ગાંધીનગર, 5 ઓગસ્ટ 2026 : The DGP visited the Cyber Center and reviewed its operations. ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા એ પોલીસ વિભાગની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. Cyber Centre Of Excellence જેવા આધુનિક સેન્ટર નાગરિકોને સુરક્ષિત ડિજિટલ વાતાવરણ પૂરું પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે, ત્યારે રાજ્યના ડીજી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ગાંધીનગર ખાતે આવેલા Cyber Centre Of Excellenceની મંગળવારે સવારે ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સાયબર ગુનાઓની તપાસ પ્રક્રિયા, ટેક્નિકલ વિશ્લેષણ તથા વિવિધ શાખાઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
મલિકે સાયબર ફ્રોડ અંગે મળતી ફરિયાદોના સ્વીકાર, તાત્કાલિક પ્રતિસાદ અને પીડિતોને અપાતી ટેક્નિકલ સહાયની પ્રક્રિયા ચકાસી હતી. તેમણે ડિજિટલ પુરાવાઓની વૈજ્ઞાનિક તપાસ, ફોન અને કમ્પ્યુટર ફોરેન્સિક્સ, ડેટા રિકવરી તથા તપાસની પારદર્શકતા અંગે પણ સમીક્ષા કરી હતી.
રાજ્યના પોલીસ વડાએ જટિલ સાયબર ગુનાઓના ઉકેલ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ અને ઇન્ટેલિજન્સ વિશ્લેષણ અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તેમણે નાગરિકોની સુવિધા અને ઝડપી સહાય માટે સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ નું હજુ વધુ એક્સ્ટેન્શન કરવા બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.
તેમણે ઓનલાઇન સાયબર બુલિંગ, સોશિયલ મીડિયા ગુનાઓ તેમજ મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશોની પણ વિસ્તૃત માહિતી મેળવી હતી.
આ મુલાકાત દરમિયાન તેમણે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીને વધુ મજબૂત અને અસરકારક બનાવવા માટે કેટલાક સૂચનો પણ કર્યા હતા. જેમાં સાયબર તપાસની ગુણવત્તા સુધારીને કોર્ટમાં મજબૂત વૈજ્ઞાનિક પુરાવાઓ રજૂ કરવા, પોલીસ સ્ટાફ માટે આધુનિક સાયબર ટૂલ્સ અને ટેક્નોલોજી આધારિત તાલીમ સત્રોનું નિયમિત આયોજન કરવું જેવી બાબતોનો સમાવેશ થાય છે.


