1. Home
  2. Tag "rajkot"

ક્ષત્રિયો સામે પોલીસ દમન બંધ કરો, રાજકોટમાં કમલમ્ ખાતે ક્ષત્રિય આગેવાનોએ કરી રજુઆત

રાજકોટઃ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો વિવાદ હજુ શમ્યો નથી. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પાઘડી કાઢી નાખવાના મુદ્દે તેમજ જામનગરમાં ભાજપના વિરોધમાં કાળા વાવટા બતાવતી ક્ષત્રિય સમાજની મહિલાઓને ઢસડીને પકડવામાં આવી હતી. જેના વિરોધમાં ગુરૂવારે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજની 15 સંસ્થાઓના આગેવાનોએ શહેર ભાજપ પ્રમુખને રજૂઆત કરી […]

રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું રવિવારે મહા સંમેલન, મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉમટી પડશે

રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. રૂપાલાએ માફી માગી અને ભાજપે ડેમેજ કન્ટ્રોલ શરૂ કરીને ક્ષત્રિય સમાજના આગેવાનોને મનાવવાના પ્રયાસો કર્યા છતાંયે હજુ ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ સાથે મક્કમ છે. અને રાજકોટમાં 14મી એપ્રિલને રવિવારના રોજ […]

રાજકોટની બેઠક પર ભાજપના પરશોત્તમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે જંગ જામશે

રાજકોટ: લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા રાજકોટની બેઠક પર કેન્દ્રિય મંત્રી એવા પરશોત્તમ રૂપાલાનું નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ બેઠક પર ઉમેદવારના નામની હજુ સત્તાવાર  જાહેરાત કરવામાં આવી નથી. જો કે કોંગ્રેસ પરેશ ધાનાણીને ચૂંટણી મેદાને ઉતારશે. અગાઉ ના પાડયા બાદ પરેશ ધાનાણી રાજકોટ સીટ પરથી ચૂંટણી લડવા તૈયાર થયા હોવાનું […]

રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિયોની કેસરિયા રેલી બાદ રૂપાલાના સમર્થનમાં ભાજપની બાઈક રેલી યોજાઈ

રાજકોટઃ લોકસભાની ચૂંટણી માટે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગણી કરી રહ્યો છે. જ્યારે ભાજપ રૂપાલાને બદલવા માગતી નથી. દરમિયાન શહેરમાં રૂપાલાના વિરોધમાં રાજપૂત સમજની કોર કમિટીની બેઠક મળી હતી. ત્યારબાદ સાંજે મહારેલીનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા […]

રાજકોટના ઝૂમાં વાઘ-દીપડા અને સિંહ માટે પોન્ડ બનાવાયાં, અન્ય પ્રાણીઓ માટે ફુવારા મુકાયાં

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગરમી વધતી જાય છે. અને એપ્રિલના અંત સુધીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. ત્યારે રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સિંહ, વાઘ, દીપડા માટે પાંજરામાં વિશાળ પોન્ડ (તળાવ) બનાવવામાં આવ્યું છે. જ્યારે ભારે ગરમી હોય ત્યારે રીંછને ખાસ પ્રકારની ફ્રુટ […]

પરસોત્તમ રૂપાલા બલિદાનોનો આદર થાય, ગાળ ન અપાય: હિંદુઓની પોલિટિકલ યૂનિટી માટે માફી પુરતી નથી, રાજકોટની ઉમેદવારી છોડીને પ્રાયશ્ચિત કરો

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા રૂપાલાની વિવાદીત ટીપ્પણી માફીને લાયક છે? રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રુપાલા રુખી સમાજના એક સ્નેહમિલન સમારંભમાં એક નિવેદન આપીને વિવાદમાં આવ્યા છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના પ્રધાન પરસોત્તમ રુપાલાની ટીપ્પણીનો એક વીડિયો વાયરલ થયો છે. તેમાં તેમણે જૂના જમાનાના રાજવીઓ અંગે […]

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં બે બાળવાઘનો જન્મ થતાં સફેદ વાઘની સંખ્યા 10 પર પહોંચી

રાજકોટઃ શહેરના પાર્ક પ્રાણીસંગ્રહાલયમાં નર સફેદ વાઘ દિવાકર અને માદા વાઘણ ગાયત્રીના સંવનનથી ગર્ભાવસ્થાના 105 દિવસ બાદ બે સફેદ વાઘબાળનો જન્મ થયો છે. આમ સફેદ વાઘણ ગાયત્રી અત્યાર સુધીમાં 12 બચ્ચાઓને જન્મ આપી ચૂકી છે અને આ સાથે જ પ્રાણીસંગ્રહાલયમાં સફેદ વાઘની સંખ્યા વધીને 10 થઈ છે. જેમાં 3 નર, 5 માદા અને 2 બચ્ચાનો […]

રાજકોટમાં એક વર્ષમાં 46000થી વધુ નવા વાહનો વેચાયાં, RMCને 29 કરોડની આવક થઈ

રાજકોટઃ શહેરમાં વસતીમાં વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરમાં છેલ્લા એક વર્ષમાં 46000થી વધુ નવા વાહનોનું વેચાણ થયું હતું. જેના લીધે મ્યુનિ.કોર્પોરેશનને 29 કરોડથી વધુ આવક થઈ હતી. જ્યારે રાજકોટ આરટીઓ કચેરીમાં શહેર અને જિલ્લામાં નવા ખરીદાયેલા 1,11,578 વાહનોનું રજિસ્ટ્રેશન થતાં આરટીઓ કચેરીને 196 કરોડની આવક થઈ હતી. આમ રાજકોટ શહેર […]

રાજકોટમાં એસટી ડિવિઝન કચેરીની જર્જરિત હાલત, અવાર-નવાર સ્લેબમાંથી ગાબડાં પડે છે

રાજકોટઃ શહેરના ગોંડલ રોડ પર એસટી ડિવિઝન કચેરીનું બિલ્ડિંગ જર્જરીત હાલતમાં છે. સ્લેબમાંથી વારંવાર ગાબડાં પડી રહ્યા છે. જેથી એસટીના અધિકારીઓ સહિત 100 જેટલા કર્મચારીઓનો જીવ જોખમે કામ કરી રહ્યા છે. જો કે  ડિવિઝન કચેરીનું નવું બિલ્ડિંગનું કામ મોટાભાગનું પૂર્ણ થઈ ગયું છે. એકથી બે માહિનામાં બાકી કામ પણ પૂરું થઈ જશે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

રાજકોટમાં એસટી વિભાગે હોળી-ધૂળેટીમાં એક્સ્ટ્રા બસ દોડાવીને 40 લાખની વધુ આવક મેળવી

રાજકોટઃ હોળી અને ધૂળેટીના પર્વમાં પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં એક્સ્ટ્રા 358 બસો દોડાવવામાં આવી હતી. જેમાં 16 હજાર મુસાફરોએ દોઢું ભાડું ચૂકવી મુસાફરી કરી હતી. જેના થકી રાજકોટ એસટી વિભાગને રૂ. 40 લાખની વધુ આવક થઈ હતી. જેમાં રાજકોટ એસટી ડેપોની સૌથી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code