1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં તુર્કી અને ચીન-પાકિસ્તાન કનેક્શન ધરાવતી ગેમ્સ પર સરકારની સીધી દેખરેખ રહેશે
ભારતમાં તુર્કી અને ચીન-પાકિસ્તાન કનેક્શન ધરાવતી ગેમ્સ પર સરકારની સીધી દેખરેખ રહેશે

ભારતમાં તુર્કી અને ચીન-પાકિસ્તાન કનેક્શન ધરાવતી ગેમ્સ પર સરકારની સીધી દેખરેખ રહેશે

0
Social Share

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: ડિજિટલ સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ માટે નવા અને કડક નિયમો જાહેર કર્યા છે. આગામી 1 મે 2025થી અમલી બનનારા આ નિયમો મુજબ, જે ઓનલાઇન ગેમ્સનું કનેક્શન ચીન, પાકિસ્તાન કે તુર્કિયે સાથે હશે તેના પર સરકારની સીધી દેખરેખ રહેશે અને તેનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બની શકે છે.

માહિતી અને ટેકનોલોજી મંત્રાલયના (MeitY) અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો કોઈ ગેમિંગ એપ કે લિંક આ ત્રણ દેશો સાથે જોડાયેલી જણાશે, તો સરકાર તે ગેમ માટે વિશેષ નિયમો લાગુ કરશે. સામાન્ય સોશિયલ ગેમ્સ માટે અત્યારે રજીસ્ટ્રેશન ફરજિયાત નથી, પરંતુ જો સુરક્ષા એજન્સીઓને કોઈ ગેમ શંકાસ્પદ જણાશે, તો સરકાર પાસે તેને બ્લોક કરવાનો અને તપાસ કરવાનો સંપૂર્ણ અધિકાર રહેશે.

નવા નિયમોની મુખ્ય 1 મેથી ભારતમાં એવી તમામ ઓનલાઇન ગેમ્સ પર પ્રતિબંધ મુકવામાં આવશે જેમાં પૈસાની લેવડ-દેવડ થતી હોય. હવેથી તમામ ઈ-સ્પોર્ટ્સ પ્લેટફોર્મ માટે રજીસ્ટ્રેશન અનિવાર્ય રહેશે. જોકે, સટ્ટાબાજી કે જુગાર રમતી એપ્સ ‘ઈ-સ્પોર્ટ્સ’ ના નામે રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં. જો કોઈ યુઝર પ્રતિબંધિત ગેમ્સ રમવા માટે વીપીએન અથવા વિદેશી વેબસાઈટનો ઉપયોગ કરશે, તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ કાયદાને ઓગસ્ટ 2025 માં મંજૂરી આપવામાં આવી હતી અને હવે તેના ફાઈનલ નિયમો અધિસૂચિત કરી દેવામાં આવ્યા છે. અગાઉ સરકાર માનતી હતી કે અલગ નિયમોની જરૂર નથી, પરંતુ વધતા સાયબર ક્રાઈમ અને દેશની સુરક્ષાને જોતા હવે આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે એપ્સ કે વેબસાઈટ ભારતના સાર્વભૌમત્વ અને સુરક્ષાના નિયમોનું પાલન નહીં કરે, તેને ભારતની સીમામાં તાત્કાલિક બ્લોક કરી દેવામાં આવશે. આ નિર્ણયનો હેતુ યુવા પેઢીને ઓનલાઇન સટ્ટાબાજીથી બચાવવા અને ડેટા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code