1. Home
  2. Tag "Saffron Mango"

તાલાલાની કેસર કેરી સમુદ્ર માર્ગે હવે ઇટાલી પહોંચશેઃ 14 ટન કેરી મુંદ્રા બંદરેથી રવાના થઇ

તાલાલા ગીરઃ  સોરઠ પંથકની મીઠી મધુર ગણાતી કેસર કેરી પ્રથમ વખત સમુદ્રમાર્ગે ઇટાલી દેશમાં પહોંચશે. મુંદ્રા બંદરેથી 14 ટન અર્થાત 15 હજાર બોક્સ ભરેલું જહાજ રવાના થયું છે અને લગભગ 25 દિવસે ઇટાલી પહોંચશે. તલાલા યાર્ડના સૂત્રોએ જણાવ્યુ હતું કે, માર્કેટ યાર્ડ સંચાલિત વિરપુર ગીર સ્થિત પેક હાઉસ નિકાસમાં ખૂબ મદદરુપ થઇ રહ્યું છે. 2010માં […]

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનો વિનાશ : ખેડૂતો 10 કિલો કેસર કેરી માત્ર 50થી 80માં વેચવા મજબુર

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. તેમજ કેસર કેરી માટે જાણીતા ગીર પંથક સહિતના વિસ્તારોમાં આંબા ઉપર તૈયાર કેરી ખરી પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. દરમિયાન જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમવાર રૂ. 5 ના ભાવે એક કિલો કેરી વેચાતા કેસર કેરી વેચવા ખેડૂતો મજબુર બન્યાં છે. કેરીનું 10 કિલોના […]

વાવાઝોડા બાદ કેરીના ભાવમાં કડાકોઃ હાફુસ કેરીનો ભાવ એક મણના 200થી 400

અમદાવાદઃ ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયાનો અંદાજ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેરીના પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. તેમજ કેરીઓ આંબા ઉપરથી ખરી પડી હતી. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હાફૂસ કેરીનો ભાવ રૂ. 1100થી ઘટીને 200 થયો છે. […]

તલાલા ગીરના યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થતા ભાવ ઘટવાની શક્યતા

તલાલા ગીરઃ સ્વાદમાં મધુર ગણાતી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થઈ જતાં હવે કેસર કેરીના ભાવમાં ઘટાડો થશે.તેવી લોકો આશા રાખી રહ્યા છે. આફુસ, લાલબાગ અને તોતાપુરી કેરીની આવક ફળ બજારમાં એકાદ મહિનાથી થઇ રહી છે પરંતુ કેસરનું આગમન થતા જ હવે કેરીની બજારમાં રોનક છવાશે. મંગળવારથી તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીની શરુઆત થઇ હતી. […]

તલાલામાં ગીરની કેસર કેરીની હરાજીનો પ્રારંભ તા.4થી મેથી થશેઃ ગત વર્ષ કરતા ભાવ થોડા વધુ રહેવાની શક્યતા

જુનાગઢઃ તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ચાર મેથી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થશે. તાલાલા યાર્ડમાં ગત વર્ષ 10મેથી કેસર કેરીની સિઝન શરૂ થઇ હતી. આ વર્ષે છ દિવસ વહેલી શરૂ થશે. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે દસ કિલોના 6 લાખ 87 હજાર બોક્ષની આવક સાથે એક બોક્ષનો સરેરાશ ભાવ રૂ.410 ઉપજ્યો હતો. પરંતુ આ વર્ષે ભાવ થોડા […]

કેસર કેરીના રસીયા માટે ખુશીના સમાચાર, ગોંડલના માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં કેરીનો જથ્થો આવ્યો

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન આઠથી દસ દિવસ વહેલું થયું આગમન 10 કિલોના 800 થી 1400 સુધીના ભાવ રાજકોટ: ઉનાળાની શરૂઆત થઈ નથી કે, કેસર કેરીના રસીયાઓ કેરી માટે તલમલી ઉઠતા હોય છે, ત્યારે સૌરાષ્ટ્રના જાણીતા એવા ગોંડલના શાકભાજી માર્કેટમાં મધુરકેસર કેરીનો મોટા પ્રમાણમાં જથ્થો આવ્યો છે. કેસર કેરી એ તો ફળોનો રાજા કહેવામાં […]

કચ્છમાં કેસર કેરીનું 75541 મેટ્રીક ટન ઉત્પાદનની આશા

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આગમ સાથે ફળોના રાજા કેરીનું આગમન થયું છે. જો કે, ગુજરાતની ઓળખ ગણાતી ગીર અને કચ્છની કેસર કેરી હજુ માર્કેટમાં આવી નથી. આ વર્ષે દેશ-દુનિયામાં જાણીતી કચ્છની કેસર કેરીનું ઉત્પાદન વધવાની ખેડૂતોને આશા છે. એટલું જ નહીં ગયા વર્ષની સરખાણીએ આ વર્ષે કેરીના ભાવ વધારે મળવાની આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code