1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય આર્થિક સેવાના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
ભારતીય આર્થિક સેવાના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

ભારતીય આર્થિક સેવાના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

0
Social Share

નવી દિલ્હીઃ ભારતીય આર્થિક સેવા (2022 અને 2023 બેચ)ના પ્રોબેશનર્સના એક ગ્રૂપે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના વિકાસમાં આર્થિક વૃદ્ધિ એ એક મહત્વપૂર્ણ ઘટક છે. મેક્રો અને માઈક્રો ઈકોનોમિક ઈન્ડિકેટર્સને પ્રોગ્રેસના ઉપયોગી પરિમાણો ગણવામાં આવે છે. તેથી સરકારી નીતિઓ અને યોજનાઓને અસરકારક અને ઉપયોગી બનાવવામાં અર્થશાસ્ત્રીઓની ભૂમિકા મહત્વની છે. રાષ્ટ્રપતિએ અધિકારીઓને જણાવ્યું કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે તેઓએ તેમની ક્ષમતાઓને વધારવા અને તેનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે આવનારા સમયમાં અસંખ્ય તકો મળશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ આ તકોનો યોગ્ય લાભ ઉઠાવીને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આર્થિક સેવા અધિકારીઓ પાસેથી આર્થિક વિશ્લેષણ અને વિકાસ કાર્યક્રમોની રચના તેમજ સંસાધન વિતરણ પ્રણાલીને મજબૂત કરવા અને યોજનાઓનું મૂલ્યાંકન કરવા માટે યોગ્ય સલાહ આપવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી છે કારણ કે તેમના દ્વારા આપવામાં આવેલા સૂચનોના આધારે નીતિઓ નક્કી કરવામાં આવશે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ડેટાના વિશ્લેષણ અને પુરાવા આધારિત વિકાસ કાર્યક્રમોના અમલીકરણથી સરકારને લોકોના આર્થિક ઉત્થાનને વેગ આપવામાં મદદ મળી છે. તેમણે જણાવ્યું કે યુવા IES અધિકારીઓની ફરજ છે કે તેઓ નવા વિચારો, પદ્ધતિઓ અને તકનીકો દ્વારા પોતાની કાર્યક્ષમતામાં વધારો કરે. તેમણે વધુમાં જણાવ્યું કે, તેમની સર્જનાત્મકતા આ ઝડપથી બદલાતા યુગમાં દેશ માટે પ્રગતિના નવા દરવાજા ખોલવામાં મદદ કરશે.

રાષ્ટ્રપતિને તે જાણીને પ્રસન્નતા થઈ કે 2022 અને 2023 બેચના 60 ટકાથી વધુ IES અધિકારીઓ મહિલા અધિકારીઓ હતા. તેમણે કહ્યું કે મહિલાઓની વધતી ભાગીદારી ભારતના સમાવેશી વિકાસના સંકલ્પને પૂર્ણ કરવામાં મદદ કરશે. તેમણે મહિલા અધિકારીઓને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કામ કરવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિએ યુવા અધિકારીઓને નીતિ સંબંધિત સૂચનો આપતી વખતે અથવા તેમના કાર્યસ્થળ પર કોઈ નિર્ણય લેતી વખતે દેશના ગરીબ અને પછાત વર્ગના હિતને ધ્યાનમાં રાખવાની સલાહ આપી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code