1. Home
  2. Tag "raid"

પાટડીના આદરિયાણા ગામે સોનીના ઘરે નકલી ઈન્કમટેક્સ અધિકારીઓને રેડ પાડી તોડ કર્યો

આઈટી અધિકારીની ઓળખ આપી ઠગ ટોળકીએ રૂપિયા 6.60 લાખનો તોડ કર્યો, તોડ કર્યા બાદ નકલી અધિકારીઓ ઈકોકારમાં ફરાર, ઝીંઝૂવાડા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી સુરેન્દ્રનગરઃ  જિલ્લાના પાટડી તાલુકાના આદરીયાણા ગામમાં રહેતા એક સોનીના ઘરે એક ઠગ ટોળકીએ આવીને પોતે ઈન્કમ ટેક્સના અધિકારીઓ હોવાની ઓળખ આપીને ડરાવી-ધમકાવીને રિવોલ્વર બતાવી રૂ. 6.50 લાખની લૂંટ કરી […]

નડિયાદમાં ભેલસેળીયું ઘી બનાવતી ફેકટરી ઉપર દરોડા, 8.50 લાખનો જથ્થો જપ્ત કરાયો

અમદાવાદઃ નડિયાદ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યમાંથી વધુ એક નકલી ઘીની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે. નડિયાદ-ડાકોર રોડ ઉપર ભેળસેળ કરતી ઘીની ફેક્ટરી પકડાવા પામી હતી. ક્ષેમ કલ્યાણીના નામથી ચાલતી ફેક્ટરીમાં ભેળસેળ યુક્ત ઘી બનાવાતું હતું. સર્ચ ઓપરેશન હાથ ધરતા નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો હતો. 3109 કિલો ઘી અને ભેળસેળ કરવામાં આવતા […]

મધ્યપ્રદેશમાં મની લોન્ડરિંગ મામલે ઈડીના અનેક સ્થળે દરોડા, કરોડોની પ્રોપર્ટી મળી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 29 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ મધ્ય પ્રદેશના ભોપાલ, સિહોર અને મોરેના જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. જયશ્રી ગાયત્રી ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડને લગતી નાણાકીય અનિયમિતતાના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. સર્ચ દરમિયાન, EDએ ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો, 25 લાખ રૂપિયા રોકડા, લક્ઝરી […]

બિહાર સહકારી બેંક છેતરપિંડી કેસમાં EDએ RJD ધારાસભ્ય અને અન્ય લોકોના ઠેકાણા પર દરોડા પાડ્યા

પટનાઃ સહકારી બેંકમાં કથિત ઉચાપત સાથે જોડાયેલા મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે બિહારના મુખ્ય વિપક્ષી પક્ષ રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના ધારાસભ્ય અને અન્ય લોકોના પરિસરમાં દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે બિહાર, પશ્ચિમ બંગાળ (કોલકાતા), ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં લગભગ 18 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા […]

લોન ફ્રોડ કેસમાં BJD MLAના ભાઈના ઘરે EDએ દરોડા પાડ્યા; આસામમાં જેએમબીના પાંચ સભ્યો ઝડપાયા

ઓડિશામાં 231 કરોડ રૂપિયાના લોન ફ્રોડ કેસમાં EDએ બીજેડીના ધારાસભ્ય પ્રમિલા મલિકના ભાઈ ખિરોડ મલિકના સંબલપુર ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ત્રણ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ખીરોદ પર 231 કરોડની લોનનો દુરુપયોગ કરવાનો આરોપ છે. આ લોન તેમના એનજીઓ ભારત ઈન્ટીગ્રેટેડ સોશિયલ વેલફેર એજન્સી (BISWA)ના નામે લેવામાં આવી હતી. પ્રમિલા મલિક […]

મહારાષ્ટ્રમાં એનઆઈએ અને એટીએસના દરોડામાં 3 શકમંદો ઝડપાયાં

મુંબઈઃ રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએથી ત્રણ શકમંદોની અટકાયત કરી હતી. એનઆઇએ એ મહારાષ્ટ્ર એટીએસ સાથે મળીને અમરાવતી, ભિવંડી અને સંભાજીનગર વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અટકાયત કરાયેલા ત્રણેય પર પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હોવાનો આરોપ છે. એનઆઈએ અને મહારાષ્ટ્ર એટીએસ, આ ત્રણેયની સઘન પૂછપરછ કરી રહી છે. NIA દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં […]

માનવ તસ્કરી બાબતે NIAના 6 રાજ્યોના 22 સ્થળો પર દરોડા

નવી દિલ્હીઃ માનવ તસ્કરીના મામલામાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) દેશમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યાં હતા . 6 રાજ્યોમાં 22 સ્થળો પર આ દરોડા પાડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક સંગઠિત ગેંગે નોકરીના બહાને ભારતીય યુવાનોને લલચાવીને વિદેશમાં તસ્કરી કરી અને સાયબર ફ્રોડમાં સામેલ નકલી કોલ સેન્ટરમાં કામ કરવા માટે દબાણ કરે […]

લોટરી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી! દેશના અનેક રાજ્યોમાં દરોડા

મેઘાલય પોલીસે લોટરી ટિકિટ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મેઘાલય સ્ટેટ લોટરીના ડિરેક્ટરની ફરિયાદ પર એફઆઈઆર નોંધી હતી. આ FIR પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. EDએ સેન્ટિયાગો માર્ટિન અને તેની એન્ટિટી મેસર્સ ફ્યુચર ગેમિંગ અને તેની હોટેલ્સ સામેની તપાસના સંદર્ભમાં PMLA, 2002ની જોગવાઈઓ હેઠળ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મેઘાલય અને […]

ગાંધીનગર નજીક ડ્રગ્સ બનાવતી ફેકટરીનો પર્દાફાશ, 10 લોકોની અટકાયત

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળાખારોને નાથવા માટે પોલીસ અને અન્ય એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદ નજીક ગાંધીનગરમાંથી ડ્રગ્સ બનાવવાના રેકેટનો એટીએસ અને એનસીબીએ પર્દાફાશ કર્યો હતો. ગાંધીનગરમાંથી ઝડપાયેલી ફેક્ટરીમાંથી 25 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં 10 લોકોની અટકાયત કરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ગુજરાત એટીએસ અને એનસીબીએ સંયુક્ત […]

TMC નેતા મહુઆ મોઈત્રા ફેમા કેસમાં તલબ, સીબીઆઈના દરોડા બાદ હવે ઈડીનું સમન

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર મહુઆ મોઈત્રા ફરી એકવાર કેન્દ્રીય એજન્સીઓના નિશાને છે. ઈડીએ મહુઆ મોઈત્રાને ફેમા કેસના મામલામાં દિલ્હીમાં પૂછપરછ માટે 28 માર્ચે તલબ કર્યા છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આની જાણકારી આપી છે. ટીએમસી નેતાને આના પહેલા પણ કેન્દ્રીય એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. મોઈત્રાને લાંચને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code