છત્તીસગઢમાં વિમાન પહાડી સાથે ટકરાયું, બંને પાયલટના મૃત્યુની આશંકા
જશપુર, 20 એપ્રિલ, 2026: છત્તીસગઢમાં વિમાન પહાડી સાથે ટકરાયું હોવાના અને આ અકસ્માતમાં વિમાનના પાયલટ તેમજ સહ-પાયલટ એમ બંનેના મૃત્યુની આશંકા સેવાઈ રહી છે.
છત્તીસગઢના જશપુરથી એક વિમાન અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. નારાયણપુર વિસ્તારમાં એક ખાનગી વિમાન ‘આરા પહાડ’ સાથે ટકરાઈને ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાયલોટ અને કો-પાયલોટના અવસાન ની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ રેપિડો બુક કરાવવાનાં જોખમ, જાણો એક બદમાશ રેપિડો ડ્રાઈવરે યુવતીને શું કહ્યું?
ઘટનાની જાણ થતા જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે. SSP લાલ ઉમેદ સિંહ પણ ઘટનાસ્થળ માટે નીકળી ગયા છે. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પહાડ પરથી આગની જ્વાળાઓ ઉઠતી જોવા મળી રહી છે, જે આ દુર્ઘટનાની ભયાનકતા દર્શાવે છે.
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે વિમાનમાં પાયલોટ અને કો-પાયલોટ સિવાય અન્ય કોઈ મુસાફરો સવાર હતા કે નહીં. હાલમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને પ્રશાસન સમગ્ર મામલાની માહિતી એકત્ર કરવામાં લાગેલું છે.


