1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં દિવાળીનો માહોલ, રંગબેરંગી લાઈટ્સથી ધર્મેન્દ્ર રોડ સહિતની બજારો ઝળહળી ઊઠી

રાજકોટઃ  પ્રકાશના પર્વ ગણાતા દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રંગીલા ગણાતા રાજકોટ શહેરની બજારો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠી છે. લોકો મોટી સંખ્યામાં શહેના મુખ્ય બજારો જેવા કે, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ અને ઘીકાંટા રોડ ઉપર ખરીદી કરવા ઉમટી પડ્યા છે. ગ્રાહકોને આવકારવા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ તમામ રસ્તાઓને […]

દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટથી એસટીની 150 એક્સ્ટ્રા બસ 5મી નવેમ્બરથી દોડશે

રાજકોટઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. દિવાળીના તહેવારો દરમિયાન શહેરોમાં વસવાટ કરનારા ઘણા લોકો પોતાના માદરે વતન જતાં હોય છે. ઘણા પરિવારો રજાઓમાં ફરવા માટે પણ જતાં હોય છે. તેના લીધે પ્રવાસી ટ્રાફિકમાં ખૂબ વધારો થતો હોય છે. ત્યારે પ્રવાસીઓના ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટથી અમદાવાદ, સુરત, દ્વારકા, સોમનાથ સહિત વિવિધ શહેરોમાં […]

રાજકોટમાં ગંદકી કરનારા લોકો સામે દંડનીય કાર્યવાહી, 10 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન  દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત તા.15 ઓક્ટોબરથી 16 ડિસેમ્બર દરમિયાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના તમામ જાહેર સ્થળોએ સ્વચ્છતા માટેની ઝૂંબેશ દરમિયાન અવેરનેસ માટે શહેરીજનોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત શહેરને પ્લાસ્ટિક મુકત કરવા  મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવનારા તેમજ કચરો ફેંકતા […]

રાજકોટ જિલ્લામાં ખનીજચોરી સામે ઝૂંબેશ, 160 ટન રેતી અને 80 ટન કપચીનો જથ્થો સીઝ કરાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ખનીજચોરીનું દૂષણ વધતું જાય છે. ખનિજ માફિયાઓ નદીમાંથી રેતી ટ્રેકટરો અને ટ્રકોભરને ઉઠાવી જતાં હોય છે. બોરાકટોક ખનીજચોરીને લીધે પર્યાવરણને પણ નુકશાન થઈ રહ્યું છે. ત્યારે રાજકોટ  જિલ્લા કલેક્ટરના આદેશ બાદ  છેલ્લા કેટલાંક દિવસોથી જિલ્લાના તમામ મામલતદારો ખનીજચોરી સામે સક્રિય બન્યા છે. ઉપરાંત દબાણકારો અને બાકી બેન્ક લોનના કિસ્સાઓમાં બાકીદારોની મિલ્કતોને  જપ્ત કરવામાં […]

ભારતને આર્થિક મહાસત્તા બનાવવા ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ મહત્વનો બનશે : રાઘવજી પટેલ

રાજકોટઃ સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટૂલ્સ આધારિત રાજયની પ્રથમ પ્રી સમિટ  રાજકોટ ખાતે યોજાઇ હતી, જેમાં આશરે રૂ. 1280 કરોડથી વધુ રકમના રોકાણોના સાત કરાર – એમ.ઓ.યુ. સાઈન થયા હતા. ગુજરાત સરકારના  કૃષિ, પશુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ આવાસ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને અને સામાજિક ન્યાય અધિકારિતા અને મહિલા બાળ કલ્યાણ અધિકારી […]

રાજકોટમાં રખડતા ઢોર પકડાશે તો હવે 1500નો દંડ, RMCએ નવી પોલીસીને આપી મંજુરી

રાજકોટઃ રાજ્યના તમામ શહેરો માટે રખડતા ઢોર અંગે રાજ્ય સરકારે પોલીસી બનાવી છે. અને રખડતા ઢોર સામે કડક દંડનિય જોગવાઈ કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી  મ્યુનિની કચેરી ખાતે મળી હતી. જેમાં રખડતા ઢોર છોડાવવાનાં દંડમાં ત્રણગણો વધારાને મંજૂર આપવામાં આવી હતી.  હવે પશુપાલકે ઢોર છોડાવવા 500ની જગ્યાએ 1500 દંડ ભરવો […]

રાજકોટ: નવરાત્રીમાં મનપાના આરોગ્ય કેન્દ્રો રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

રાજકોટ:નવરાત્રીની તૈયારીઓ અત્યારે તડામાર ચાલી રહી છે, લોકો પણ આતુરતાથી આ તહેવારની રાહ જોવે છે ત્યારે રાજકોટ મનપા દ્વારા મહત્વનું પગલુ લેવામાં આવ્યું છે. રાજકોટમાં મનપા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે નવરાત્રીના નવ દિવસોમાં આરોગ્ય કેન્દ્રો રાતે 1 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ હાલ ખેલૈયાઓના હૃદય સહિતના આરોગ્યની […]

રાજકોટમાં આઈસસ્ક્રીમ માટે સ્ટોક કરેલો 7000 કિલો અખાદ્ય મલાઈનો જથ્થો ઝડપાયો

રાજકોટઃ શહેરમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય અને ફુડ વિભાગ દ્વારા રેડ પાડીને અખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓને ઝડપી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંગળવારે આરોગ્ય વિભાગની ટીમે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા આઈસ્ક્રીમ બનાવતી એક ફર્મના કોલ્ડ સ્ટોરેજમાંથી અખાદ્ય 7000 કિલો મલાઈનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ […]

રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે 900 કરોડના ખર્ચે રિંગરોડ-2ને ફોરટ્રેક બનાવાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં છેલ્લા વર્ષોમાં વસતી સાથે વિસ્તારમાં પણ ઘણોબધો વધારો થયો છે. તેના લીધે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. એટલે શહેરના તમામ રોડ-રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે શહેર ફરતા રિંગ રોડ-2 જે હાલ ટુ ટ્રેકના (દ્વિ માર્ગીય) છે. તેના રૂપિયા 900 કરોડના ખર્ચે ફોરટ્રેક (ચાર માર્ગીય) […]

નવરાત્રિ મહોસત્વઃ રાજકોટમાં રામ રાસ સ્ટેપ જમાવશે આગવુ આકર્ષણ

અમદાવાદઃ નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, બીજી તરફ યુવાનોમાં નવરાત્રિને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે, યુવાનો હાલ ગરબાની પ્રેક્ટીસ કરી રહ્યાં છે. દરમિયાન રાજકોટમાં આ વખતે ગરબાના અનોખા સ્ટેપ જોવા મળશે. રાજકોટમાં ચાલુ વર્ષે યુવાનો દ્વારા રામ રાસ સ્ટેપથી ધૂમ મચાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં દર વર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code