ભારતની 6G યાત્રાનો હેતુ આત્મનિર્ભર ઇકોસિસ્ટમ બનાવવાનોઃ જ્યોતિરાદિત્ય સિંધિયા
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારત 6G મિશનને વેગ આપવા માટે ભારત 6G એલાયન્સ (B6GA) હેઠળ સાત સમર્પિત કાર્યકારી જૂથોની રચના કરી છે. આ જૂથોએ મંગળવારે યોજાયેલી ત્રિમાસિક સમીક્ષા બેઠકમાં તેમની પ્રગતિ અને ભવિષ્યની યોજનાઓ (રોડમેપ) રજૂ કરી હતી. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. મંત્રી સિંધિયાએ વ્યાપક સફળતા સુનિશ્ચિત કરવા […]


