રાજકોટ સિવિલની સુવિધામાં વધારો,બ્લડ બેંકમાં ક્રાયોફ્યુજ મશીનનું લોકાર્પણ
રાજકોટ :રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ખાતે સાંસદ રામભાઈ મોકરિયા અને ધારાસભ્ય ડો. દર્શિતાબેનની ઉપસ્થિતિમાં જર્મન બનાવટનું અત્યાધુનિક ક્રાયોફ્યુજ સેન્ટ્રીફયુઝ મશીન લોકાર્પિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરિયાએ દાતા હાય-કોન ટેક્નોકાસ્ટ પ્રાઇવેટ લિમિટેડના કિરણભાઈ વાછાણીનો આભાર માની જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ ખાતે અત્યાધુનિક મશીન આવતા જરૂરિયાતમંદ દર્દીઓની સુવિધામાં વધારો થશે. સિવિલ હોસ્પિટલ ખાતે […]