1. Home
  2. Tag "Rain"

ગુજરાતના 160 તાલુકામાં મેઘમહેર, ડાંગના આહવામાં સૌથી વધારે 9.8 ઈંચ વરસાદ

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને મોડી રાતે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 27 જિલ્લાના 160 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. ડાંગના આહવામાં સૌથી વધારે 9.8 ઈંચ, કપરાડામાં 9.5 ઈંચ, ડાંગના વઘઈમાં 7.7 ઈંચ, ડાંગના સુબરીમાં 7.1 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 6.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ મેઘરાજા દક્ષિણ ગુજરાતના […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 8 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ

ગાંધીનગરઃ હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે હવામાન વિભાગે 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત તેમજ મધ્યગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કચ્છના કેટલાક વિસ્તારમાં […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, ગઢડામાં 14.6 ઈંચ વરસાદ

ગાંધીનગરઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર થઈ છે. તારીખ 18થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે. જેથી આજે કચ્છ, ગીર-સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં 14.6 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરના […]

ગુજરાતમાં 148 તાલુકામાં વરસાદ, ગોંડલ 4 ઈંચ,વીજળી પડતા 3ના મોત

વીજળી પડતા દાહોદમાં પિતા-પુત્રનું અને માંગરોળમાં મહિલાનું મોત, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. ત્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 148 તાલુકામાં વરસાદનોંધાયો હતો. જેમાં રાજકોટના ગોંડલમાં 4 ઈંચ, આણંદના ખંભાતમાં ત્રણ ઈંચ, દસાડામાં […]

વરસાદમાં કાર વાઇપરની સંભાળ પણ મહત્વપૂર્ણ, આ ભૂલો મોંઘી સાબિત થઈ શકે છે

વરસાદની ઋતુમાં વાહનચાલકો માટે વિન્ડશીલ્ડ વાઇપર્સ વરદાનથી ઓછા નથી. ભારે વરસાદમાં પણ તેઓ રસ્તો જોવામાં મદદ કરે છે, જે ડ્રાઇવિંગને સલામત બનાવે છે, પરંતુ વાઇપરની જાળવણી પણ મહત્વપૂર્ણ છે. જો વાહનની યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવે તો આ સુવિધા મુશ્કેલીનું કારણ બની શકે છે. તો તમે તમારા કાર વાઇપરને ઝડપથી નુકસાન થવાથી કેવી રીતે […]

ચોમાસામાં વરસાદના પાણીથી બચવા અને ફિટ રહેવા માટે અનુસરો આ ટીપ્સ

બાળપણમાં વરસાદના ટીપાં જાદુ જેવા લાગતા હતા. ખુલ્લા પગે ભીના થવું, કાગળની હોડીઓ ચલાવવી અને વિચાર્યા વગર હસવું. પરંતુ હવે, એ જ વરસાદી પાણી રોગોનું ઘર બની ગયું છે. ઓફિસ જવું હોય કે શાકભાજી ખરીદવા જવું હોય, ગંદા પાણી અને ભીના થવાનો ડર દર વખતે સતાવે છે. જોકે, કેટલીક ટિપ્સ અપનાવીને તમે આ સમસ્યાથી બચી […]

વરસાદમાં ફોન પલડે તો આટલી સાવધાની રાખવી

ફોન ચાલુ ન કરોઃ ઘણા લોકો વરસાદમાં ભીના થયા પછી પોતાનો ફોન બરાબર કામ કરી રહ્યો છે કે નહીં તે જોવાનો પ્રયાસ કરે છે, પરંતુ તરત જ ફોન ચાલુ કરવો એ એક મોટી ભૂલ છે. આનાથી ફોનમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે અને ફોન ખરાબ થઈ શકે છે. તેથી, જ્યારે પણ ફોન ભીનો થઈ જાય, […]

ભાવનગરના મહુવા યાર્ડમાં વરસાદને લીધે ડૂંગળીની 5000થી વધુ બોરી પલળી ગઈ

યાર્ડમાં સફેદ અને લાલ ડુંગળીની આવક અચોક્કસ મુદત માટે બંધ કરાઈ ડૂંગળીની બોરીઓ પલળી જતાં ખેડુતો અને વેપારીઓને પણ નુકસાન માવઠાની આગાહી હતી છતાં કોઈ પગલાં ન લેવાયા ભાવનગરઃ જિલ્લામાં સૌથી વધુ મહુવા અને તળાજા તાલુકામાં લાલ અને સફેદ ડુગળીનું ઉત્પાદન થાય છે. છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીના ભાવ ગગડી જતા ખંડુતોની હાલત કફોડી બની છે. […]

રાજકોટમાં વરસાદના ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, મવડી રોડ પર પાણી ફરી વળ્યા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠુ પડ્યાના વાવડ, રાજકોટઃ શહેરમાં આજે પણ વાદળછાયું વાતાવરણ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શનિવારે પણ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને શહેરનાં કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, મવડી, નાનામૌવા અને રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડા અને વરસાદને લીધે કૃષિપાકને ભારે નુકસાન

માવઠાને લીધે તલ-બાજરી-જુવાર અને અજમાના પાકને નુકસાન જિલ્લામાં અસહ્ય ગરમી બાદ માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ  ખેડૂતોને ગત વર્ષે થયેલી અતિવૃષ્ટીના નુકસાનની સહાય પણ હજુ મળી નથી સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ભારે વરસાદને લીધે ખેતીના પાકને સારૂએવું નુકસાન થયું છે. જિલ્લામાં ભર ઉનાળે માવઠુ થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરી વિસ્તાર સહિત તમામ તાલુકાઓમાં કમોસમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code