1. Home
  2. Tag "russia"

રશિયાએ યુક્રેનના ડિનિપ્રો શહેર પર કરેલા ડ્રોન હુમલામાં ચાર લોકોના મોત

રશિયાએ ગત મોડી રાત્રે યુક્રેનના ડિનિપ્રો શહેર પર કરેલા ડ્રોન હુમલામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. રશિયાએ છોડેલા ડ્રોનનાં કારણેએક રેસ્ટોરાં સંકુલ અને ઘણી રહેણાંક ઇમારતોમાં આગ લાગી હતી. જોકે, રશિયન સૈન્યએ આ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી નથી દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીએ વિડિયો સંબોધનમાં રશિયા યુક્રેનના […]

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પુતિનને આપી ખુલ્લી ચેતવણી, “રશિયા માટે યુદ્ધવિરામનો ઇનકાર થશે વિનાશક”

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનને મોટી ચેતવણી આપી છે. તેણે કહ્યું છે કે હવે યુક્રેન સાથે યુદ્ધવિરામનો ઇનકાર કરવો “રશિયા માટે વિનાશક હશે”. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુએસ વાટાઘાટકારો યુક્રેન સાથે સંભવિત યુદ્ધવિરામ વિશે વાત કરવા “હમણાં” રશિયા તરફ જઈ રહ્યા છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ […]

ભારતને રશિયા પાસેથી T-72 ટેન્ક માટે એન્જિન મળશે

નવી દિલ્હીઃ ભારતીય સેનાના T-72 ટેન્ક હવે વધુ શક્તિશાળી બનવા જઈ રહ્યા છે. તેમના એન્જિન વધુ શક્તિશાળી બનાવવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે રશિયાની રોસોબોરોનેક્સપોર્ટ સાથે $248 મિલિયનના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ હેઠળ, ભારતીય સેનાના હાલના T-72 ટેન્કોમાં નવા 1000 HP એન્જિન સ્થાપિત કરવામાં આવશે. T-72 ટેન્ક ભારતીય સેનાના મુખ્ય યુદ્ધ ટેન્ક કાફલાનો એક […]

રશિયા અને યુક્રેન વચ્ચે ડીજીટલ વોર પણ શરૂ, રશિયાએ યુક્રેનની જાસૂસી કરવા આ બે મેસેજિંગ એપ હેક કરી

રશિયન રાજ્ય સમર્થિત સાયબર હુમલાખોરો સિગ્નલ મેસેન્જર અને વોટ્સએપ જેવી તેમની સુરક્ષિત મેસેજિંગ એપ્લિકેશનની જાસૂસી કરવા માટે યુક્રેનિયન સૈન્ય અને સરકારી અધિકારીઓને નિશાન બનાવી રહ્યા છે. ગૂગલે હાલમાં જ પોતાના એક રિપોર્ટમાં આ ખુલાસો કર્યો છે. હેકર્સ સિગ્નલના “લિંક્ડ ડિવાઇસીસ” ફીચરનો દુરુપયોગ કરી રહ્યા છે, જે એક જ એકાઉન્ટને બહુવિધ ઉપકરણો પર ઉપયોગમાં લેવાની મંજૂરી […]

યુક્રેન પર રશિયાનો ડ્રોન અને મિસાઇલોથી હુમલો, 11 લોકોના મોત

મોસ્કોના દળો પૂર્વી યુક્રેનમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. આ દરમિયાન રશિયાએ ફરીથી યુક્રેન પર હુમલો કર્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલો 165 મિસાઇલો અને ડ્રોનથી કરવામાં આવ્યો હતો. તેમાં 11 લોકો માર્યા ગયા અને દેશભરમાં ડઝનબંધ રહેણાંક ઇમારતો તેમજ ઉર્જા માળખાને નુકસાન થયું છે. 18 ઇમારતો, એક કિન્ડરગાર્ટન અને […]

