1. Home
  2. Tag "record"

ટેસ્ટ બોલિંગ રેન્કિંગ મામલે જસપ્રિત બુમરાહે ભારતના જ આ ખેલાડીના રેકોર્ડની કરી બરાબરી

ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે બ્રિસ્બેનમાં તેના શાનદાર પ્રદર્શન બાદ ICC પુરૂષોની ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચ પર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ઓસ્ટ્રેલિયા સામે વરસાદથી પ્રભાવિત ત્રીજી ટેસ્ટમાં 94 રનમાં 9 વિકેટ લેનાર બુમરાહે 14 વધારાના રેટિંગ પોઈન્ટ્સ મેળવ્યા હતા, જેનાથી તેની કુલ કારકિર્દીની સર્વોચ્ચ 904 થઈ હતી. તેના રેટિંગ સાથે બુમરાહે ડિસેમ્બર 2016 માં […]

આ પાકિસ્તાની ક્રિકેટરે દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યો શરમજનક રેકોર્ડ

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. આ પ્રવાસમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3-3 T20 અને ODI શ્રેણી રમશે. હવે 26મી ડિસેમ્બરથી બે ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. આ પ્રવાસમાં પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન અબ્દુલ્લા શફીકે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે આ શરમજનક રેકોર્ડ સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં બનાવ્યો […]

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે, બ્રેઈન લારાના રેકોર્ડને તોડવાથી કોહલી એક કદમ દૂર

ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 143 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 100* રનની ઇનિંગ રમી હતી. હવે, જો કોહલી એડિલેડમાં રમાનારી પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટમાં 102 રન બનાવશે તો તે ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવશે અને વેસ્ટ ઈન્ડિઝના […]

પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમ મજબુત સ્થિતિમાં, બુમરાહે 5 વિકેટ લઈને કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હીઃ પર્થમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાી રહેલી ટેસ્ટ મેચનો બીજો દિવસ ભારતના નામે રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઈનિંગમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 172 રન બનાવી લીધા છે. હાલમાં કેએલ રાહુલ 62 રન બનાવીને ક્રીઝ પર છે અને યશસ્વી જયસ્વાલે 90 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાએ 218 રનની લીડ હાંસલ કરી છે. […]

દેવ દિવાળી: વારાણસીમાં રેકોર્ડ 17 લાખ માટીના દીવા પ્રગટાવયા

લખનૌઃ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગઈકાલે સાંજે દેવ દિવાળીના અવસર પર વિવિધ ઘાટો પર રેકોર્ડ 17 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાશી શહેરની આસપાસ ચાર લાખ દીવા પણ પ્રગટાવવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નમો ઘાટ પર પ્રથમ દીપ પ્રગટાવીને દેવ દિવાળી સંબંધિત કાર્યક્રમોનું ઉદ્ઘાટન કર્યું […]

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સચિનનો રેકોર્ડ તોડવો કોઈ પણ ખેલાડી માટે હાલની સ્થિતિએ અશક્ય

ભારતીય ક્રિકેટ ચીમ આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, અહીં બને દેશની ટીમો વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત 1996માં થઈ હતી. તે પછી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ શ્રેણીમાં કુલ 56 મેચ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 24 વખત જીત મેળવી છે અને કાંગારૂ ટીમ 20 વખત જીતી છે. 28 વર્ષથી આ ટ્રોફી […]

લોકસભામાં રાહુલ ગાંધીએ ભાષણમાં હિંદુઓ મામલે કરેલી ટીપ્પણી રેકોર્ડમાંથી હટાવાઈ

નવી દિલ્હીઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં કરેલા સંબોધનમાં કરેલી ઘણી ટિપ્પણીઓ રેકોર્ડમાંથી હટાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં હિન્દુઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS વિશે ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જેઓ પોતાને હિંદુ કહે છે, તેઓ 24 કલાક હિંસા-હિંસા, નફરત-દ્વેષમાં વ્યસ્ત રહે છે. પીએમ […]

લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 64.2 કરોડ મતદારો ભાગીદાર બન્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં સાત તબક્કાના મતદાન બાદ મતગણતરી 4 જૂને એટલે કે આવતીકાલે થશે. આ પહેલા ચૂંટણી પંચે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ચૂંટણી પંચે ઉભા થઈને લોકસભા ચૂંટણી 2024માં ભાગ લેનાર તમામ મતદારોને અભિનંદન પાઠવ્યા હતા. મીડિયાને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, અમે 642 મિલિયન મતદારોનો વર્લ્ડ રેકોર્ડ […]

નેપાળી પર્વતારોહીએ 29મી વખત એવરેસ્ટ પર ચઢાઈ કરી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હીઃ નેપાળી પર્વતારોહી કામી રીટા શેરપાએ 28 વખત એવરેસ્ટ પર ચઢવાનો પોતાનો રેકોર્ડ તોડ્યો છે. તે 29 વખત વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢનાર વિશ્વનો એકમાત્ર વ્યક્તિ બન્યો છે. 54 વર્ષીય કામી રીટા શેરપાએ 28 વખત 8848.86 મીટર ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ આ વખતે તેમણે ફરીથી માઉન્ટ એવરેસ્ટ પર […]

IPL 2024: સૌથી ઝડપી રન ચેઝનો સનરાઈઝર્સ હૈદરાબાદે રેકોર્ડ બનાવ્યો

IPL 2024 ની 57 મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ઈતિહાસ રચ્યો છે. પેટ કમિન્સની ટીમે લખનૌ સામે 166 રનના ટાર્ગેટ 10 ઓવર પહેલા જ કરી લીધો હતો. હૈદરાબાદે માત્ર 58 બોલમાં 167 રન બનાવ્યા. જે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી રન ચેઝ છે. લખનૌ સુપરજાયન્ટ્સે આ મેચ 10 વિકેટથી જીતી લીધી હતી. આ જીતમાં સૌથી મોટો ફાળો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code