કામના સ્ટ્રેસ અને પોલ્યુશનથી ત્વચા બની ગઈ છે બેજાન? આ 4 સ્ટેપ્સથી ઘરે જ મેળવો પાર્લર જેવો ગ્લો
આખા અઠવાડિયાની ભાગદોડ, ઓફિસનું કામ અને બહારનું પ્રદૂષણ આપણી ત્વચાને ભારે નુકસાન પહોંચાડે છે. શનિવાર-રવિવાર આવતા સુધીમાં ચહેરો થાકેલો, ડલ અને બેજાન દેખાવા લાગે છે. મોટાભાગના લોકો ત્વચાને ફરી ચમકાવવા માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ અથવા પાર્લરના ટ્રીટમેન્ટનો સહારો લેતા હોય છે, પરંતુ દર વખતે ખર્ચાળ પદ્ધતિઓ અપનાવવી જરૂરી નથી. તમે ઘરે બેઠા જ કેટલીક સરળ અને સ્માર્ટ સ્કિન કેર ટિપ્સ અપનાવીને તમારી ત્વચાને કુદરતી રીતે ફ્રેશ અને ગ્લોઈંગ બનાવી શકો છો.
- ડીપ ક્લીનિંગ: ત્વચાને લેવા દો શ્વાસ
વીકેન્ડ સ્કિન કેરની શરૂઆત હંમેશા ચહેરાની ઊંડાણપૂર્વક સફાઈથી કરવી જોઈએ. કોઈ પણ માઈલ્ડ ફેસવોશથી ચહેરો ધોવો જેથી આખા અઠવાડિયા દરમિયાન જામેલી ધૂળ, તેલ અને મેકઅપ દૂર થાય. ડીપ ક્લીનિંગથી ત્વચાના છિદ્રો ખુલે છે, જેનાથી ત્વચાને યોગ્ય રીતે ઓક્સિજન મળે છે અને તે ફરીથી જીવંત બને છે.
- સ્ક્રબિંગ: ડેડ સ્કિનને કરો બાય-બાય
ચહેરા પર જામી ગયેલા મૃત કોષોને દૂર કરવા માટે સ્ક્રબિંગ અનિવાર્ય છે. સ્ક્રબ કરવાથી નવા કોષોને બહાર આવવાની તક મળે છે. તમે ઘરે જ કોફી, ખાંડ અને ઓટ્સની મદદથી નેચરલ સ્ક્રબ બનાવી શકો છો. ચહેરા પર સ્ક્રબ કરતી વખતે હંમેશા હળવા હાથે મસાજ કરવો જેથી ત્વચા પર કોઈ નુકસાન ન થાય.
- ફેસ માસ્ક: ત્વચાનું પોષણ
વીકેન્ડ પર ત્વચાને જરૂરી ન્યુટ્રિશન આપવા માટે ફેસ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારી ત્વચા સૂકી હોય તો દહીં અને મધમાંથી બનેલું માસ્ક બેસ્ટ છે. તેલયુક્ત ત્વચા ધરાવતા લોકો માટે મુલતાની માટીનો ફેસ પેક વરદાન સમાન છે. આ માસ્ક લગાવીને ઓછામાં ઓછા અડધા કલાક સુધી રહેવા દો જેથી ત્વચા તેને શોષી શકે.
-
પૂરતી ઊંઘ અને ડિજિટલ ડિટોક્સ
સ્કિન કેર પ્રોડક્ટ્સ જેટલું જ મહત્વ ‘બ્યુટી સ્લીપ’નું છે. તમારી ત્વચાને અંદરથી રિસેટ કરવા માટે વીકેન્ડ પર ઓછામાં ઓછી ૮ કલાકની ઊંઘ લેવી જરૂરી છે. આ ઉપરાંત, શક્ય હોય તો સ્માર્ટફોન અને લેપટોપથી દૂરી બનાવીને રિલૅક્સ થાઓ. માનસિક શાંતિ અને ઓછો સ્ટ્રેસ સીધો તમારા ચહેરા પર ગ્લો તરીકે દેખાઈ આવશે.
આ સરળ સ્ટેપ્સ અનુસરીને તમે પણ આ વીકેન્ડ પર તમારી ત્વચાને હેલ્ધી અને ફ્રેશ બનાવી શકો છો.