વિયેતનામ અને રશિયાએ પરમાણુ ઊર્જા પર સહયોગ મામલે કરાર પર હસ્તાક્ષર કર્યા

રશિયન પ્રધાનમંત્રી મિખાઇલ મિશુસ્ટિનની હનોઈની બે દિવસીય મુલાકાત દરમિયાન વિયેતનામ અને રશિયાએ પરમાણુ ઊર્જા પર સહયોગ વધારવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ 2016 માં વધતા ખર્ચ અને સલામતીની ચિંતાઓને કારણે બે પરમાણુ પાવર પ્લાન્ટનું બાંધકામ બંધ કર્યા પછી તેની પરમાણુ ઊર્જા યોજનાઓને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.  આનાથી 2050 સુધીમાં […]

રશિયાઃ નવો પ્રવાસી ટેક્સ અમલમાં આવ્યો, હવે પ્રવાસીઓ રોકાણના ખર્ચના વધારાના 1 ટકા ચૂકવશે

રશિયામાં બુધવારથી નવો પ્રવાસી ટેક્સ અમલમાં આવ્યો છે, જે રિસોર્ટ ફીનું સ્થાન લેશે. 1 જાન્યુઆરી, 2025 થી પ્રાદેશિક પ્રવાસન માળખાને મજબૂત કરવા માટે તબક્કાવાર યોજના અનુસાર હોટલ અને અન્ય આવાસમાં રોકાતા પ્રવાસીઓએ તેમના રોકાણના ખર્ચના વધારાના 1 ટકા ચૂકવવા પડશે. આ ટેક્સ જુલાઈ 2024 માં રશિયન ટેક્સ કોડમાં કરવામાં આવેલા સુધારાઓ હેઠળ રજૂ કરવામાં આવ્યો […]

રશિયાનો યુક્રેનની રાજધાની અને અન્ય પ્રદેશો પર મિસાઇલો અને ડ્રોન વડે હુમલો

રશિયાએ યુક્રેન પર રાજધાની અને અન્ય પ્રદેશો પર મિસાઇલો અનેડ્રોન વડે હુમલો કર્યો હતો. યુક્રેને જણાવ્યું હતું કે તેણે રશિયા દ્વારા છોડવામાં આવેલી 21 મિસાઇલોમાંથી છને તોડી પાડી હતી. યુક્રેનના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે કિવ પ્રદેશમાં એક મહિલા ઘાયલ થઈ હતી, જ્યાં એક ખાનગી મકાનને નુકસાન થયું હતું. ઉત્તરપૂર્વીય સુમી પ્રદેશના સત્તાવાળાઓએ શોસ્ટકા શહેરની […]

રશિયાનો યુક્રેનના ઉર્જા મથકો પર મિસાઈલ અને ડ્રોનનો હુમલો

જ્યારે વિશ્વ ક્રિસમસની ઉજવણીમાં ડૂબી હતી, ત્યારે રશિયાએ મિસાઇલ હુમલાથી યુક્રેનના ઉર્જા માળખાને તબાહ કરી નાખ્યું હતું. જેના કારણે યુક્રેનના અનેક શહેરો અંધકારમાં ડૂબી ગયા છે. રશિયાએ યુક્રેનિયન પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલાથી યુક્રેનમાં થર્મલ પાવર પ્લાન્ટને મોટું નુકસાન થયું હતું. મિસાઈલ હુમલો શરૂ થયા બાદ સ્થાનિક લોકોએ મેટ્રો સ્ટેશન […]

રશિયા સાથેની લડાઈ વચ્ચે ઝેલેન્સકીનો મોટો દાવો; યુક્રેને કિમ જોંગના 3000 સૈનિકોને મારી નાખ્યા

રશિયા સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો છે. 23 ડિસેમ્બરે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રશિયાના કુર્સ્ક વિસ્તારમાં રશિયન સેના વતી લડી રહેલા 3000 થી વધુ ઉત્તર કોરિયાના સૈનિકો કાં તો મૃત્યુ પામ્યા છે અથવા ઘાયલ થયા છે. એક રિપોર્ટ અનુસાર ઓગસ્ટની શરૂઆતથી રશિયાએ લગભગ 12,000 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code