1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં 30 કરોડના ખર્ચે બનાવાશે લાયન સફારી પાર્ક, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ આપી મંજુરી

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લાયન સફારી પાર્ક બનાવવા માટે શહેરના પૂર્વના સીમાડે 33 એકર જમીન સંપાદન કરવામાં આવી છે. રૂપિયા 30 કરોડના ખર્ચે સિંહ માટે સફારી પાર્ક બનાવવાની આરએમસીની દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ મંજુરી આપી દીધી છે. તેથી હવે નજીકના ભવિષ્યમાં જ વનરાજોની ત્રાડ રંગીલા રાજકોટવાસીઓને સાંભળવા મળશે. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઈસ્ટ ઝોનમાં એશિયાટીક લાઈન […]

રાજકોટમાં રવિવારે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનો શુભારંભ, ત્રણ કેટેગરીમાં યોજાશે સ્પર્ધા

ગાંધીનગરઃ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) 2.૦ વિશે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યનો યુવા વિદ્યાર્થી વધુ તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બની ગુજરાતને સંપુર્ણપણે જાણી આત્મનિર્ભર ગુજરાતની પહેલ સાથે દ્રઢતાથી જોડાઈ શકે તે હેતુથી  “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) 2.૦”નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.24મી ડીસેમ્બર, 2023ના રોજ […]

રાજકોટમાં માલવિયા ચોકથી ત્રિકોણ બાગ સુધીના રસ્તાને પહોળો કરાશે, અસરગ્રસ્તોને વળતર અપાશે

રાજકોટઃ શહેરમાં માલવિયા ચોકથી ત્રિકાણ બાગ સુધીના રોડ પર ભરચક ટ્રાફિક રહેતો હોવાથી આ રસ્તાને પહોળો કરવાનો આરએમસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રોડ પહોળો કરવા માટે આ વિસ્તારની દુકાનો અને મકાનોમાં કપાત આવશે. અને અસરગ્રસ્તોને વળતર આપવામાં આવશે. મ્યુનિ. દ્વારા આ અંગેની દરખાસ્ત તૈયાર કરી દેવામાં આવી છે. આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ત્રિકોણબાગથી […]

રાજકોટમાં વીજચોરી સામે PGVCLના દરોડા, 67 કનેક્શનોમાં લાખોની ચોરી પકડાઈ

રાજકોટઃ ગુજરાતમાં સૌથી વધુ વીજચોરીનું દુષણ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. પીજીવીસીએલ દ્વારા વીજચોરી રોકવા માટે સમયાંતરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 67 વીજ કનેક્શનોમાંથી રૂપિયા 12 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી. રાજકોટ શહેરમાં વીજચોરી ડામવા માટે પીજીવીસીએલ  દ્વારા દરોડા કામગીરી […]

રાજકોટમાં સેન્ટ્રલ જેલના પાકા કામના કેદીઓના દૈનિક વેતનમાં 60 ટકાનો કરાયો વધારો

રાજકોટઃ ગુજરાત સરકારનાં ગૃહવિભાગના નિર્દેશ બાદ રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા પાકા કામના કેદીઓનાં દૈનિક વેતનમાં 60થી 70 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે બિનકુશળને અગાઉના 70 સામે 110,  તથા અર્ધકુશળને અગાઉના 80 સામે 140 અને કુશળ કેદીને અગાઉના 100નાં બદલે 170 નું દૈનિક મહેનતાણુ ચૂકવાશે. સરકારના આ નિર્ણયથી પાકા કામના કેદીઓમાં હર્ષની લાગણી જોવા મળી […]

રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીથી પ્રાણીઓને બચાવવા કરાઈ વ્યવસ્થા

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. કડકડતી ઠંડીને લીધે માનવજીવન પ્રભાવિત થતું હોય છે. પણ પ્રાણીઓ અને પંખીઓને અસર પડતી હોય છે. ત્યારે રાજકોટના પ્રદ્યુમન પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડી ન લાગે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સિંહ-વાઘ, દીપડા અને રીંછ જેવા પ્રાણીઓનાં શેલ્ટરમાં કંતાન મુકવામાં આવ્યા છે. સરિસૃપો […]

રાજકોટમાં પરમિટ ન હોય એવા પશુઓને જપ્ત કરવાના RMCના નિર્ણય સામે માલધારીઓનો વિરોધ

રાજકોટઃ  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન (RMC) દ્વારા 1 જાન્યુઆરીથી લાઇસન્સ વિનાના પશુપાલકોના પશુઓને જપ્ત કરવા માટે ઢોર પકડની ઝુંબેશ કડક બનાવવા માટેનો નિર્ણય કરાયો છે. ત્યારે આ નિર્ણય સામે શહેરના માલધારીઓમાં ભારે વિરોધ ઊભો થયો છે. માલધારીઓ શુક્રવારે આરએમસીની કચેરી ખાતે એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ માંગણી કરી હતી કે, મ્યુનિ. દ્વારા […]

રાજકોટના હીરાસર એરપોર્ટ નજીક 100 કરોડના ખર્ચે ફ્લાઈઓવર બ્રિજ બનાવાશે

રાજકોટઃ શહેરની ભાગોળે રાજકોટ-અમદાવાદ હાઈવે પર હીરાસર ગામ નજીક રૂ.1,405 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું થોડા મહિના પહેલા જ વડાપ્રધાનના હસ્તો લોકાર્પણ કરાયું હતુ. શહેરથી એરપોર્ટ દૂર છે. અને ખાસ તો હાઈવેના ટ્રાફિકમાંથી એરપોર્ટ  પહોંચવું પ્રવાસીઓ માટે મુશ્કેલ બન્યુ છે. ત્યારે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ જવા માટે ટ્રાફિકનો પ્રશ્ન ન ઉદભવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.100 […]

રાજકોટમાં 150 ફુટ રિંગ રોડ પર ભારે વાહનોની પ્રવેશબંધી સામે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોનો વિરોધ

રાજકોટઃ શહેરમાં વસતીમાં વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં હવે તમામ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં શહેરના 150 ફુટ રિંગ રોડ પર ખાનગી બસોને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાથી શહેરના પોલીસ કમિશનર દ્વારા 150 ફૂટ રિંગ રોડ પર ભારે વાહનો સહિત ખાનગી લક્ઝરી બસો માટે પ્રવેશ બંધી કરતાં ટ્રાવેલ્સ […]

રાજકોટમાં વાતાવરણ પલટાતાં રોગચાળો વકર્યો, શરદી, ઉધરસ, અને વાયરલ ફીવરના દર્દીઓમાં વધારો

રાજકોટઃ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી અનભવાઈ રહી છે. સાથે જ  રોગચાળો પણ વકર્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી દવાખાનામાં પણ દર્દીની લાંબી લાઈનો જોવા મળી રહી છે. છેલ્લા સપ્તાહમાં માત્ર શરદી-ઉધરસ અને તાવના 1150 કરતા વધુ દર્દી નોંધાયા હતા. જોકે આ આંકડા માત્ર સરકારી હોસ્પિટલના છે. ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓને ધ્યાનમાં લઈએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code