1. Home
  2. Tag "quantity seized"

સુરતના પાંડેસરામાં 230 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાયો, ભેળસેળનો રિપોર્ટ બાદ ગુનો નોંધાશે

સુરતઃ રાજ્યમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પણ સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે.દરમિયાન મ્યુનિ.ના આરોગ્ય અધિકારીએ શહેરના પાંડેસરા વિસ્તારમાંથી  એક ટેમ્પાને રોકીને તપાસ કરતા 230 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય અધિકારીને પ્રાથમિક નજરે તો પનીર અખાદ્ય હોવાનું લાગી રહ્યું હતું. […]

રાજકોટમાં આઈસસ્ક્રીમ માટે સ્ટોક કરેલો 7000 કિલો અખાદ્ય મલાઈનો જથ્થો ઝડપાયો

રાજકોટઃ શહેરમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય અને ફુડ વિભાગ દ્વારા રેડ પાડીને અખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓને ઝડપી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંગળવારે આરોગ્ય વિભાગની ટીમે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા આઈસ્ક્રીમ બનાવતી એક ફર્મના કોલ્ડ સ્ટોરેજમાંથી અખાદ્ય 7000 કિલો મલાઈનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ […]

સુરતઃ રૂ. 40 લાખની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કરાયો

અમદાવાદઃ ગેરકાયદે તમાકુ ઉત્પાદનો સામેની લડાઈમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના બીજા દરોડાને પરિણામે સુરત રેલ્વે સ્ટેશન પર પહોંચેલા રેલ્વે પાર્સલમાંથી આશરે રૂ. 40 લાખની કિંમતની દાણચોરીની વિદેશી મૂળની સિગારેટ જપ્ત કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે, ડીઆરઆઈના અધિકારીઓએ સુરત રેલ્વે સ્ટેશન પર ચેન્નાઈથી સુરત જવાના રેલ્વે પાર્સલને અટકાવ્યું હતું જેમાંથી દાણચોરી કરાયેલી વિદેશી મૂળની […]

ચિલોડા માર્કેટ યાર્ડમાં રેશનિંગના અનાજનો જથ્થો પકડાયો, પોલીસે 5ની ધરપકડ કરી

ગાંધીનગરઃ  જિલ્લાના મોટા ચીલોડાની માર્કેટ યાર્ડમાં આવેલી એક શોપમાં પોલીસે રેડ પાડીને રેશનિંગના અનાજનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે ઘઉં-ચોખાના 580 કટ્ટા સીઝ કરીને પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ચિલોડા માર્કેટ યાર્ડમાં આવેલી એક દુકાનમાંથી સરકારી અનાજના જથ્થાનું બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ પકડાયુ છે. ચીલોડા પોલીસે પૂર્વ બાતમીના આધારે માર્કેટ યાર્ડની એક […]

કેરળમાં મોતનો સામાન ઝડપાયોઃ 8000 જીલેટિન સ્ટિકનો જથ્થો જપ્ત

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના કેરલમાં મોટી માત્રામાં મોતનો સામાન મળી આવ્યો હતો. શોરાનુર પાસેથી પોલીસને 8 હજાર જેટલા જીલેટિન સ્ટીક મળી આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પ્રાથમિક માહિતી અનુસાર કેરળના શોરાનુર પાસેથી પોલીસને બીનવારસી હાલતમાં 40 જેટલા બોક્સ મલી આવ્યાં હતા. આ બોક્સમાં લગભગ 8 હજાર જીલેટિન સ્ટીક મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી […]

રાજકોટના ગોંડલમાંથી રૂપિયા 27 લાખનો નકલી ઘીનો જથ્થો પકડાયો

રાજકોટ : શહેર અને જિલ્લામાં શુદ્ધ ઘીના નામે નકલી વેચાતું હોવાની ફરિયાદો ઉઠતા મ્યુનિના તંત્ર ઉપરાંત પોલીસ પણ નકલી ઘી બનાવનારાને શોધી રહી છે દરમિયાન જિલ્લાના ગોંડલમાં 12 હજાર 738 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. હાઈવે પર આવેલી માલધારી હોટલ નજીક ખેતરમાં બનાવેલા ગોડાઉનમાંથી 27.43 લાખની કિંમતનો શંકાસ્પદ ઘી પોલીસે ઝડપી પાડ્યું છે. ખેતરમાં […]

રાજકોટમાં એક્સપાયરી દવાનો એક કરોડની કિંમતનો જથ્થો પકડાયોઃ ઈમ્યુનિટી બુસ્ટરના નામે દવાઓ વેચાતી હતી

રાજકોટ :   દેશમાં ગુજરાતને  ફાર્માસ્યુટિકલનું  હબ  કહેવામાં આવે છે. ગુજરાતમાં બનતી દવાઓ અનેક દેશોમાં પણ એક્સપોર્ટ થતી હોય છે. તેમ છતાં ગુજરાતમાં છડેચોક એક્સપાયરીવાળી દવાઓનું વેચાણ બેરોકટોકથી થઈ રહ્યું છે.  વલસાડમાં એક્સપાયરી ડેટની દવા બાદ સતત બીજા દિવસે એક્સપાયરી ડેટની વેચાતી દવાનો કારોબાર પકડાયો હતો. રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના એક્સપાયરી ડેટવાળી દવાના કાળા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code