1. Home
  2. Tag "Samachar Blog"

ગુજરાતમાં ઈજનેરી કોલેજોના 200 એડહોક અધ્યાપકોને છૂટા કરી દેવાતા વિરોધ

દિવાળી ટાણે જ કોન્ટ્રાક્ટ બેઝ અને એડહોક અધ્યાપકોને છૂટા કરવાના નિર્ણય સામે રોષ, એડહોક અધ્યાપકોને ટેકનિકલ શિક્ષણ વિભાગે શો કોઝ નોટિસ આપી, સરકાર પોઝિટિવ વલણ દાખવે તેવી રજુઆત કરવામાં આવી, અમદાવાદઃ રાજ્યમાં 200 જેટલા એડહોક અધ્યાપકોને દિવાળીમાં નોકરી ગુમાવવાના માઠા સમાચાર મળ્યા છે.  વિવિધ સરકારી ઈજનેરી કોલેજોમાં કોન્ટ્રાક્ટ બેઝ અને એડહોક આધારિત અધ્યાપકોને નોકરીમાંથી એકાએક […]

નેશનલ હાઈવે પર વાસદ અને ઉમેટા બ્રિજ પર સૌરાષ્ટ્ર જતા વાહનોનો એક કિમી ટ્રાફિક જામ

બ્રિજ પસાર કરવામાં 1 કલાકનો સમય લાગતા લોકો અટવાયા, હાઈવે પર સુરતથી સૌરાષ્ટ્ર જતા ટ્રાફિકમાં વધારો, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સૌરાષ્ટ્ર જવા બંને પુલ પૈકી એક ફરજિયાત પસાર કરવાની નોબત અમદાવાદઃ દિવાળીના તહેવારોને લીધે હાઈવે પર વાહનોનો ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના હજારો નોકરીયાતો, હીરા ઉદ્યોગના કારીગરો તથા ઉદ્યોગપતિઓ તેમના […]

દ્વારકા, શામળાજી અને અંબાજી સહિત મંદિરો રંગબેરંગી રોશનીથી ઝગમગી ઊઠ્યા

દ્વારિકા મંદિરનો 10 કિમી દૂરથી ઝગમગાટ જોવા મળે છે, શક્તિપીઠ અંબાજી મંદિરને વિવિધ પ્રકારની રોશનીથી શણગારાયુ, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર પણ 10 હજાર દીવડાંની રોશનીથી ઝળહળી ઊઠયું અમદાવાદઃ  પ્રકાશના પર્વ દીપોત્સવી અને નૂતન વર્ષ અને ભાઈબીજ સહિતના તહેવારોને લીધે તમામ મંદિરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. જેમાં દ્વારકાના દ્વારકાધિશના મંદિરને અવનવી રોશનીથી શણગારવામાં આવ્યું છે. જ્યારે […]

વડોદરા નજીક હાઈવે પર પૂરફાટ ઝડપે ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત

બે યુવાનો સુરતથી બાઈક પર દિવાળીમાં વતન ઘોઘંબા જઈ રહ્યા હતા, અજાણ્યા વ્યક્તિએ ફોન કરી પોલીસને અકસ્માતની જાણ કરી, હરણી પોલીસે આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી, વડોદરાઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા નજીક દરજીપુરા એરફોર્સ સ્ટેશન પાસે હાઈવે પર બાઈક અને ટ્રક-ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સુરતથી […]

અમદાવાદમાં ફટાકડાને લીધે રોડ પર થયેલો કચરો એકઠો કરવા વધુ સફાઈ કામદારો મુકાયા

શહેરના સ્વચ્છ રાખવા 6000 સફાઈ કામદારો તહેવારોમાં પણ ફરજ બજાવશે, AMC દ્વારા રાઉન્ડ ધી ક્લોક વિશેષ સફાઈ કામગીરીનું આગોતરું આયોજન, ધાર્મિક સ્થળોમાંથી ફૂલો, પાંદડા વગેરે જૈવિક વેસ્ટનું કલેક્શન કરાશે અમદાવાદઃ શહેરમાં દિવાળીને તહેવારોને લીધે જાહેર રોડ પર સામાન્ય દિવસ કરતા કચરો વધતો હોય છે. જેમાં જાહેર રોડ પર ફટાકડા ફોડવાને લીધે પણ કચરામાં વધારો થયો […]

વડોદરામાં ગાજરવાડી વિસ્તારમાં 7.5 ફુટનો મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયુ

રેસ્ક્યૂ-ઓપરેશન દરમિયાન મગરે કૂદાકૂદ કરતાં લોકોમાં દોડધામ મચી ગઈ, મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપાયો, વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરોનો વસવાટ વડોદરાઃ શહેરના વિશ્વામિત્રી નદીકાંઠા વિસ્તારમાં આવેલી રહેણાકની સોસાયટીઓમાં અવાર-નવાર મગરો આવી જતા હોય છે. ત્યારે શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રોડ ઉપર 7.5 ફૂટનો મહાકાય મગર આવી ગયો હતો. એને પગલે આસપાસના રહીશોમાં […]

રાજકોટમાં વાહન અથડાવવા જેવી બાબતમાં બે સગા ભાઈઓ સહિત ત્રણની હત્યા

કાળીચૌદશની મધ્યરાત્રિએ વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બબાલ થઈ હતી, હુમલો કરનારા યુવાનની પણ હત્યા થઈ, રાજકોટના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં બન્યો બનાવ, રાજકોટઃ શહેરમાં ગત રાતે એટલે કે કાળી ચૌદશની મધ્યરાત્રીએ વાહન અથડાવવા જેવી નજીવી બાબતે ત્રિપલ હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી. શહેરના આંબેડકરનગરમાં એકસાથે ત્રણ હત્યા થતાં ઉચ્ચ અધિકારીઓ […]

ગ્રેટર નોઈડામાં પંચાયત દરમિયાન ગોળીબાર, બેના મોત

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં ગામની પંચાયત દરમિયાન થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા અને ત્રણ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ ઘટના જારચા પોલીસ સ્ટેશનના હદમાં આવેલા સાથલી ગામમાં બની હતી. ગામમાં […]

અમદાવાદ દીપોત્સવી પર્વને લીધે રોડ-રસ્તા પર રંગબેરંગી લાઈટસથી ઝગમગ્યું

મ્યુનિ. દ્વારા વિવિધ રોડ પર લાઈટિંગ કરાયું, શહેરના બ્રિજ પર નવનવી રંગીન લાઈટ્સને નજારો, મુખ્ય સર્કલોને પણ સુશોભિત કરાયા અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તાઓ અને તમામ બ્રિજ પર રંગબેરંગી લાઈટ્સથી રોશની કરવામાં આવી છે. જ્યારે કેટલાક વેપારી પેઢીઓ અને સંસ્થાઓ દ્વારા પણ દીપોત્સવીની ઊજવણી માટે પણ રોશની કરવામાં આવતા શહેરના મુખ્ય માર્ગો પર અનોખો […]

તમિલનાડુમાં ધોધમાર વરસાદ, ચેન્નઈમાં ઠેર ઠેર પાણી ભરાયા

ચેન્નાઈઃ દિવાળીની ઉજવણી વચ્ચે તમિલનાડુમાં આ વર્ષે તહેવાર વરસાદી બન્યો છે. તમિલનાડુના ચેન્નઈ અને આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદને કારણે માર્ગ વ્યવહાર તો ખોરવાયો જ છે, સાથે હવાઈ સેવા પણ અસરગ્રસ્ત બની છે. છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે ચેન્નઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code