1. Home
  2. revoinews
  3. લસણમાંથી બનાવો આ 4 ચટાકેદાર વાનગીઓ, જાણો રેસીપી
લસણમાંથી બનાવો આ 4 ચટાકેદાર વાનગીઓ, જાણો રેસીપી

લસણમાંથી બનાવો આ 4 ચટાકેદાર વાનગીઓ, જાણો રેસીપી

0
Social Share

ભારતીય રસોડામાં લસણ વિના રસોઈ અધૂરી માનવામાં આવે છે. સામાન્ય રીતે આપણે શાક કે દાળના વઘારમાં લસણનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે લસણ પોતે એક મુખ્ય ઘટક તરીકે અનેક સ્વાદિષ્ટ વાનગીઓમાં ઉપયોગી થઈ શકે છે? લસણ માત્ર સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. આજે અમે તમને લસણમાંથી બનતી એવી 4 રેસીપી વિશે જણાવીશું જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

  • ગાર્લિક પરાઠા

ગાર્લિક પરાઠા સવારના નાસ્તા કે રાતના ભોજન માટે એક ઉત્તમ વિકલ્પ છે. તેને બનાવવા માટે ઘઉંના લોટમાં ઝીણું સમારેલું લસણ, મીઠું અને લીલા ધાણા ઉમેરીને પાણીથી લોટ બાંધી લો. લોટના નાના લુઆ બનાવી તેને વણી લો અને તવા પર ઘી અથવા તેલ લગાવીને બંને બાજુએ સરસ શેકી લો. આ ગરમાગરમ પરાઠાને દહીં અથવા અથાણાં સાથે સર્વ કરો.

  • ગાર્લિક નાન

પંજાબી શાક સાથે ગાર્લિક નાનનો સ્વાદ બમણો થઈ જાય છે. હોટલ જેવી નાન હવે ઘરે પણ બનાવી શકાય છે. તેને બનાવવા માટે મેંદામાં દહીં, બેકિંગ પાવડર, મીઠું અને થોડી ખાંડ ઉમેરી નરમ લોટ બાંધો. ત્યારબાદ તેના લુઆ બનાવી વણી લો અને તવા અથવા ઓવનમાં શેકી લો. શેકાઈ ગયા પછી ઉપરથી માખણ (Butter) અને ઝીણું સમારેલું લસણ લગાવો.

  • લસણની ચટણી

કાઠિયાવાડી ભોજન હોય કે સ્નેક્સ, લસણની ચટણી દરેક સાથે ફિટ બેસે છે. ચટણી બનાવવા માટે લસણની કળીઓ, લીલા મરચાં (અથવા લાલ મરચું), ખમણેલું નાળિયેર, મીઠું અને લીંબુનો રસ મિક્સરમાં પીસીને સ્મૂધ ચટણી તૈયાર કરો. આ ચટણીને તમે બ્રેડ, પરાઠા કે ચોખા સાથે પણ માણી શકો છો.

  • લસણનું અથાણું

જો તમે કંઈક તીખું અને ચટાકેદાર ખાવાના શોખીન હોવ તો લસણનું અથાણું બેસ્ટ છે. આ અથાણું ફોલેલું લસણ, રાયડાનું તેલ, રાઈના કુરિયા, મેથી, વરિયાળી, હિંગ, હળદર, લાલ મરચું, મીઠું અને વિનેગરની મદદથી બનાવવામાં આવે છે. લસણને હળવું સાંતળીને અથવા કાચું જ મસાલામાં મિક્સ કરીને બરણીમાં ભરી લો. 3-4 દિવસ તડકામાં રાખ્યા બાદ સ્વાદિષ્ટ અથાણું તૈયાર થઈ જશે.

લસણ કુદરતી એન્ટીબાયોટિક છે. તે હૃદયના સ્વાસ્થ્ય માટે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે અત્યંત ફાયદાકારક છે. આ વાનગીઓ દ્વારા તમે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જાળવી શકો છો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code