1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડકનો અહેસાસ: ઘરે બનાવો ટેસ્ટી વોટરમેલન શિકંજી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડકનો અહેસાસ: ઘરે બનાવો ટેસ્ટી વોટરમેલન શિકંજી

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડકનો અહેસાસ: ઘરે બનાવો ટેસ્ટી વોટરમેલન શિકંજી

0
Social Share

ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં ઠેર-ઠેર તરબૂચ જોવા મળે છે. તરબૂચ માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ તે શરીરમાં પાણીની ઉણપ પૂરી કરી ઠંડક આપવાનું પણ કામ કરે છે. સામાન્ય રીતે લોકો તરબૂચને કાપીને કે તેના પર મીઠું ભભરાવીને ખાતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય તેની ‘શિકંજી’ ટ્રાય કરી છે? આ ઉનાળામાં તમારા ફેમિલી માટે બેસ્ટ ડ્રિંક સાબિત થઈ શકે છે.

  • શિકંજી મસાલો બનાવવાની રીત

1 નાની ચમચી આખા મરી, 2 ચમચી વરિયાળી અને 2 ચમચી ખાંડ (અથવા મધ) લઈને તેને બરાબર પીસી લો અથવા કૂટી લો. આ પાવડરમાં સ્વાદ મુજબ સંચળ અને 1ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરો. હવે તમારો સ્પેશિયલ શિકંજી મસાલો તૈયાર છે.

  • બનાવવાની રીત

સૌથી પહેલા એક મિક્સર જારમાં ઠંડા તરબૂચના ટુકડા લો. તેમાં 1 નાની ચમચી તૈયાર કરેલો શિકંજી મસાલો, 1 લીંબુનો રસ, ફુદીનાના તાજા પાન અને બરફના ટુકડા ઉમેરો. આ તમામ સામગ્રીને બરાબર બ્લેન્ડ કરી લો. એક ગ્લાસ લો અને તેમાં 1 ચમચી પલાળેલા સબ્જા (ચિયા સીડ્સ) અને થોડો બરફ નાખો. હવે તેના પર તૈયાર કરેલી તરબૂચની શિકંજી રેડો. ગાર્નિશિંગ માટે ઉપરથી તરબૂચના નાના ટુકડા અને ફુદીનાના પાન મૂકીને ઠંડુ-ઠંડુ સર્વ કરો. આ શિકંજી માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તેમાં રહેલા સબ્જા અને ફુદીનો પેટને ઠંડક આપે છે અને પાચનમાં પણ મદદરૂપ થાય છે. તો આ ઉનાળામાં તમે પણ ઘરે આ સરળ રેસીપી ચોક્કસ અજમાવો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code