1. Home
  2. Tag "rajkot"

રાજકોટના પેંડા ગેન્ગના 17 શખસો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

પેંડા ગેન્ગના 17 શખસો સામે હત્યા, બળાત્કાર, લૂંટ સહિત 71 ગુના નોંધાયેલા છે, રાજકોટમાં પેંડા અને મૂર્ગા ગેંગ વચ્ચે ફાયરિંગની ઘટના બાદ પોલીસે કરી કાર્યવાહી, પોલીસે પેંડા ગેન્ગના 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. રાજકોટઃ શહેરમાં પોલીસની કડકાઈ છતાંયે ગુનાઈત પ્રવૃતિમાં વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ પેંડા અને મુર્ગા ગેન્ગ વચ્ચે માથાકૂટ થઈ […]

રાજકોટમાં બેફામ ઝડપે BMW કારચાલકે ટૂ-વ્હીલરચાલકને અડફેટે લેતા મોત

BMW કારે ટક્કર મારતા સ્કૂટરચાલક વિદ્યાર્થી 50 ફુટ સુધી ફંગોળાયો, અકસ્માતમાં BMWનો આગળના ભાગનો ભુક્કો બોલી ગયો, રાજકોટમાં છેલ્લા ચાર દિવસમાં રોડ અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત રાત્રે શહેરના કાલાવાડ રોડ પર બેફામ ઝડપે આવેલી બીએમડબલ્યુ કારે સ્કૂટરચાલકને અડફેટે લેતા તેનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. […]

રાજકોટમાં રેશનિંગના પુરવઠાની વિલંબથી ફાળવણીને લીધે વિતરણ વ્યવસ્થાને અસર પડી

રેશનિંગ દૂકાનદારોની હડતાળ બાદ પુરવઠાની ફાળવણી વિલંબથી કરાઈ, રેશનિંગધારકોને અનાજ ન મળતા અસંતોષ, રાશન વિતરણ માટે પરમિટ અને ચલણ મોડા જનરેટ થતા રાશનનો જથ્થો પહોંચ્યો નથી રાજકોટઃ શહેર અને જિલ્લામાં રેશનિગનો પુરવઠાની ફાળવણીમાં થયેલા વિલંબને કારણે રેશનિંગની દૂકાનોમાં સ્ટોક ન હોવાથી કાર્ડધારકોને અનાજ સહિતની ચિજ-વસ્તુઓનું વિતરણ થઈ શક્યુ નથી. રાજકોટ જિલ્લાના 3.11 લાખ રાશનકાર્ડ ધારકોમાંથી […]

રાજકોટમાં એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલટી)ના જથ્થા સાથે ત્રણ શખસો પકડાયા

સુરેન્દ્રનગરના ત્રણ શખસો ગ્રાહકની શોધમાં રાજકોટ આવ્યા હતા, પોલીસે 96 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો કર્યો, આ કેસમાં હવે વન વિભાગના અધિકારીઓ તપાસ કરશે રાજકોટઃ શહેરમાં એમ્બરગ્રીસ ( વ્હેલ માછલીની ઊલટી)ના જથ્થા સાથે સુરેન્દ્રનગરના ત્રણ શખસોને રાજકોટ શહેર SOG પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે કુલ 2.96 કરોડના એમ્બરગ્રીસના જથ્થા સહિત કુલ 2.97 કરોડના મુદામાલ જપ્ત કર્યો […]

રાજકોટના માધાપર ચોકડી નજીક અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા યુવાનનું મોત

ત્રણ બહેનોના એકના એક ભાઈનું મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ, હડાળા ગામનો યુવાન રિક્ષા લઈને રાજકોટ રહેતા દાદીને મળવા આવ્યો હતો, પોલીસે અજાણ્યા વહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી રાજકોટઃ શહેરના બેડી ચોક પાસે માધાપર ચોકડી તરફ જતા રોડ પર રાતે કોઈ અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. દરમિયાન મોડી રાત્રિના […]

