1. Home
  2. Tag "rashtrapati bhavan"

કતારના અમીરને ગાર્ડ ઓફ ઓનર મળ્યું, રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરાયું

નવી દિલ્હીઃ કતારના અમીર તમિમ બિન હમાદ અલ થાની બે દિવસની રાજ્ય મુલાકાતે ભારત પહોંચ્યા છે. મંગળવારે રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં અમીરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સરકારના વરિષ્ઠ મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. કતારના અમીરે પણ મંત્રીઓ સાથે વાતચીત કરી. કતારના […]

રાષ્ટ્રપતિ ભવનઃ અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી જાહેર જનતા માટે ખુલશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 30 માર્ચ, 2025 સુધી જાહેર જનતા માટે ખુલશે. લોકો ઉદ્યાનની મુલાકાત અઠવાડિયામાં સોમવાર સિવાય, જે જાળવણીનો દિવસ છે,  6 દિવસ સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી લઈ શકે છે. ઉદ્યાન 5 ફેબ્રુઆરી (દિલ્હી વિધાનસભા માટે મતદાનને કારણે), 20 અને 21 ફેબ્રુઆરી (રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાતીઓના સંમેલનને કારણે) અને […]

રાષ્ટ્રપતિ મુર્મુ અને સાઈન નેહવાલ વચ્ચે બેડમિન્ટન મેચ, ઓલિમ્પિક મેડલ વિજેતા રાષ્ટ્રપતિની રમત જોઈને આશ્ચર્ય થયું

રાષ્ટ્રપતિ દૌપદી મુર્મુએ બુધવારે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાયના નેહવાલ સાથે બેડમિન્ટન રમી હતી. બંનેએ રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં બેડમિન્ટન રમી હતી. 66 વર્ષીય દૌપદી મુર્મુએ રમત દરમિયાન ઘણા શાનદાર શોટ ફટકાર્યા હતા. તેણે સ્મેશ શોટ પણ માર્યા હતા. સાઈના નેહવાલ પણ તેની કુશળતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. બંને વચ્ચેની બેડમિન્ટન મેચનો વીડિયો સોશિયલ […]

ભારતીય આર્થિક સેવાના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ ભારતીય આર્થિક સેવા (2022 અને 2023 બેચ)ના પ્રોબેશનર્સના એક ગ્રૂપે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના વિકાસમાં આર્થિક વૃદ્ધિ એ એક મહત્વપૂર્ણ ઘટક છે. મેક્રો અને માઈક્રો ઈકોનોમિક ઈન્ડિકેટર્સને પ્રોગ્રેસના ઉપયોગી પરિમાણો ગણવામાં આવે છે. તેથી સરકારી નીતિઓ અને યોજનાઓને […]

રાષ્ટ્રપતિ ભવનઃ અમૃત ઉદ્યાન 2 ફેબ્રુ.થી 31 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનનો અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જનતા માટે ખુલ્લો રહેશે. લોકો સોમવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ બગીચાની મુલાકાત લઈ શકે છે. અમૃત ઉદ્યાન ખાસ તારીખો પર વિશેષ શ્રેણીઓ માટે ખુલશે. 22મી ફેબ્રુઆરીએ તે વિકલાંગો માટે, 23મી ફેબ્રુઆરીએ સંરક્ષણ, અર્ધલશ્કરી અને પોલીસ દળના કર્મચારીઓ માટે, 1લી માર્ચે મહિલાઓ અને આદિવાસી મહિલા […]

રાષ્ટ્રપતિ ભવન 23 થી 29 જાન્યુઆરી સુધી જનતા માટે બંધ રહેશે

નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રીટ્રીટ સેરેમની-2024ને કારણે, 23 થી 29 જાન્યુઆરી સુધી રાષ્ટ્રપતિ ભવન (સર્કિટ-1)ની મુલાકાત સામાન્ય જનતા માટે બંધ રહેશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બુધવારે આ માહિતી આપવામાં આવી હતી. અગાઉ, રાષ્ટ્રપતિ ભવને પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રીટ્રીટ સેરેમનીના રિહર્સલને કારણે 13 થી 27 જાન્યુઆરી વચ્ચે દર શનિવારે યોજાનારા ઔપચારિક ચેન્જ […]

ઉદ્યાન ઉત્સવ-2 હેઠળ સ્વતંત્રતા દિનના બીજે દિવસથી હવે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન સામાન્ય જનતા માટે ખુલ્લુ મૂકાશે

ભારતમાં  ઘણા વિવાદિત મુગલના શાસન દરમિયાનના શહેરો કે રેલ્વે સ્ટેશનના નામો બદલવામાં આવી રહ્યા છે તે શ્રેણીમાં હવે  રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલીને થોડા સમય પહેલા જ અમૃત ઉદ્યાન રાખવામાં આવ્યું છે આ ગાર્ડનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ મુર્મુ દ્રારા જાન્યુઆરીના અંતમાં કરવામાં આવ્યું હતું ત્યારે હવે દેશની જનતા માટે સારા સમાચાર સામે આવ્યા છે ટૂંક […]

યોગ વિશ્વને ભારતની મહાન ભેટઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી

રાષ્ટ્રપતિ ભવનમાં યોગ કરીને રાષ્ટ્રપતિજીએ યોગ દિવસની ઉજવણી કરી ઈન્દરોની મધ્યસ્થ જેલમાં સ્ટાફ અને કેદીઓએ કર્યાં યોગ વિશ્વમાં યોગ પ્રત્યે લોકોનું આકર્ષણ વધ્યું: ડો. માંડવિયા નવી દિલ્હીઃ ગુજરાત અને દિલ્હી સહિત સમગ્ર દેશમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશના કેબિનેટ મંત્રીઓ, વિવિધ રાજ્યોની સરકારના મંત્રીઓ, રાજકીય આગેવાનો, સુરક્ષા જવાનો સહિત મોટી સંખ્યામાં […]

આજે રાષ્ટ્રપતિ મુર્મુનો જન્મદિવસ,અહીં જાણો સંતાલી ગામથી રાષ્ટ્રપતિ ભવન સુધીની સફર

દિલ્હી : દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 20 જૂને પોતાનો 65મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમણે 25 જુલાઈ 2022ના રોજ ભારતના 15મા રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુનું ભારતના સર્વોચ્ચ બંધારણીય પદનું સંચાલન ઘણી રીતે વિશેષ હતું. તે દેશના રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ આદિવાસી અને બીજી મહિલા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુને જન્મદિવસની શુભેચ્છા પાઠવી […]

ઈદના કારણે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજવામાં આવશે નહીં

દિલ્હી : ઈદના કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની નહીં યોજાય અને તે રાજપત્રિત રજા રહેશે. શુક્રવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ વાત કહેવામાં આવી હતી. ‘ચેન્જ ઓફ ગાર્ડ’ સમારોહ એ એક લશ્કરી પરંપરા છે જે દર અઠવાડિયે રાષ્ટ્રપતિના અંગરક્ષકોના નવા જૂથને કાર્યભાર સંભાળવા સક્ષમ બનાવવા માટે યોજવામાં આવે છે. “ઈદ-ઉલ-ફિત્રના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code