1. Home
  2. Tag "Rajasthan"

રાજસ્થાનમાં 841 પાકિસ્તાની લઘુમતી નાગરિકોએ લાંબા ગાળાના વિઝા માટે અરજી કરી

જયપુરઃ રાજસ્થાનમાં 841 પાકિસ્તાની લઘુમતી નાગરિકોએ લાંબા ગાળાના વિઝા (LTV) માટે અરજી કરી છે. પોલીસ મુખ્યાલયમાંથી મળેલી માહિતી અનુસાર, હાલમાં રાજસ્થાનમાં વિવિધ પ્રકારના વિઝા પર રહેતા 841 પાકિસ્તાની લઘુમતી નાગરિકોએ લાંબા ગાળાના વિઝા માટે અરજી કરી છે. તાજેતરના અઠવાડિયામાં, વિઝા પર ભારતમાં પ્રવેશેલા 109 પાકિસ્તાની નાગરિકોને રાજસ્થાનથી પાકિસ્તાન પાછા મોકલવામાં આવ્યા હતા. ગૃહ મંત્રાલયે ભારતમાં […]

આઈપીએલઃ રાજસ્થાનના 14 વર્ષના સૂર્યવંશીએ તોડ્યાં અનેક રેકોર્ડ, 35 બોલમાં સદી ફટકારી

જયપુરઃ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સોમવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો તોફાની પ્રદર્શન કર્યું હતું. વૈભવ સૂર્યવંશીએ માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તેની ઇનિંગ્સના આધારે રાજસ્થાને ગુજરાતના કુલ 210 રનનો પીછો ફક્ત 16 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને કરી દીધો હતો. વૈભવ IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી […]

વેન્સ પરિવારે માણી રાજસ્થાનની લોકસંસ્કૃતિ, આમેર કિલ્લો અને હવા મહેલની મુલાકાત લીધી

જયપુરઃ અમેરિકાના ઉપપ્રમુખ જેમ્સ ડેવિડ (જેડી) વેન્સ તેમના પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે ભારતની ચાર દિવસની મુલાકાતે છે. તેઓ સોમવારે રાત્રે જયપુર પહોંચ્યા હતા અને રામબાગ પેલેસમાં રોકાયા હતા. મંગળવારે સવારે તે પોતાના પરિવાર સાથે આમેર કિલ્લો જોવા ગયા હતા. વેન્સ અને તેના પરિવારની સુરક્ષા માટે 2400 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. અમેરિકી ઉપપ્રમુખની […]

IPL : રાજસ્થાનની મુશ્કેલીઓ વધી, કેપ્ટન સંજુ સેમસન થયો ઈજાગ્રસ્ત

દેશમાં હાલ આઈપીએલનો માહોલ જામ્યો છે.દરમિયાન રાજસ્થાન રોયલ્સને મોટો ફટકો પડ્યો છે. ટીમના કેપ્ટન સંજુ સેમસન ફરી એકવાર ઘાયલ થયા છે. IPL 2025 ની 32મી મેચ દરમિયાન સંજુ મેદાન પર બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ દિલ્હી કેપિટલ્સ સામે 31 રન બનાવ્યા બાદ સેમસન રિટાયર હર્ટ થયો હતો. તેને ખૂબ દુખાવો થતો હતો. સેમસનની ઈજા અંગે […]

IPL: રાજસ્થાનને હરાવીને ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી

અમદાવાદઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 23મી મેચમાં, ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રને હરાવ્યું. આ જીત સાથે, ગુજરાતની ટીમે પાંચમાંથી ચાર મેચ જીતી લીધી છે અને આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 217 રનનો વિશાળ […]

રાજસ્થાનઃ મહિલાઓ માટે મફત બસ મુસાફરીની કરી જાહેરાત

જયપુરઃ રાજસ્થાન સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. 8 માર્ચે રાજ્ય સરકારે રાજસ્થાનમાં મહિલાઓ માટે રોડવેઝ બસોમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે. રોડવેઝના ચેરપર્સન શુભ્રા સિંહના નિર્દેશમા આ જાહેરાત કરવામાં આવી હતી. રોડવેઝના મેનેજિંગ ડિરેક્ટર પુરુષોત્તમ શર્માએ જણાવ્યું હતું કે મફત મુસાફરીની સુવિધા 8 માર્ચની મધ્યરાત્રિથી રાત્રે 11:59 વાગ્યા […]

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો

જયપુરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ભજનલાલ શર્માને જયપુરના પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ પહેલા પણ મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે. ત્યારે પણ ધમકી દૌસા સેન્ટ્રલ જેલમાંથી જ આપવામાં આવી હતી. આ વખતે પણ એ જ જેલમાં […]

મહાકુંભઃ રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓએ લગાવી પવિત્ર ડુબકી

લખનૌઃ મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે અત્યાર સુધીમાં મહાકુંભમાં લગભગ 42 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યાં છે અને હજુ પણ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. દરમિયાન રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ મહાકુંભ પહોંચ્યાં હતા. તેમજ બંને નેતાઓએ પવિત્ર ડુબકી લગાવી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પ્રયાગરાજ પહોચ્યાં હતા. જ્યાંથી મહાકુંભમાં […]

રાજસ્થાનઃ અજમેર દરગાહ મામલે દાવો કરનાર હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ વિષ્ણુ ગુપ્તા ઉપર ગોળીબાર

અજમેરઃ અજમેર દરગાહમાં મંદિર હોવાનો દાવો કરનારા હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પર ગોળીબારનો મામલો સામે આવ્યો છે. આજે અજમેરથી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે વિષ્ણુ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગગવાના લાડપુરા પુલ પાસે બે અજાણ્યા શખ્સોએ હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ પર ગોળીબાર કર્યો હતો. જોકે, આ હુમલામાં તેમને ગોળી વાગી ન હતી […]

મુંબઈ: ટોરેસ પોન્ઝી કેસમાં EDના મહારાષ્ટ્ર-રાજસ્થાનમાં દરોડા

મુંબઈઃ ટોરેસ ઇન્વેસ્ટમેન્ટ્સ ‘છેતરપિંડી’ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે મુંબઈ, રાજસ્થાનમાં 10-12 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કેસ રોકાણકારો સાથે છેતરપિંડી સાથે સંબંધિત છે. ફેડરલ એજન્સીએ થોડા સમય પહેલા મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) ની FIR ને ધ્યાનમાં લીધા પછી તપાસ શરૂ કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code