1. Home
  2. Tag "rajkot"

રાજકોટ નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરો, બે કોચના કાચ તૂટ્યાં, RPFએ શરૂ કરી તપાસ

રાજકોટઃ અમદાવાદથી રાજકોટ આવી રહેલી વંદે ભારત ટ્રેન પર રાજકોટના બિલેશ્વર નજીક પથ્થરમારો થતાં ટ્રેનના બે કાચના કાચ તૂટી ગયા હતા. આ ટ્રેનમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પ્રવાસ કરી રહ્યા હતા. વંદે ભારત ટ્રેન રાજકોટમાં ટ્રેન પ્રવેશે તે પહેલાં આવેલા સ્લમ વિસ્તારમાંથી કોઈ શખસોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ RPF […]

રાજકોટઃ 100થી વધારે મંદિરમાં ટુંકા વસ્ત્રોમાં ભક્તોને નહીં મળે પ્રવેશ

રાજકોટમાં ઠેર-ઠેર લગાવાયા પોસ્ટર સનાતન સ્વરાજના નામે લગાવાયા પોસ્ટર આ નિર્ણયનો વિવિધ હિન્દુ સંગઠનોએ કર્યું સ્વાગત અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી જાણીતા ધાર્મિક સ્થળો ઉપર ટુંકા વસ્ત્રો પહેરીને દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. દરમિયાન સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં 100થી વધારે મંદિરોમાં ટુંકા વસ્ત્રો પહેરીને દર્શન કરવા આવવા ઉપર પ્રતિબંધ […]

રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં ઘર પાસે રમતી બાળકી પર ચાર કૂતરાએ હુમલો કરતા બાળકીનું મોત

રાજકોટ: શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન હલ થઈ રહ્યો છે. પણ રખડતા કૂતરાનો ત્રાસ દુર થયો નથી. ત્યારે ફરીવાર રખડતા કૂતરાએ માસુમ બાળકીનો ભોગ લીધો છે.  શહેરના જંગલેશ્વર વિસ્તારમાં પોતાના ઘરની બહાર રમી રહેલી બાળકી પર ચાર કૂતરાઓ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે. ચાર વર્ષની બાળકી પોતાના ઘર પાસે […]

રાજકોટમાં પશુના રજિસ્ટ્રેશન માટે મહિનાનો સમય, ત્યારબાદ નોંધણી વિનાના પશુઓને કબજે કરાશે

રાજકોટઃ રાજ્યના તમામ મહાનગરોમાં રખડતા ઢોર માટે મનપા દ્વારા પોલીસી બનાવવામાં આવી છે. અમદાવાદમાં તો 1લી ડિસેમ્બરથી પોલીસીનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. શહેરમાં વસવાટ કરતા પશુપાલકોએ પોતાના પશુઓ માટે રજિસ્ટ્રેશન કરાવીને પરમિટ લેવી ફરજિયાત છે. ત્યારે રાજકોટમાં આગામી 31 ડિસેમ્બર સુધીમાં એટલો કે એક મહિનામાં તમામ પશુપાલકોએ પોતાના પશુઓ માટે રજિસ્ટ્રેશન કરાવી લેવુ […]

રાજકોટમાં કરોડોની કિંમતી સરકારી જમીનો પર બંધાયેલા 40 કાચા-પાકા મકાનો ઉપર ફર્યું બુલડોઝર

રાજકોટઃ  જિલ્લામાં સરકારી જમીનો પર થયેલા દબાણો દુર કરવા માટે કલેકટર દ્વારા મામલતદારોને સુચના આપ્યા બાદ શહેરના મવડી અને વાવડી વિસ્તારમાં સરકારી જમીનો પર ગેરકાયદે બંધાયેલા કાચા-પાકા 40 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસનો સધન બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રાજકોટ તાલુકા મામલતદાર અને દક્ષિણ મામલતદારે કરોડો રુપિયાની કિંમતની […]

રાજકોટના આજી ડેમમાં નર્મદાના પાણી ઠલવાતા હવે રોજ 20 મીનીટ પાણીનું વિતરણ કરાશે

રાજકોટઃ શહેરનો આજી ડેમ ચોમાસામાં સારા વરસાદને કારણે છલોછલ ભરાઈ ગયો હતો. પરંતુ શહેરમાં વધેલી વસતીને લીધે પાણીનો વપરાશ વધતા શિયાળાના આગમન બાદ ડેમમાં પાણીનો જથ્થો ઘટી જતાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સૌની યોજના હેઠળ આજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની માગણી કરવામાં આવી હતી. તેને સરકારે મંજુરી આપતા આજી ડેમમાં 600 MCFT નર્મદાના નીર ઠાલવવાનો પ્રારંભ કરવામાં […]

રાજકોટમાં મોરબી રોડ અને આજી વિસ્તારમાં PGVCLના દરોડા, 18.21 લાખની વીજચોરી પકડાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું વધુ દુષણ જોવા મળી રહ્યું છે. અને તેથી પીજીવીસીએલને લાઈન લોસ વધી રહ્યો છે. આથી દિવાળી બાદ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ફરીવાર ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરના સીટી સર્કલ ડિવિઝન-1 હેઠળ મોરબી રોડ અને આજી-1, 2 તેમજ ઇન્ડસ્ટ્રી સબ ડિવિઝનના વિસ્તારમાં અલગ-અલગ 30 ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં […]

રાજકોટમાં દિવાળી બાદ રોગચાળો વકર્યો, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં થયો વધારો

રાજકોટઃ શહેરમાં વહેલી પરોઢે ઠંડી અને બપોરે ગરમી તેમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેના લીધે ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. દિવાળીની  રજાઓ પૂર્ણ થતાં શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. જેમાં ડેંગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો તેમજ ચિકનગુનિયા અને શરદી, ઉધરસ, તાવનાં દર્દીઓ વધુ જોવા મળ્યા હતા. જોકે […]

રાજકોટના પ્રદ્યુમનપાર્ક અને રામવનની મુલાકાતે લોકો ઉમટી પડતા મ્યુનિ.ને 16 લાખથી આવક

રાજકોટઃ શહેરમાં  દિવાળીનાં તહેવારો દરમિયાન શહેરના ફરવા લાયક સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જેમાં સૌથી વધુ 58 હજાર લોકોએ શહેરના પ્રદ્યુમનપાર્ક ઝૂ ખાતે મુલાકાત લીધી હતી. જ્યારે 13 હજારથી વધુ લોકોએ રામવનની મુલાકાત લીધી હતી. જેમાં મ્યુનિ. કોર્પોરેશનને અનુક્રમે રૂ. 14 લાખ અને રૂ. 2 લાખ મળી કુલ રૂ. 16 લાખથી વધુની આવક થઈ […]

રાજકોટમાં ભાઈબીજના દિને મહિલાઓએ સિટીબસ સેવાની મફત મુસાફરીનો લીધો લાભ

રાજકોટઃ શહેરમાં ભાઈબીજના પર્વની ભારે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સિટી બસ સેવા તેમજ બીઆરટીએસમાં ભાઈબીજના દિને મહિલાઓ માટે મફત મુસાફરીનો નિર્ણય લેવાયો હતો. જેનો માટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. સવારથી શહેરના અલગ-અલગ રૂટો ઉપર મોટા પ્રમાણમાં મહિલાઓએ મફત મુસાફરીનો આનંદ માણ્યો હતો. રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ ભાઈ-બીજના દિને મહિલાઓ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code