નડિયાદના સંતરામ મંદિરમાં સાકર વર્ષા મહોત્સવમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં
નડિયાદ, 2 ફેબ્રુઆરી 2026: શહેરના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે રવિવારે મહાસુદ પૂનમના દિને સાકરવર્ષાનો ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો. અવધૂત સંતરામ મહારાજની 195 વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને રવિવારે મંદિર પરિસરમાં હજારો મણ સાકર અને સુકા ટોપરાની વર્ષા કરવામાં આવી હતી. આ દિવ્ય ક્ષણના સાક્ષી બનવા માટે નડિયાદ શહેર સહિત સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશમાંથી લાખોની મેદની […]


