1. Home
  2. Tag "rajyasabha"

રાજ્યસભા સંગ્રામ 2026: દેશના 19 રાજ્યોની 73 બેઠકો ખાલી થશે

નવી દિલ્હી, 27 ડિસેમ્બર 2025 : વર્ષ 2026 માં ભારતીય રાજનીતિમાં મોટા ફેરફારો જોવા મળશે. રાજ્યસભાની કુલ 73 બેઠકો વર્ષના અંત સુધીમાં ખાલી થવા જઈ રહી છે, જેના પર નવા સાંસદો ચૂંટાશે. એપ્રિલ, જૂન અને નવેમ્બર 2026 માં યોજાનારી આ ચૂંટણીઓ નક્કી કરશે કે ઉપલા ગૃહમાં સત્તાધારી NDA મજબૂત બનશે કે વિપક્ષ પોતાની તાકાત બતાવશે. […]

હવાઈ ભાડાંની મનસ્વી વૃદ્ધિ પર અંકુશ મૂકાશે: કેન્દ્રીય મંત્રી કે. રામમોહન નાયડુ

નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર હવાઈ ભાડાંમાં થઈ રહેલા વધારાના મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે અને આ પ્રકારના મનસ્વી ભાડાંને રોકવા માંગે છે. આ માટે તેઓ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)ના ‘ભાડાં મોનિટરિંગ યુનિટ’ને વધુ મજબૂત બનાવી રહ્યા છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા […]

રાજ્યસભાના શિયાળુ સત્રમાં સભાપતિ રાધાકૃષ્ણનનું સ્વાગત કરાયું, ખડગએ ધનખડને યાદ કર્યાં

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર સોમવારથી સત્તાવાર રીતે શરૂ થયું છે. સત્રની શરૂઆતમાં રાજ્યાસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન આપ્યું અને નવા રાજ્યસભા સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. PM નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આદરણીય સભાપતિજી, શીતકાળીન સત્રની શરૂઆત સૌ માટે ગૌરવનો ક્ષણ છે. આખા સભાનાં તરફથી હું તમને હૃદયપૂર્વક શુભેચ્છા અને […]

સંસદમાં આજે મચી શકે છે હંગામો, વિપક્ષના નેતા રાહુલ ગાંધી બજેટ પર સાધી શકે છે નિશાન

શું વિપક્ષના નેતા રાહુલ ગાંધી બજેટ પર લોકસભામાં બોલશે.. ? રાહુલ ગાંધીએ હજુ સુધી આ મામલે ફોડ પાડ્યો નથી..પરંતુ કોંગ્રેસ સાંસદોએ માંગ કરી છે કે રાહુલ ગાંધી લોકસભામાં બજેટ પર પોતાની સ્પીચ આપે. રાહુલ ગાંધી આજે બપોરે 2 વાગ્યે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2024 પર બોલી શકે છે. કોંગ્રેસના સાંસદોનું માનવું છે કે રાહુલે લોકસભામાં સંબોધન […]

રાયબરેલીથી ‘બા’ રિટાયર: રામમંદિર લહેરે મજબૂર કર્યા કે સોનિયા ગાંધી માટે બેઠક છોડવી હતી જરૂરી?

નવી દિલ્હી: 1999થી સતત પાંચ વખત લોકસભા સાંસદ રહેવા છતાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જનતા વચ્ચે જઈને લોકસભામાં ચૂંટાવાની લડાયક વૃત્તિ છોડીને રાજ્યસભાના માધ્યમથી ચૂંટાવાનું વધુ પસંદ કર્યું છે. જેના કારણે નવા રાજકીય સમીકરણો ઉભા થયા છે. સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી રાજ્યસભામાં જવાના છે. જો કે તેમની પાસે કોંગ્રેસશાસિત તેલંગાણામાં રાજ્યસભા અથવા લોકસભામાં જવાનું નિમંત્રણ […]

વરિષ્ઠ પત્રકાર સાગરિકા ઘોષ બન્યા ટીએમસીના રાજ્યસભાના ઉમેદવાર, 6 વર્ષ પહેલા કરી હતી ટિકિટ નહીં લેવાની વાત

નવી દિલ્હી: માત્ર નેતા-અભિનેતાઓ જ નહીં, પણ પત્રકારો પણ પોતાને લઈને કરેલા જાહેર નિવેદનોથી અલગ આચરણ કરતા હોય છે. તૃણમૂલ કોંગ્રેસે રવિવારે સાગરિકા ઘોષને 27 ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે. તેમણે કહ્યું છે કે તેઓ ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના સાહસથી પ્રેરીત છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સાગરિકા ઘોષણની […]

રાજ્યસભા ચૂંટણીઃ ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ જાહેર થયાં

અમદાવાદઃ ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકોમાં કોંગ્રેસ દ્વારા કોઇ દાવેદારી કરવામાં ન આવતા ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારો બિન હરીફ જાહેર કરાયા છે. જેમાં વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકરે સૌપ્રથમ ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ ભાજપે  બાબુભાઇ દેસાઇ અને કેસરીદેવસિહ ઝાલાના નામની જાહેરાત કરતા તેમણે પણ ફોર્મ સબમીટ કર્યા હતા. જો કે ફોર્મ ભરવાની સમય મર્યાદા વીત્યા બાદ […]

દેશના 25 કરોડ પરિવારને ગેસ કનેક્શન અપાયા, રાજ્યસભામાં PM મોદીએ કોંગ્રેસ ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ રાજ્યસભામાં અદાણી મામલે વિપક્ષે હંગામો મચાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા, તેમજ કહ્યું હતું કે, છ દાયકામાં કોંગ્રેસના પરિવારે ખાડા જ ખોદયાં છે. હોઈ શકે કે તેમનો આવો ઈરાદો ના હોય પરંતુ તેમણે આમ જ કર્યું છે. જ્યારે બીજી તરફ દુનિયાના નાના-નાના દેશો […]

આંતરાષ્ટ્રીય એરપોર્ટસ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓના RTPCR રેન્ડમ સેમ્પલિંગ કરાશે

નવી દિલ્હીઃ કોવિડ-19 વૈશ્વિક મહામારીથી આજ સુધી વિશ્વમાં લોકોના આરોગ્ય અને જીવન નિર્વાહ પ્રભાવિત થઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વાયરસે વિવિધ સ્વરૂપ (વેરિએન્ટ) ધારણ કરીને વૈશ્વિક આરોગ્યની સામે સતત જોખમ સર્જ્યુ છે અને દુનિયાના તમામ દેશ તેની ખરાબ અસરોથી પ્રભાવિત થયા છે. તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું હતું. […]

સંસદના શિયાળુ સત્ર પહેલાં સરકારે 6 ડિસેમ્બરે બોલાવી સર્વપક્ષીય બેઠક: જાણો શું છે કારણ?

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને તે 29 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. આ સત્રમાં 17 બેઠકોનું આયોજન છે. લોકસભા અને રાજ્યસભા દ્વારા  અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડીને આ તારીખો જાહેર કરવામાં આવી છે. લોકસભા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 17મી લોકસભાનું દસમું સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને તે સરકારી કામકાજ અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code