શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ પહેલા રોહિત શર્માને સુનીલ ગાવસ્કરની સલાહ
નવી દિલ્હીઃ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને એક દાવ અને 222 રને પરાજય આપ્યો હતો. ભારતે ટોસ જીતીને શરૂઆતથી જ મેચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. રોહિત શર્માએ ભારતને ઝડપી શરૂઆત અપાવી હતી પરંતુ પુલ શોટનો પ્રયાસ કરતી વખતે તે 28 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. […]


