1. Home
  2. Tag "Report"

વર્ક ફ્રોમ હોમ કલ્ચર કર્મચારીઓ માટે ઘાતકઃ અભ્યાસમાં થયો ખુલાસો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. કોરોનાને પગલે વર્ક ફ્રોમ હોમનું કલચર મોટી-મોટી કંપનીએ અપનાવ્યું છે. ભારતમાં ગયા વર્ષે લોકડાઉન બાદ અનેક કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છુટ આપી હતી. હવે ઘરેથી કામ કરવાની આદત પડી ગઈ છે. પરંતુ વર્ક ફ્રોમ હોમ કર્મચારીઓ માટે અનેક સમસ્યા ઉભી કરે છે. […]

ચીન હવે WHO અને ઇન્ટરપોલને કાબૂમાં કરવા રચી રહ્યું છે ષડયંત્ર: રિપોર્ટ

બ્રિટનની એક સંસદીય પેનલે કર્યો દાવો ચીન WHO અને ઇન્ટરપોલ જેવી સંસ્થાઓને કાબૂમાં કરવા મથી રહ્યું છે આ રિપોર્ટને વિદેશ નીતિ પર કામ કરનારા 11 સાંસદોએ તૈયાર કર્યો છે નવી દિલ્હી: ચીન પોતાની વિસ્તારવાદી નીતિ અને વિશ્વભરમાં પોતાની ધાક જમાવવા માટે કુખ્યાત છે ત્યારે હવે ચીન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ઇન્ટરપોલ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પોતાના […]

અમેરિકાના રિપોર્ટમાં ઘટસ્ફોટ: ચીનમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર છે આકરા પ્રતિબંધો, ધાર્મિક સ્વતંત્રતા છીનવાઇ

ચીનમાં ધાર્મિક સ્વતંત્રતાને લઇને અમેરિકાનો ચોંકાવનારો ઘટસ્ફોટ ચીન સરકાર અને પ્રશાસન ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ મારી રહી છે ચીનમાં અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધો મૂકાયા છે નવી દિલ્હી: ચીનમાં ધાર્મિક સ્વતંત્રતાને લઇને અમેરિકાએ પોતાના એક રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે, ચીનમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર આકરા પ્રતિબંધો છે. ચીન સરકાર અને […]

ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટર કેસઃ ઉત્તરપ્રદેશ પોલીસને તપાસ પંચે આપી ક્લિનચીટ

દિલ્હીઃ કાનપુરના કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેને પોલીસે એન્ટાઉન્ટરમાં ઠાર માર્યો હતો. એન્કાઉન્ટર બોગસ હોવાના આક્ષેપ થયેલી અરજીને પગલે કોર્ટે તપાસ માટે જસ્ટીસ બી.એસ.ચૌહાણના અધ્યક્ષ સ્થાને પંચની નિમણુંક કરવામાં આવી હતી. જસ્ટિસ બી.એસ.ચૌહાણ કમિશને તપાસના અંતે અહેવાલમાં યુપી પોલીસને ક્લિનચીટ આપવામાં આવી છે. તપાસમાં યુપી પોલીસ દ્વારા બનાવટી એન્કાઉન્ટર વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. પ્રાપ્ત માહિતી […]

વૈશ્વિક આહાર નીતિ અહેવાલ

(મિતેષ સોલંકી) આંતરરાષ્ટ્રીય આહાર નીતિ સંશોધન સંસ્થા દ્વારા તાજેતરમાં વિયાશ્વિક આહાર નીતિ અહેવાલ જાહેર કરવામાં આવ્યો. આ વર્ષના પ્રકાશિત અહેવાલની થીમ – “Transforming Food Systems After COVID-19” હતી. COVID-19ના કારણે વિશ્વના મોટા ભાગમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને મોટાભાગની શાળાઓ તેમજ ડે કેર કેન્દ્રો ઘણા લાંબા સમય સુધી બંધ રાખવાની ફરજ પડી હતી. ઉપરોક્ત […]

વર્ષ 2025 સુધીમાં દર 10માંથી 6 લોકો ગુમાવી શકે નોકરી: રિપોર્ટ

કોરોના મહામારી બાદ નોકરીયાતો માટે તોળાતું સંકટ વર્ષ 2025 સુધીમાં દર 10 લોકોમાંથી 6એ નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે આ રિપોર્ટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પડાયો છે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે લાગૂ કરાયેલા લોકડાઉનને કારણે વિશ્વના લાખો લોકોએ રોજગારી ગુમાવી હતી. અત્યારે પણ હાલત કંઇક એવી જ છે. આ વચ્ચે એક ચોંકાવનારો […]

ભારતમાં વર્ષ 2025માં એક હજારથી વધારે ડેમ 50 વર્ષથી વધુ જૂના હશેઃ રિપોર્ટ

દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2025માં એક હજારથી વધારે ડેમને લગભગ 50 વર્ષ પૂરા થશે. દુનિયાભરમાં આવા જ જુના ડેમ ખતરો ઉભો કરે તેવી શકયતા છે. 2050 સુધીમાં દુનિયાના મોટાભાગના લોકો 20મી સદીમાં બનેલા હજારો ડેમના નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા હતા. જેના પરિણામે જૂના ડેમના કારણે તેમની ઉપર ખતરો તોડાતો હશે. રિપોર્ટમાં […]

ભારતને સાઈબર ક્રાઈમના હુમલામાં રૂ. 1.24 લાખ કરોડનું નુકશાનઃ એનએસસીએસ રિપોર્ટ

દિલ્હીઃ આધુનિક ટેકનોલોજી વપરાશની સાથે ગુનેગારો પણ આધુનિક થયાં હોય તેમ ગુનાખોરીમાં વધારો થયો છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં સાયબર હુમલામાં ભારતને લગભગ 1.24 લાખ કરોડનું નુકશાન થયું હોવાનો નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સેક્રેટરી એટલે કે એનએસસીએસના રિપોર્ટમાં ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીન દ્વારા થઇ રહેલી ઓનલાઇન માહિતીની ચોરી અને સાયબર હુમલાની ઘટનાઓને રોકવા […]

દેશના 7 પ્રમુખ શહેરોમાં ઓફિસ ભાડે-લીઝ પર લેવાના પ્રમાણમાં 44%નો ઘટાડો

કોરોના કાળમાં મોટા ભાગની ઑફિસોએ કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ નીતિ અપનાવી વર્ક ફ્રોમ હોમના વધતા વ્યાપને કારણે ઓફિસ ભાડે-લીઝ પર લેવાના પ્રમાણમાં 44%નો ઘટાડો 7 મુખ્ય શહેરોમાં ઓફિસ માટે ભાડે કે લીઝ પર વાર્ષિક 44 ટકાનો ઘટાડો નવી દિલ્હી: કોરોના કાળમાં લાગૂ પડેલા દેશવ્યાપી લોકડાઉન બાદ મોટા ભાગની ઓફિસોએ વર્ક ફ્રોમ હોમની જાહેરાત કરી […]

કોરોનાથી બચવા માટે માત્ર માસ્ક જ નહીં સામાજીક અંતર પણ જરૂરીઃ રિપોર્ટ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. તેમજ કોરોનાકાળમાં હવે માસ્ક જીવનનો એક અંગ બની ગયું છે. ત્યારે અમેરિકામાં માસ્કને લઈને રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માત્ર માસ્ક પહેરવું કાફી નથી, પરંતુ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું જોઈએ. કોવિડ-19 થી બચવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code