રાજકોટમાં નકલી પોલીસની ઓળખ આપીને ટ્રાન્સપોર્ટર પાસેથી તોડ કરતો શખસ પકડાયો

અગાઉ પણ નકલી પોલીસના સ્વાંગમાં 5 વખત તોડ કરતા શખસ પકડાયો હતો, આરોપીની વારંવારની હરકતોથી પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, પોતે ક્રાઈમ બ્રાન્ચમાં હોવાનું કહીને લોકોને ધમકાવીને રૂપિયા પડાવતો હતો, રાજકોટઃ પોલીસની ઓળખ આપીને લોકો પાસે તોડ કરતા નકલી પોલીસને દબોચી લેવાયો છે. નામચીન આરોપી મિહિર કૂંગસિયા અગાઉ પણ પોલીસના સ્વાંગમાં તોડ કરતા 5 […]

રાજકોટમાં બે ગેન્ગ વચ્ચે ફાયરિંગ બાદ પોલીસે મુર્ઘા ગેન્ગના ત્રણ સાગરિતોને દબોચી લીધા

પેંડા ગેન્ગના 7 સાગરિતોની પણ અગાઉ ધરપકડ કરી હતી, મુર્ઘા ગેન્ગના ત્રણ સાગરિતોનું રિકન્સ્ટ્રક્શન કરાયુ, ત્રણેય આરોપીઓ લંગડાતા બે હાથ જોડી લોકોની માફી માંગી રાજકોટઃ  શહેરના મંગળા રોડ પર ગઈ તા. 29મી ઓક્ટોબરના રોજ વહેલી પરોઢે બે ગેન્ગ વચ્ચે માથાકૂટ થતાં અંધાધૂંધ ફાયરિંગ કરાયું હતું. પોલીસે આ કેસમાં ત્વરિત કામગીરી કરીને પેંડા ગેંગના સાત સભ્યોની […]

રાજકોટમાં R&Bના અધિકારી 50.000ની લાંચ લેતા પકડાયા, ત્રણ સામે ACBએ ફરિયાદ નોંધી

રાઇડ્સ સંચાલકને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે રૂપિયા એક લાખની લાંચ માંગી હતી, રકઝકના અંતે 50 હજારની લાંચ લેવાનું નક્કી કર્યુ હતુ, લાંચના છટકામાં અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા રાજકોટઃ ગુજરાતમાં લાંચ માગવાના બનાવો વધતા જાય છે. કેટલાક લોકો ફરિયાદ કરવાનું ટાળીને લાંચ આપી દેતા હોય છે. જ્યારે કેટલાક લોકો લાંચ આપવા માગતા ન હોય […]

રાજકોટમાં નબીરાઓએ ચાલુ કારે સુતળી બોમ્બ સળગાવી બારીમાંથી ફેંક્યા

કારમાં સવાર અન્ય યુવાને ચાલુ કારે લોકો પર સુતળી બોમ્બ ફેંક્યા, માલવિયા નગર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી, યુવાને સોશિયલ મીડિયામાં રિલ બનાવીને મુકતા વાયરલ થઈ રાજકોટઃ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનગર અન્ડર બ્રિજ નજીક જાહેર રોડ પર રાતના સમયે પુરફાટ ઝડપે કાર દોડાવીને કારની બારીમાંથી સુતળી બોમ્બ ફેંકીને કારમાં સવાર યુવાનો રિલ બનાવતા […]

રાજકોટમાં વાહન અથડાવવા જેવી બાબતમાં બે સગા ભાઈઓ સહિત ત્રણની હત્યા

કાળીચૌદશની મધ્યરાત્રિએ વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બબાલ થઈ હતી, હુમલો કરનારા યુવાનની પણ હત્યા થઈ, રાજકોટના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં બન્યો બનાવ, રાજકોટઃ શહેરમાં ગત રાતે એટલે કે કાળી ચૌદશની મધ્યરાત્રીએ વાહન અથડાવવા જેવી નજીવી બાબતે ત્રિપલ હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી. શહેરના આંબેડકરનગરમાં એકસાથે ત્રણ હત્યા થતાં ઉચ્ચ અધિકારીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code