1. Home
  2. Tag "raid"

બિહારઃ સરકારી એન્જિનિયરના નિવાસ સ્થાન સહિતના સ્થળો ઉપર દરોડા, 5 કરોડની રોકડ મળી

પટનાઃ બિહારમાં સીબીઆઈ અને ઈડીના દરોડાની કાર્યવાહી બાદ હવે વિજિલન્સ ટીમે લાંચિયા સરકારી બાબુના નિવાસ સ્થળ અને ઓફિસ ઉપર દરોડા પાડ્યાં હતા. ગ્રામીણ વિકાસ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરના અંગત સહાયક તથા અન્ય એક વ્યક્તિના ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન રૂ. 5 કરોડની કેશ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ અંગે વિજિલન્સની […]

આગામી બે-ત્રણ દિવસમાં મારી પણ ધરપકડ થશેઃ મનિષ સિસોદિયા

નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ એક્સાઈઝ પોલિસીમાં કથિત ગેરરીતિઓના સંદર્ભમાં તેમના નિવાસસ્થાને સીબીઆઈએ દરોડા પાડ્યાના એક દિવસ બાદ કહ્યું હતું કે, દિલ્હીની એક્સાઈઝ પોલિસી સંપૂર્ણ પારદર્શિતા સાથે લાગુ કરવામાં આવી હતી, કોઈ કૌભાંડ થયું નથી. ગઈકાલે સીબીઆઈના અધિકારીઓ મારા ઘરે આવ્યા હતા અને મારી ઓફિસમાં પણ ગયા હતા. સીબીઆઈના અધિકારીઓ સારા છે, તેમને […]

ઈડીની તપાસમાં મુખ્તાર અંસારીની 100થી વધારે બેનામી સંપત્તિ મળી

લખનૌઃ બાંદા જેલમાં બંધ પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી અને તેમના સંબંધીઓના નિવાસસ્થાન ઉપર ઈડીએ દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન લગભગ 100થી વધારે બેનામી સંપત્તિના દસ્તાવેજ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર લખનૌ, દિલ્હી અને ગાઝીપુરમાં અંસારી અને તેના સંબંધીઓના 11 સ્થળો ઉપર ઈડીએ દરોડા પાડ્યાં હતા. અંસારીના સાંસદ ભાઈ અફઝાલ અંસારીના સરકારી […]

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા

નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા પડ્યા હોવાનું જાણવા મળે છે. સીબીઆઈએ દિલ્હી-એનસીઆરમાં 21 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘર અને તત્કાલીન દિલ્હી એક્સાઈઝ કમિશનર આરવ ગોપી કૃષ્ણાના ઘરનો સમાવેશ થાય છે. સીબીઆઈના દરોડા બાદ દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ ઉપર […]

રાજસ્થાનના જયપુર અને કોટામાં જાણીતા જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે રાજસ્થાનમાં સપાટો બોલાવીને જેમ્સ-જ્વેલરી, હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલ જયપુર સ્થિત ગ્રુપમાં દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન રૂ. 150 કરોડની કરચોરી ઝડપાઈ હોવાનું જાણવા મળે છે. આવકવેરા વિભાગના દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજ પણ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આવકવેરા વિભાગની ટીમે બિઝનેસ ગ્રુપના ત્રણ […]

મહારાષ્ટ્રઃ આવકવેરા વિભાગના દરોડામાં ધનકુબેરનો ખજાનો મળો, 390 કરોડની બેનામી સંપત્તિ જપ્ત

મુંબઈઃ કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી બાદ હવે આવકવેરા વિભાગ એકશનમાં આવ્યું છે. બંગાળ બાદ મહારાષ્ટ્રમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. જેમાં મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી. આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના જાલનામાં સ્ટીલ, કાપડના વેપારી તથા રિયલ એસ્ટેડ ડેલવપર સામે દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં કરોડોની બેનામી સંપત્તિ મળી આવી હોવાનું જાણવા મળે છે. રૂ. […]

જાણીતા સિરામીક જૂથ ઉપર આવકવેરાના દરોડા, 25 સ્થળો ઉપર તપાસ

અમદાવાદઃ આવકવેરા વિભાગે સીરામિકના વ્યવસાય સાથે સંકળાયેલી જાણી કંપની ઉપર દરોડા પાડ્યાં હતા. મોરબી, અમદાવાદ અને રાજકોટમાં વિવિધ સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગના દરોડાના પગલે સિરામીકના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય જૂથના સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં સીરામિક કંપનીની ઓફિસમાં તપાસ શરૂ કરાઈ હતી. ઓફિસના […]

ભોપાલમાં સરકારી કર્મચારી પાસેથી 85 લાખની રોકડ તથા કરોડોની સંપત્તિ મળી

ભોપાલઃ મધ્યપ્રદેશના ભોપાલમાં આરોગ્ય વિભાગના ક્લાર્ક હીરો કેસવાનીના ઘરે ઇકોનોમિક ઓફેન્સીસ સેલ (EOW) એ દરોડા પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં જ અપ્રમાણસર સંપત્તિના પુરાવા મળ્યા હતા. તપાસમાં ચાર કરોડથી વધુની સંપત્તિનો પર્દાફાશ થયો હતો. તેમજ તેના ઘરેથી 85 લાખની રોકડ પણ મળી આવી હતી. દરમિયાન આરોગ્ય કર્મચારી કેસવાણીએ તપાસ ટીમની કાર્યવાહીથી બચવા માટે ફિનાઈલ પીધું હતુ, […]

અમદાવાદઃ જાણીતા ગ્રુપ ઉપર ITના દરોડામાં રૂ. 24 કરોડની રોકડ અને 20 કરોડના દાગીના જપ્ત કરાયાં

અમદાવાદઃ આવકવેરા વિભાગે કાપડ, રસાયણ, પેકેજિંગ, રિયલ એસ્ટેટ અને શિક્ષણના વૈવિધ્યસભર ક્ષેત્રોમાં રોકાયેલા અગ્રણી વેપારી જૂથ પર સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરી હતી. સર્ચ એક્શનમાં ખેડા, અમદાવાદ, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતામાં ફેલાયેલી કુલ 58 જગ્યાઓ આવરી લેવામાં આવી હતી. સર્ચ કાર્યવાહીમાં રૂ.1000 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં બિનહિસાબી રોકડ રૂ. […]

અમદાવાદમાં જાણીતા જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા

અમદાવાદઃ આવકવેરા વિભાગે શહેરના જાણીતા ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડતા ખળભળાટ મચી ગયો હતો. આવકવેરા વિભાગના અધિકારીઓએ 35થી વધારે સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ શરૂ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં જાણીતા જૂથના માલિક અને તેમની સાથે સંકળાયેલા લોકો ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. તેમજ જૂથના વ્યવસાયના સ્થળો ઉપર પણ પોલીસ સુરક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code