Appleમાં એક યુગનો અંત: ટીમ કૂકે CEO પદ છોડવાની જાહેરાત કરી, જાણો કોણ સંભાળશે કંપનીની કમાન?
નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપલના નેતૃત્વમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, કંપનીએ જાહેરાત કરી છે કે ટિમ કૂક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO) તરીકેનું પદ સપ્ટેમ્બર છોડશે. કંપની સાથે વર્ષોથી જોડાયેલા જોન ટર્નસને CEOનું પદ સંભાળશે.
લગભગ 15 વર્ષથી એપલનું નેતૃત્વ કરી રહેલા ટિમ કૂક સીઈઓ પદ છોડી રહ્યા છે. જોન ટર્નસ 1 સપ્ટેમ્બરથી એપલના નવા સીઈઓ બનશે. 50 વર્ષીય ટર્નસ હાલમાં એપલના હાર્ડવેર વિભાગના વડા છે.
2011 માં એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સના મૃત્યુ પછી સીઈઓ બનેલા કૂકના નેતૃત્વ હેઠળ, એપલે સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરી. આ સમયગાળા દરમિયાન, કંપનીનું બજાર મૂલ્યાંકન $4 ટ્રિલિયન સુધી પહોંચ્યું. તેમણે ભારત જેવા દેશો પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉત્પાદન માટે ચીન પર કંપનીની નિર્ભરતા ઘટાડી. કૂક સપ્ટેમ્બરથી એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકા સંભાળશે.
PTI INFOGRAPHICS | The Baton Pass: John Ternus to succeed Tim Cook as Apple CEO
iPhone-maker Apple has announced a top-deck transition with CEO Tim Cook set to step down and hand over the reins to long-time hardware chief John Ternus – a ‘reboot’ that marks the end of Cook’s… pic.twitter.com/ZkN7BEBYLP
— Press Trust of India (@PTI_News) April 21, 2026
ટિમ કૂકે શું કહ્યું?
65 વર્ષીય ટિમ કૂકે એક નિવેદનમાં જણાવ્યું કે “એપલના સીઈઓ બનવું અને આવી અસાધારણ કંપનીનું નેતૃત્વ કરવા માટે વિશ્વસનીય બનવું એ મારા જીવનનો સૌથી મોટો લહાવો રહ્યો છે, હું એપલને મારા હૃદયથી પ્રેમ કરું છું અને આવા પ્રતિભાશાળી, નવીન, સર્જનાત્મક અને ખૂબ કાળજી રાખનારા લોકોની ટીમ સાથે કામ કરવાની તક મળી તે બદલ હું ખૂબ આભારી છું.”
જોન ટર્નેસ કોણ છે?
જોન ટર્નસ એપલના હાર્ડવેર એન્જિનિયરિંગના વડા છે. છેલ્લા પાંચ વર્ષથી iPhones, iPads અને Macs માં વપરાતી ટેકનોલોજીનું નિરીક્ષણ કરતા, તેમને CEO પદ માટે ઉત્તમ પસંદગી માનવામાં આવે છે.
વધુ વાંચો: પીએમ નરેન્દ્ર મોદી આતંકવાદી છેઃ મલ્લિકાર્જુન ખડગે, જુઓ Video


