1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં ભાઈબીજના દિને મહિલાઓએ સિટીબસ સેવાની મફત મુસાફરીનો લીધો લાભ

રાજકોટઃ શહેરમાં ભાઈબીજના પર્વની ભારે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સિટી બસ સેવા તેમજ બીઆરટીએસમાં ભાઈબીજના દિને મહિલાઓ માટે મફત મુસાફરીનો નિર્ણય લેવાયો હતો. જેનો માટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. સવારથી શહેરના અલગ-અલગ રૂટો ઉપર મોટા પ્રમાણમાં મહિલાઓએ મફત મુસાફરીનો આનંદ માણ્યો હતો. રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ ભાઈ-બીજના દિને મહિલાઓ માટે […]

રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં આગના 156 બનાવો બન્યા, દિવાળીમાં ફાયર બ્રિગેડ સતત દોડતુ રહ્યું

રાજકોટઃ પ્રકાશના પર્વ દિવાળીની રંગીલા રાજકોટવાસીઓએ ભારે ઉત્સાહથી ઉજવણી કરી હતી. શહેરમાં ફટાકડા અને હવાઈ રોકેટને લીધે  છેલ્લા 48 કલાકમાં આગ લાગવાના 156 બનાવ નોંધાયા હતા. જેમાં રવિવારના રાત્રિના 12 વાગ્યાથી સોમવારે સવારના 10 વાગ્યા સુધીમાં 65 બનાવ નોંધાયા હતા. જ્યારે 12 તારીખના રોજ આગ લાગવાના 63 બનાવ નોંધાયા હતા. જોકે, સદનસીબે એક પણ બનાવમાં […]

રાજકોટમાં આવાસ યોજનાના મકાનો ભાડે આપવા સામે તપાસ ઝૂંબેશ, 20 ફ્લેટને સીલ મરાયાં

રાજકોટઃ ગુજરાતમાં પીએમ આવાસ યોજના હેઠળ શહેરી ગરીબોને આવાસો ફાળવવામાં આવે છે. આવા આવાસો જરૂરિયાતમંદ ઘર વિહોણા ગરીબ પરિવારોને ફાળવવામાં આવતા હોય છે. પરંતુ આવાસ મળ્યા બાદ ઘણા પરિવારો આવાસ ભાડે આપી દેતા હોય છે. રાજ્યના તમામ મહાનગરોમાં ફાળવાયેલા આવાસો ભાડે તો આપી દેવામાં આવ્યા નથી, તેની તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં […]

રાજકોટમાં ખાનગી શાળાઓએ માત્ર 10 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરતા NSUIએ કર્યો વિરોધ

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં જાહેર કરાતી રજાઓ કે વેકેશનનું ખાનગી શાળાઓએ પણ પાલન કરવાનું હાય છે. પરંતુ રાજકોટ શહેરની કેટલીક ખાનગી શાળાઓએ માત્ર 10 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરતા ઘણા વાલીઓએ પોતાના બાળકો સાથે પર્યટન સ્થળોએ ફરવા જવાનો કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે. જ્યારે આ મામલે એનએસયુઆઈએ પણ વિરોધ કરીને જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત […]

રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં તા. 11થી 17 નવેમ્બર સુધી દિવાળીની રજા, હરાજી બંધ રહેશે

રાજકોટઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. સરકારી કચેરીઓમાં પણ શનિવારથી રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા તા.11મીથી 17 નવેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે. એટલે કે, આગામી શનિવારથી યાર્ડ બંધ થશે અને તારીખ 17 નવેમ્બરના રોજ લાભ પાંચમથી ફરી ખુલશે. જોકે શાકભાજી વિભાગનું કામકાજ તારીખ 13થી17 […]

રાજકોટમાં મ્યુનિ.ના આરોગ્ય વિભાગના દરોડા, 2000 કિલો ભેળસેળવાળો મુખવાસ પકડાયો

રાજકોટઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. પનીર, ઘી, મીઠાઈઓમાં ભેળસેળ પકડાઈ હતી. તાજેતરમાં પાલનપુર અને ડીસામાં ગાયના ઘીના નામે નકલી ઘી બનાવતી ફેકટરી પકડવામાં આવી હતી, રાજ્યના તમામ શહેરોમાં ભેળસેળયુક્ત અખાદ્ય વસ્તુઓ સામે ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે દરોડો પાડીને 2000 કિલો મુખવાસનો ભેળસેળવાળો જથ્થો પકડી પાડ્યો […]

રાજકોટમાં નવા બનાવેલા ઓવરબ્રિજમાં તિરાડો, મ્યુનિ,ના પદાધિકારીઓએ બ્રિજનું કર્યું નિરીક્ષણ

રાજકોટઃ ગુજરાતમાં નવા બનાવેલા બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાના કે તૂટી પડવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલના ચોકમાં નવા બનાવેલા બ્રિજમાં તિરાડો દેખાતા અને આ અંગેની તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના પદાધિકારીઓ દોડી ગયા હતા. અને સીટી એન્જિનિયરોને સાથે રાખીને બ્રિજનું નિરિક્ષણ કર્યું હતું. ત્યારબાદ બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની શહેરીજનોને ખાતરી […]

રાજકોટમાં આંગણવાડી કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે તંત્રને ઢંઢોળવા રેલી કાઢી

રાજકોટઃ  શહેરમાં દિવાળીના તહેવારો ટાણે જ આંગણવાડીના કર્મચારીઓ દ્વારા પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે તંત્રને ઢંઢોળવા માટે વિરોધ પ્રદર્શન કરીને રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરની આંગણવાડીની મહિલાઓ હજારોની સંખ્યામાં જોડાઈ હતી. મહિલાઓએ શહેરના જિલ્લા પંચાયત ચોકથી સિવિલ હોસ્પિટલ ચોક સુધી થાળી-વેલણ વગાડી રેલી યોજી હતી અને લઘુતમ વેતન […]

રાજકોટના માર્કેટ યાર્ડ ખરીફ પાકની આવકથી ઊભરાયું, સારા ભાવથી ખેડુતોમાં ખૂશી

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે સારા ચોમાસા અને સાનુકૂળ વાતાવરણને કારણે ફરીફ પાકનું બમ્પર ઉત્પાદન થયુ છે. તમામ માર્કેટ યાર્ડ્સમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં રાજકોટનું માર્કેટ યાર્ડ ફરીફ પાકની આવકથી ઊભરાઈ ગયું છે.  દિવાળી સમયે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યાં હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટ યાર્ડ મગફળી, સોયાબીન, […]

રાજકોટમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, ચાઈનિઝ તુક્કલ પર પ્રતિબંધ

રાજકોટઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં લોકો ફટાકડાં ફોડીને. આતશબાજી કરીને તેમજ રાત્રે તુક્કલ ઉડાડીને તહેવારની મોજ માણતા હોય છે. પરંતુ ફટાકડાને કારણે પર્યાવરણને થતાં નુકશાનને ધ્યાને લઈને રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ અંગે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code