અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ, 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, ફિમેલ હેલ્થ વર્કર ફાર્માસિસટની ભરતીમાં ગોલમાલ, 8 ઉમેદવારોના માર્ક્સ વધારી અપાયા, 5 અધિકારીઓની કમિટી દ્વારા છેલ્લા પાંચ વર્ષની ભરતીની તપાસ અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મ્યુનિની સેન્ટ્રલ ઓફિસના સસ્પેન્ડેડ હેડ ક્લાર્ક પુલકિત સથવારાએ મે 2023થી ઓક્ટોબર 2024 દરમિયાન એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર, સહાયક સર્વેયર તેમજ હેલ્થ […]


