અમદાવાદઃ ચોમાસા બાદ રૂ. 230 કરોડના ખર્ચે રોડ-રસ્તાનું રિસરફેસ કરાયું
અમદાવાદઃ શહેરમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં રસ્તાઓ ઉપર ખાડા પડ્યાં હતા. જેથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. શહેરના ખરાબ રસ્તાઓ મુદ્દે હાઈકોર્ટે પણ અગાઉ મનપા તંત્રનો ઉઘડો લીધો હતો. દરમિયાન ચોમાસા બાદ શહેરમાં અત્યાર સુધીમાં લગભગ રૂ. 230 કરોડથી વધારેના ખર્ચે રસ્તા રિસરફેસ કરવામાં આવ્યા હોવાનો મનપાએ દાવો કર્યો છે. બીજી તરફ […]


