1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાની આતંકીઓનો બહુરૂપી ચહેરો, દાઉદ સહિત 57 આતંકીઓએ 200 જેટલા નકલી નામ ધારણ કર્યાં
પાકિસ્તાની આતંકીઓનો બહુરૂપી ચહેરો, દાઉદ સહિત 57 આતંકીઓએ 200 જેટલા નકલી નામ ધારણ કર્યાં

પાકિસ્તાની આતંકીઓનો બહુરૂપી ચહેરો, દાઉદ સહિત 57 આતંકીઓએ 200 જેટલા નકલી નામ ધારણ કર્યાં

0
Social Share

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: વિશ્વભરની સુરક્ષા અને તપાસ એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માટે પાકિસ્તાન સ્થિત ખુંખાર આતંકવાદીઓ ‘બહુરૂપી’ ખેલ રમી રહ્યા છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી યાદીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મોસ્ટ વોન્ટેડ આતંકીઓએ એક-બે નહીં પણ ડઝન જેટલા ઉપનામો રાખ્યા છે. મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમ આ યાદીમાં મોખરે છે, જે એકલા 22 અલગ-અલગ નામોથી ઓળખાય છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ‘ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ’ હેઠળ તૈયાર કરેલી યાદી મુજબ, 57 જેટલા આતંકીઓએ આશરે 200 જેટલા નકલી નામો ધારણ કર્યા છે. તપાસ એજન્સીઓની ફાઈલોમાં આ દહેશતગર્દોના નામની લાંબી યાદી જોવા મળે છે, જેનો હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ધરપકડથી બચવાનો અને પોતાની ઓળખ છુપાવવાનો છે. અંડરવર્લ્ડ ડોન દાઉનના 22, જૈશ-એ-મોહમ્મદના આતંકી મોહીઉદ્દીન ઔરંગઝેબના 11, લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિસ સઈદના 9, હબીબુલ્લા મલિકના 9, ઈન્ડિયન મુજાહિદ્દીનના રિયાઝ ભટકલના લગભગ 8 જેટલા નામ છે.

વૈશ્વિક આતંકી જાહેર કરાયેલા દાઉદ ઈબ્રાહિમના 22 નામોમાં દાઉદ હસન શેખ કાસકર, દાઉદ ભાઈ, ઈકબાલ સેઠ, બડા પટેલ, શેખ ફારુખી અને ‘દાઉદ ભાઈ લો ક્વોલિટી’ જેવા નામોનો સમાવેશ થાય છે. આ નામોનો ઉપયોગ તે અલગ-અલગ દેશોમાં ટ્રાન્ઝિટ અને વ્યવસાયિક સોદાઓ માટે કરતો આવ્યો છે.

મૌલાના મસૂદ અઝહરને મૌલાના મહેમૂદ મસૂદ અઝહર અલ્વી અને વિલા અદામ ઈસ્સા તરીકે પણ ઓળખવામાં આવે છે. હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી સૈયદ સલાઉદ્દીનને ‘પીર સાહબ’ અને ‘બુઝુર્ગ’ જેવા નામો પાછળ છુપાય છે. મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો આરોપી ટાઈગર મેમણ સુરક્ષા ઓજન્સીઓને ઈબ્રાહિમ મેનન ઉર્ફે ટાઈગર મેનન, મુસ્તાક અને સિકંદર જેવા નામોથી થાપ આપે છે. મુંબઈ હુમલાનો અન્ય એક આરોપી ઝકી-ઉર-રહેમાન લખવી પણ અબુ વાહિદ, ઈરશાદ અહેમદ અને અર્શદ જેવા નામોનો ઉપયોગ કરે છે.

સુરક્ષા નિષ્ણાતોના મતે, આતંકવાદીઓ નકલી પાસપોર્ટ બનાવવા, બેંક ખાતા ખોલાવવા અને વિદેશ પ્રવાસ દરમિયાન એરપોર્ટ પર સુરક્ષા તપાસમાં પકડાઈ ન જાય તે માટે સતત નામ બદલતા રહે છે. ભારત સરકારે આ તમામ નામોની યાદી ઇન્ટરપોલ અને અન્ય વૈશ્વિક એજન્સીઓને સોંપી છે જેથી આ આતંકીઓની નાકાબંધી વધુ કડક કરી શકાય.

આ પણ વાંચોઃ બંગાળ ચૂંટણી 2026: TMC કાર્યકરો અને હુમાયુ કબીર વચ્ચે ઘર્ષણ, દેશી બોમ્બ ફેંકાયો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code