકારે કોવિડ ટેસ્ટિંગ કિટ ખરીદવા પાછળ રુપિયા 320 કરોડનો ખર્ચ કર્યો

અમદાવાદ:  ગુજરાતમાં કોરોનાનો કાળ એકંદરે કપરો રહ્યો હતો. સરકારી તંત્રએ દર્દીઓને સારવાર અને દવાઓ તેમજ ટેસ્ટિંગ કિટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જેમાં છેલ્લા બે વર્ષથી જ્યારથી કોવિડ મહામારી શરુ થઈ છે ત્યારથી રાજ્ય સરકારે કુલ રૂ. 320.19 કરોડના ખર્ચે 72 લાખ RT-PCR ટેસ્ટિંગ કીટ અને 1.60 કરોડ રેપિડ એન્ટિજેન ટેસ્ટ કીટ ખરીદી છે. […]

કાચા શણની ટેકાના ભાવે ખરીદીની કેન્દ્ર સરકારે આપી મંજૂરી, ભાવમાં રૂ. 250નો વધારો કરાયો

નવી દિલ્હીઃ ખેડૂતોને તેમના પાકનું પુરતુ વળતર મળી રહે તે માટે ટેકના ભાવે ખેડૂતોનું ઉત્પાદનની ખરીદી કરવામાં આવે છે. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કાચા શણના લઘુત્તમ ટેકના ભાવને મંજૂરી આપવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ભાવમાં રૂ. 250નો વધારો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2022-23 સીઝન માટે […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવે ચણાની ખરીદીનો કરાવ્યો પ્રારંભ

રાજકોટઃ શહેરના માર્કેટ યાર્ડમાં સરકારે નક્કી કરેલા ટેકાના ભાવથી ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ચણાની ખરીદી શરૂ કરાવવામાં આવી હતી. આ વર્ષે ચણા, તુવેર, રાયડો અને ઘઉંના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ માટે 21થી 28 ફેબ્રુઆરી સુધી ખેડૂતોની નોંધણી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, 140 કેન્દ્રો પર વ્યવસ્થા કરાઈ

અમદાવાદઃ  રાજ્યમાં આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે મગફળીનું બમ્પર ઉત્પાદન થયુ છે. ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની સરકારે જાહેરાત કરી હતી. જેમાં મગફળી ટેકાના ભાવે વેચવા માગતા ખેડુતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે લાભ પાંચમથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા શરૂ  કરવામાં આવી છે. ખેડૂતો પોતાનો માલ સરળતાથી વેચી શકે […]

રાજ્યભરમાં લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, ખેડુતોને મણના ભાવ રૂ.1110 મળશે

જામનગરઃ  દિવાળી અને નવા વર્ષ બાદ આવતી કાલે લાભ પાંચમ છે,  લાભપાંચમના શુભ  દિવસે લોકો વેપાર ધંધાની પૂજા-અર્ચના કરતા હોય છે. ત્યારે આ જ દિવસે જગતના તાત ગણાતા ખેડૂતો માટે પણ વર્ષની શુભ શરૂઆત થશે. આવતી કાલથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. સત્તાવાર રીતે રાજ્ય સરકારે આ અંગે જાહેરાત કરી હતી. તે […]

ગુજરાતઃ દિવાળી બાદ લાભપાંચમથી સરકાર ટેકાના ભાવે મગફળીની શરૂ કરશે ખરીદી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને પોતાના પાકને પુરતુ વળતર મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોના પાકની ખરીદી કરવામાં આવે છે. દરમિયાન આ વર્ષે દિવાલી બાદ લાભપાંચમથી સરકાર ટેકના ભાવે મગમળીની ખરીદી શરુ કરવામાં આવશે. સરકાર રૂ. 1110ના ટેકાના ભાવે મગફળીની કરીદી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર 1 ઓક્ટોબરથી ખેડૂત આઈ પોર્ટલ પરથી નોંધણીની પ્રક્રિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code