1. Home
  2. Tag "qatar"

ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPI હવે કતારમાં પણ લાગુ કરવામાં આવશે

નવી દિલ્હીઃ ભારત અને કતાર વચ્ચેના સંબંધોને નવી મજબૂતી મળી છે. કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીની ભારત મુલાકાત દરમિયાન, બંનેદેશોએ વેપાર, રોકાણ, ઉર્જા અને સાંસ્કૃતિક સહયોગ વધારવા માટે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા. કતારે ભારતમાં ૧૦ બિલિયન યુએસ ડોલર (લગભગ 83,000 કરોડ રૂપિયા)ના રોકાણની જાહેરાત કરી છે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને […]

ભારત કતારની ભાવિ ભાગીદારી સ્થરિતા, ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને ઊર્જાના સ્તંભો પર આધારિત રહેશે: પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યુ કે ભારત-કતાર ભાવિ ભાગીદારી સ્થિરતા, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતા તથા ઊર્જાના સ્તંભો પર આધારિત હશે. મંત્રીએ આજે ​​નવી દિલ્હીમાં ભારત-કતાર બિઝનેસ ફોરમના ઉદ્ઘાટન સત્રમાં આ વાત કરી હતી. કતાર રાજ્યના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી મહામહિમ શેખ ફૈઝલ બિન થાની બિન ફૈઝલ અલ થાની આ સત્રમાં અતિથિ […]

ઈઝરાયેલ-હમાસની ટીમો વચ્ચે બંધકોને મુક્ત કરવા અને યુદ્ધવિરામના અમલીકરણ માટે સમજૂતી થઈ

હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલના હુમલામાં 46,000થી વધુ પેલેસ્ટિનિયનો મૃત્યુ પામ્યા હતા. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે પુષ્ટિ કરી કે કતારમાં ઈઝરાયેલ અને હમાસની ટીમો વચ્ચે બંધકોને મુક્ત કરવા અને ગાઝામાં યુદ્ધવિરામના અમલીકરણ માટે સમજૂતી થઈ છે. ઈઝરાયેલના મીડિયાએ આ જાણકારી આપી છે. બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયના એક નિવેદનને ટાંકીને ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે […]

કતારે ગાઝા યુદ્ધવિરામ અને બંધકોના વિનિમય માટે મુસદ્દા પ્રસ્તાવ રજૂ કર્યો

કતારના મધ્યસ્થીઓએ 15 મહિના જૂના યુદ્ધના અંત તરફના પ્રથમ પગલા તરીકે ગાઝા પટ્ટીમાં લડાઈ બંધ કરવા અને પેલેસ્ટિનિયન કેદીઓ માટે બંધકોના વિનિમય માટે કરાર માટે ઇઝરાયલ અને હમાસને મુસદ્દા પ્રસ્તાવ મોકલ્યા છે. યુએસના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ જો બિડેન પાસેથી પદભાર સંભાળે તેના એક અઠવાડિયા પહેલા, અધિકારીઓએ જણાવ્યું હતું કે દોહામાં વાટાઘાટોમાં એક સફળતા […]

પર્યાવરણને થતા નુકસાન માટે ગ્લોબલ સાઉથ જવાબદાર નથી: પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ ગ્લોબલ સાઉથ વૈશ્વિક પર્યાવરણીય નુકસાન માટે જવાબદાર નથી, પરંતુ તે વિકસિત દેશો દ્વારા થયું છે જેમણે ઓછા ખર્ચે ઉર્જાનો લાભ માણ્યો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) પાર્ટનરશિપ સમિટ 2024ના ઉદ્ઘાટન સત્રને સંબોધન દરમિયાન આ વાત કહી હતી. આ સમિટમાં ઇટાલિયન રિપબ્લિક, ઇઝરાયલ, ભૂતાન, […]

ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ ન્યૂઝ ચેનલ અલ ઝઝીરાને ગણાવી આતંકી, દેશમાં લગાવ્યો પ્રતિબંધ

તેલ અવીવ: ઈઝારયાલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અલઝઝીરાના પ્રસારણ પર ઈઝરાયલમાં રોક લગાવી દીધી છે. નેતન્યાહૂએ અલ ઝઝીરાને આતંકી ચેનલ ગણાવી છે. સોમવારે ઈઝરાયલની સંસદમાં એક કાયદો પારીત કરીને અલ ઝઝીરાને પ્રતિબંધિત કરવામાં આવી. અલ ઝઝીરા પર ઈઝરાયલની સંસદમાં ગંભીર આરોપો લાગ્યા છે. ઈઝરાયલના પીએમએ કહ્યુ છે કે અલ ઝઝીરાથી દેશની સુરક્ષાને ખતરો છે. 7 ઓક્ટોબરે […]

PM નરેન્દ્ર મોદી દોહા પહોંચ્યાં, કતારના પ્રધાનમંત્રીને મળ્યા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના બે દિવસના પ્રવાસ બાદ આજે તેઓ કતાર પહોંચ્યાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કતારના દોહા ખાતે તેમની પ્રથમ કાર્યક્રમમાં કતારના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મહામહિમ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાનીને મળ્યા હતા. બંને નેતાઓએ વેપાર, રોકાણ, ઉર્જા, નાણા અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વિસ્તારવા અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેઓએ […]

ભારત અને કતાર ઐતિહાસિક રીતે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈ અને કતારની મુલાકાત પહેલા પ્રસ્થાન નિવેદનમાં જણાવ્યું હતું કે, હું 13-14 ફેબ્રુઆરી દરમિયાન સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાતે અને 14-15 ફેબ્રુઆરી દરમિયાન કતારની યાત્રા કરી રહ્યો છું. યુએઈની આ મારી સાતમી અને 2014 પછી કતારની બીજી મુલાકાત હશે. છેલ્લા નવ વર્ષોમાં UAE સાથે વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, […]

PM મોદીના હસ્તક્ષેપથી જ ફરી ભારત આવવાનું શક્ય બન્યું, કતરથી પરત ફરેલા જવાનોએ વ્યક્ત કરી ખુશી

નવી દિલ્હીઃ કતારમાં મૃત્યુદંડની સજા પામેલા સાત ભારતીય નાગરિકો નવી દિલ્હી પહોંચી ગયા છે. ભારત પહોંચેલા નાગરિકોનું કહેવું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ વિના તેમના માટે ભારત પરત આવવું અશક્ય હતું. મોડી રાત્રે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કતાર દ્વારા તમામ આઠ નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. જોકે, અત્યાર સુધીમાં માત્ર સાત ભારતીયો […]

કતરની જેલમાં બંધ ભારતના આઠ પૂર્વ જવાનોની મુક્તિ, સાત જવાન સ્વદેશ પરત ફર્યાં

નવી દિલ્હીઃ કતારમાં જાસૂસીના આરોપમાં જેલની સજા ભોગવી રહેલા ભારતના આઠ પૂર્વ નૌવ સૈનિકોને છોડવમાં આવ્યા છે. જેમાંથી સાત ભારતમાં પરત ફર્યા છે. વિદેશ મંત્રાલય આ બાબતે પૃષ્ઠી કરતા કહ્યું છે કે, ભારત સરકાર કતારમાં સજા ભોગવી રહેલા ભારતના પૂર્વ સૈનિકોને ભારત પરત ફરવા પર સ્વાગત કરે છે. ભારત સરકારના પ્રયાસોથી આ નૌ સૈનિકોની ઘર વાપસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code