Homeગુજરાતીગુજરાતવડોદરાના ગોરવામાં બેટરીના ગોદામમાં લાગેલી વિકરાળ આગ પર કાબુ મેળવાયો

વડોદરાના ગોરવામાં બેટરીના ગોદામમાં લાગેલી વિકરાળ આગ પર કાબુ મેળવાયો

વડોદરા, 25 જાન્યુઆરી 2026:  શહેરના ગોરવા મધુનગર વિસ્તારમાં આવેલા કાર-બાઈકની બેટરીના ગોડાઉનના બેટરી સ્ટોરેજમાં લાગેલી આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગ્યાની જાણ થતાં જ પાંચ ફાયર સ્ટેશનનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે નજીકની સોસાયટીમાં એક તરફથી લોકોને દૂર કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવા પડ્યા હતા.

શહેરના ગોરવા વિસ્તારમાં મધુનગર વિસ્તારમાં આવેલા કાર-બાઈકની બેટરી ગોડાઉનમાં આગ વિકરાળ બનતા આગને કાબૂમાં લેવા માટે પ્રથમ ટીપી 13 ફાયર સ્ટેશન અને બાદ વડીવાડી, વાસણા, GIDC, પાણીગેટ, ERC ફાયર સ્ટેશનની ટીમ સહિત ત્રણ પાણીની ટાંકી દ્વારા આ બેટરીના ગોડાઉનમાં આગ કંટ્રોલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

આ અંગે ફાયરના સૂત્રોએ જણાવ્યુ હતું કે, શહેરના ગોરવા વિસ્તારમાં મધુનગર જ પાસે એક ‘પ્રકૃતિ ઇન્ફોકેમ’ કરીને ગોડાઉન છે, જ્યાં બેટરીના સ્ટોરેજ હતા, બેટરી, પેપર્સ અને વિવિધ પ્રકારના સ્ટોરેજ હતા. એમાં ફાયર થવાની ઘટનાનો અમને કોલ મળેલો હતો. ત્યારબાદ ટોટલ પાંચ ફાયર સ્ટેશનની ટીમ અત્યારે અહીં ઘટનાસ્થળે છે. સ્મોક (ધૂમાડો) એટલો બધો પ્રસરી ગયો હતો કે, આજુબાજુ રેસિડેન્શિયલ એરિયા હોવાથી આજુબાજુની સોસાયટીને એક તરફથી ખાલી કરાવી અને બીજી તરફથી ફાયર ફાઈટિંગ ચાલુ કર્યું હતું. ઉપર પતરાં હોવાથી સ્મોકનું પ્રોપર વેન્ટિલેશન કરવામાં તકલીફ પડી હત જેથી પતરાંને તોડીને એક બાજુ સ્મોક મેનેજમેન્ટ કર્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img