1. Home
  2. Tag "rajkot"

રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક આરોપીની અટકાયત

અમદાવાદઃ રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાંબનાસકાંઠા એલસીબીની અને રાજકોટ પોલીસની ટીમ દ્વારા વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે . LCBએ આબુ રોડ પરથી ધવલ ઠક્કરને ઝડપી પાડ્યો છે. ટીઆરપી ગેમઝોનમાં આગ લાગ્યા બાદ આરોપી ફરાર થયો હતો. ગેમઝોનના માલિકે ધવલ ઠક્કરના નામે લાયસન્સ લીધુ હતું. લોકલ ક્રાઈમ બ્રાંચની તપાસમાં આરોપી ધવલ ઠક્કરે આ અંગે કબૂલાત […]

રાજકોટના TRP ગેમ અગ્નિકાંડના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરી સુઓમોટો

અમદાવાદઃ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 9 બાળકો સહિત 32 લોકોના મૃત્યુ થયા છે. આ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે રવિવારે એટલે કે આજે રજાના દિવસે સુનાવણી યોજી હતી.  સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાતા એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. ગુજરાત […]

રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડનો મૃત્યુઆંક 32એ પહોંચ્યો, CMએ લીધી ઘટનાસ્થળની મુલાકાત

રાજકોટઃ શહેરમાં શનિવારે સાંજે TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 32 સુધી પહોંચી ગયો છે. આ દર્દનાક ઘટનાને પગલે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. શનિવારે રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ તાબડતોબ પહોંચી ગયા હતા.અને રવિવારે સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. દરમિયાન મુંખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રવિવારે […]

રાજકોટ અગ્નિકાંડ, RMCની મંજુરી લેવી ન પડે તે માટે શેડ બનાવી રાઈડના નામે ગેમઝોન શરૂ કરાયો

રાજકોટઃ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગના બનાવમાં મૃત્યુઆંક 32 પહોચ્યો છે. તંત્ર તેમજ ટીઆરપી ગેમના સંચાલકોની ઘોર બેદરકારીથી નવ બાળકો સહિત 32 જણાનો ભોગ લેવાયો છે. કહેવાય છે. કે, ગેમ ઝોનના સંચાલકોએ મ્યુનિ.કોર્પોરેશનની મંજુરી ન લેવી પડે તે માટે રાઈડ માટેનું સર્ટી. લઈને ગેમઝોન શરૂ કરી દેવામાં આવ્યો હતો. ટીઆરપી ગેમ ઝોન જે સ્થળ પર […]

રાજકોટ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર એક્શનમાં, મોરબીમાં ચાર ગેમ ઝોન બંધ કરાવાયા, જૂનાગઢમાં ફન વર્લ્ડની રાઇડ્સ બંધ કરાવાઇ

રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. ઠેર-ઠેર ગેમ ઝોનમા ફાયર સેફ્ટીની ચકાસણી અને એક્શનની કાર્યવાહી થઇ રહી છે.. બીજી તરફ મોરબી અને જુનાગઢમાં આવા ગેમઝોન તાત્કાલીક બંધ કરી દેવાયા છે..જુનાગઢ, સુરત અને ભવનાથ તળેટીમાં ચાલતી રાઇડ્સ પણ બંધ કરાઇ છે. અહીં સવાલ એ ઉઠે કે દુર્ઘટના ગેમ ઝોનની […]

રાજકોટ ગેમ ઝોનમાં આગ કેમ ભીષણ બની તેનું કારણ આવ્યું સામે, જનરેટર ચલાવવા 1500 થી 2000 લિટર પેટ્રોલ સ્થળ પર હતું

રાજકોટની TRP ગેમ ઝોન આગ દુર્ઘટના મામલે મોટી જાણકારી સામે આવી છે.. જે અનુસાર આ ગેમ ઝોનમાં મોટા જથ્થામાં પેટ્રોલ અને ડીઝલ રાખવામાં આવ્યું હતું, જેના કારણે આગ વિકરાળ બની હતી. . અત્યાર સુધીના અહેવાલો અનુસાર, TRP ગેમ ઝોનમાં રાખવામાં આવેલા જનરેટરને ચલાવવા માટે 1500 થી 2000 લિટર ડીઝલ રાખવામાં આવતું હતું. તેવી જ રીતે, […]

રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગતા 9 બાળકો સહિત 25નાં મોત, ધૂમાડા 5 કિમી દુર સુધી દેખાયા

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પરના સયાજી હોટલ પાસે આવેલા TRP ગેમઝોનમાં સમીસાંજે આગ ભભૂકી હતી. જેમાં 9 બાળકો સહિત 25ના મોત નિપજ્યા હતા. જ્યારે આગ લાગી ત્યારે ગેમ ઝોનમાં અનેક બાળકો અને તેમના માતા પિતા હાજર હતા. ગેમ ઝોનમાં લાગેલી આગ ગણતરીની મિનિટોમાં જ વિકરાળ બની ગઈ હતી. આગના ધૂમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા […]

રાજકોટમાં મ્યુનિએ શરૂ કરી ટોય લાયબ્રેરી, નજીવા દરે બાળકોને ભાડે અપાતા રમકડાં

રાજકોટઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટોયઝ લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. તેને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોના વાલીઓ પોતાના બાળકો માટે મોંઘાદાટ રમકડાં ખરીદી શકતા નથી. આથી નજીવા ભાડાના દરે રમકડાં આપવા માટે ટોયઝ લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. ટોય લાઈબ્રેરી માટે 2થી 13 વર્ષના બાળકો માટે મેમ્બરશીપ આપવામાં આવે […]

રાજકોટમાં ઈલેક્ટ્રિક સિટી બસના ડ્રાઈવરો સમયસર પગાર ન કરાંતા હડતાળ પર ઉતર્યા

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત ઈલેક્ટ્રિક સિટી બસના ડ્રાઈવરોને એજન્સી દ્વારા છેલ્લા 6 મહિનાથી સમયસર પગાર ચુકવાતો ન હોવાથી બસનાં ડ્રાઈવરો હડતાળ પર ઉતરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.  શહેરના 80 ફુટ રોડ પરનાં ચાજિંગ સ્ટેશનમાં બસોના થપ્પા લાગી ગયા હતા. મ્યુનિ.ના અધિકારીઓએ એજન્સી અને ડ્રાઈવરો વચ્ચે મંત્રણાઓ શરૂ કરી છે. ટુક સમયમાં પ્રશ્નનો નિવેડો લાવી દેવાશે. […]

રાજકોટની ખાનગી લો કોલેજના 460 વિદ્યાર્થીઓની પરીક્ષા 15મી જુન સુધીમાં લેવા યુનિને HCનો આદેશ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અડધો ડઝન જેટલી ખાનગી લો કોલેજોના એલએલએમ સેમેસ્ટર-1ના 460 જેટલા વિદ્યાર્થીઓની ગત વર્ષે પરીક્ષા લેવામાં આવી નહતી. અને એવું કારણ આપવામાં આવ્યું હતું કે, બાર કાઉન્સિલની મંજુરી લીધી ન હોવાથી પરીક્ષા લઈ શકાય નહી, આથી યુનિના નિર્ણય સામે ખાનગી કોલેજોના સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગી હતી. હાઇકોર્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફટકાર લગાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code