1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં ગરબાના ગ્રાઉન્ડમાં કેપેસિટી કરતા વધુ ખેલૈયાઓ ભેગા ન કરવા આયોજકોને નિર્દેશ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો છે. સુરત, રાજકોટ અને જામનગરમાં ગરબાની પ્રેકટિસ કરતા ચારેક યુવાનોને હાર્ટ એટેક આવતા તેમના મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બીજી તરફ નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા બેઠકોનો દૂર શરૂ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં નવરાત્રિ પર્વ માં […]

રાજકોટમાં કોમર્શિંયલ વાહનોના RTOના બાકી ટેક્સની વસુલાત માટે મિલ્કતો પર બોજો નંખાશે

રાજકોટઃ ગુજરાતમાં કોમર્શિયલ વાહનો માટેથી આરટીઓ દ્વારા ટેક્સ લેવામાં આવતો હોય છે. ગુડઝ વાહનો તેમજ પેસેન્જર વાહનો માટે ટેક્સના અલગ અલગ દરો હોય છે, રાજકોટ શહેરમાં ઘણાબધા કોમર્શિયલ વાહનોના માલિકોએ વર્ષોથી ટેક્સ ભર્યો નથી. આથી વાહન માલિકો પાસેથી ટેક્સની રકમ વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 16 કરોડ રૂપિયાની વસૂલાત માટે આરટીઓએ 170 […]

રાજકોટમાં રખડતા ઢોરને પકડવા ગયેલા મ્યુનિ. કર્મચારીઓ અને પશુપાલકો વચ્ચે મારામારી

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર સામે નવી પોલીસી બનાવ્યા બાદ પણ રખડતા ઢોરનો ત્રાસ દુર થયો નથી. દરમિયાન ગુરૂવારે સવારે શહેરના ગાંધીગ્રામના ગૌતમનગર વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી ઢોરપકડ પાર્ટી અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પશુપાલકો તેમજ મ્યુનિ.ના કર્મચારીઓ વચ્ચે ઝપાઝપીનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ બનાવમાં એક માલધારી મહિલાને ઈજાઓ થઈ હતી. […]

રાજકોટઃ એશિયાઇ સિંહ સંવર્ધન અને ઉછેર કેન્દ્રમાં અત્યાર સુધી 50 સિંહબાળનો થયો જન્મ

રાજકોટઃ રાજય સરકારના વન વિભાગ દ્વારા તા. 2 થી 8 ઓકટોબર સુધી વન્ય જીવન સપ્તાહની ઉજવણી થઇ રહી છે. સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહનું એક માત્ર મુખ્ય રહેણાંક ગુજરાતનું ‘ગિર’ છે, જયાં છેલ્લી વસતી ગણતરી મુજબ સિંહોની સંખ્યામાં 29 ટકાનો વધારો થયો છે. ગિરના લોકોએ સિંહને તેમના જીવનનો ભાગ ગણી લીધો છે. એટલે જ સરકાર અને […]

રાજકોટમાં ફૂડ વિભાગના દરોડા, 4500 કિલો અખાદ્ય માવો અને 150 કિલો મીઠાઈનો નાશ કરાયો

રાજકોટઃ શહેરમાં વેચાતી ખાદ્ય ચિજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય તેમજ ફુડ વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે. ભેળસેળવાળો અને અખાદ્ય જથ્થો અવાર-નવાર પકડાતો હોય છે. વેપારીઓ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. મંગળવારે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. ત્યારે શહેરના મોરબી રોડ પર આવેલા […]

રાજકોટમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ, 18 ટીમોએ ભાગ લીધો

રાજકોટઃ શહેરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધાનું શહેરના હેમુ ગઢવી નાટ્યગૃહ, ખાતે ભવ્ય આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં અલગ-અલગ કુલ 18 ટીમોના 360થી વધુ ખૈલેયાઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. રાજકોટ શહેરના હેમુ ગઢવી નાટ્યગૃહમાં નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં અલગ-અલગ કુલ 18 ટીમોના 360 થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. જે પૈકી પ્રાચીન ગરબામાં […]

રાજકોટમાં રમાયેલી વન-ડે’માં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 66 રને પરાજ્ય

રાજકોટઃ શહેરમાં  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે  રમાયેલી ત્રીજી વનડે મેચમાં મહેમાન ટીમે શાનદાર જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ  ભારતને 66 રને પરાજય આપ્યો હતો. ત્રણ મેચની સિરીઝ ભારતે 2-1થી કબજે કરી છે. હવે આ બંને ટીમ વિશ્વકપમાં 8 ઓક્ટોબરે આમને-સામને ટકરાશે. ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 352 રન ફટકાર્યા […]

રાજકોટમાં મકાન ધરાશાયી થયાં બાદ મ્યુનિ.નું તંત્ર જાગ્યું, હવે 1500 જોખમી મકાનોનો સર્વે કરાશે

રાજકોટઃ શહેરના  યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં રવિવારે મકાન એકાએક તૂટી પડવાના બનાવ બાદ હવે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન (RMC)  સક્રિય થયુ છે. મ્યુનિ. કમિશનર આનંદ પટેલે તાત્કાલિક અમદાવાદથી ટીમને બોલાવીને ઘટનાનું કારણ જાણવા તપાસ શરૂ કરાવી દીધી છે. તેમજ બાંધકામ શાખાએ  ક્ષતિગ્રસ્ત બિલ્ડીંગની દુકાનો અને ઓફિસો ધરાવનારાઓને સ્ટ્રક્ચર રિપોર્ટ આપવા સૂચના આપી છે. હાલ આ […]

રાજકોટમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશઃ લાખોના ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારને નાથવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદ અને સુરતમાં કરોડોના ડ્રગ્સની સાથે કેટલાક લોકોને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દરમિયાન આજે પોલીસે રાજકોટમાંથી 13 લાખના એમડી ડ્રગ્સ સહિત 18 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ […]

રાજકોટ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું

 વાહન ચાલકોને ટ્રાફીક સમસ્યામાંથી મળશે છુટકારો માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું રાજકોટ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું હતું. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એકાત્મવાદના પ્રણેતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code