1. Home
  2. Tag "Samachar Samachar"

દિલ્હીની આતંકી ઘટના બાદ અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટની સુરક્ષામાં કરાયો વધારો

એરપોર્ટ પર પેસેન્જર સ્ક્રીનીંગ પ્રોટોકોલ વધારવામાં આવ્યા, એરપોર્ટના પ્રવેશ અને બહાર નીકળવાના પોઈન્ટ્સ પર સુરક્ષા જવાનોની સંખ્યા વધારાઈ, પ્રવાસીઓને ફ્લાઇટના સમય પહેલાં પહોંચવા અપીલ કરાઈ   અમદાવાદઃ  દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટનાને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. એરપોર્ટ પર તમામ પ્રવાસીઓના લગેજનું સ્કેનિંગ દ્વારા ત્રિસ્તરિય ચેકિંગ […]

કચ્છમાં રવિ સીઝનના ટાણે જ DAP અને યુરિયા ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન

દિવાળી પછી સહકારી મંડળીઓ અને સંઘોમાં ખાતરનો જથ્થો આવ્યો નથી, યુરિયા ખાતની તંગીથી ખેડૂતો ખાનગી કંપનીઓના ખાતર લેવા મજબુર બન્યા, તાત્કાલિક યુરિયા ખાતરનો પુરવઠો પૂરો પાડવા કોંગ્રેસે માગ કરી ભૂજઃ ગુજરાતમાં બનાસકાંઠા બાદ કચ્છમાં ડીએપી અને યુરિયા ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. રવિ સીઝન ટાણે જ ખેડૂતોને રાસાયણિક ખાતર માટે વિતરણ કેન્દ્રોના ધક્કા […]

કચ્છના લખપતના ગુનેરીમાં સરકારી માધ્યમિક શાળાનું મકાન ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યુ છે

માધ્યમિક શાળાનું નવુ મકાન 4 કરોડના ખર્ચે બનાવ્યુ છે, ચાર મહિનાથી શાળાના નવા મકાનને તાળાં લાગેલા છે, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાં ભણવા માટે જવું પડે છે ભૂજઃ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરીમાં અંદાજે ચાર કરોડના ખર્ચે સરકારી માધ્યમિક શાળાનું નવિન મકાન ચાર મહિના પહેલા બનાવવામાં આવ્યુ છે. પણ ચાર મહિનાથી તંત્રને ઉદઘાટન કરવાનો સમય મળતો […]

માંગરોળના ખોડાદા ગામની સીમના ખૂલ્લા કૂવામાં ખાબકેલા સિંહનું રેસ્ક્યુ કરાયુ

ખેડૂતની વાડીમાં રહેલો ખુલ્લો કૂવો ફરી વન્યજીવ માટે જોખમી સાબિત થયો, વન વિભાગે ભારે જહેમત બાદ સિંહનું રેસ્ક્યુ કર્યુ, સિંહને પાંજરે પુરીને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાયો જુનાગઢઃ સોરઠ પંથકમાં સીમ-વાડી વિસ્તારમાં ખૂલ્લા કૂવાઓને કારણે વન્ય પ્રાણીઓ પડી જવાના બનાવો અવાર-નવાર બની રહ્યા છે. ત્યારે જિલ્લાના માંગરોળ નજીક આવેલા ખોડાદા ગામની સીમમાં એક […]

રાજ્યપાલે માણેકપુર ગામે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ખેતર પર હળ ચલાવ્યું

પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધતા રાજયપાલ, રાજયપાલએ મુલાકાત દરમિયાન બળદ ગાડું પણ ચલાવ્યું, ગાય આધારિત ખેતી જમીનનું આરોગ્ય, પાણીનું સંવર્ધન અને માનવનું સ્વાસ્થ્ય જાળવી શકે છે, ગાંધીનગરઃ  તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ પ્રત્યે કાર્યરત ખેડૂત  રતિલાલભાઈ રેવજીભાઈ વસાવાના ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ ખેતર પર […]

ટ્રમ્પના ટેરિફને લીધે રાજકોટમાં ઉત્પાદિત વસ્તુઓનો USAમાં નિકાસ દર 60 ટકા ઘટી 35 ટકા થયો

ટ્રમ્પએ ટેરિફમાં વધારો કરતા નિકાસકારોને પડ્યો ફટકો, નિકાસકારોને રાહત પેકેજ આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કરી માગ, નિકાસ દર ઘટવાથી રોજગારી પર અસર પડી રાજકોટઃ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પએ આકરી ટેરીફ લાદતા ભારતના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન થતી ચિજ-વસ્તુઓની નિકાસ પર અસર પડી છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં વિવિધ ઉત્પાદકો દ્વારા અમેરિકામાં કરાતી નિકાસ  60%થી ઘટીને […]

UGCએ ફી રિફંડ પોલીસી જાહેર કરી, 15 દિવસ પહેલા પ્રવેશ રદ થશે તો 100 ટકા ફી રીફંડ મળશે

31 ઓકટોબર 2025ને કટઓફ ડેટ ગણીને ફી રીફંડ આપવા યુનિવર્સિટીઓને સુચના, ફી રીફંડના પેન્ડિંગ કેસોનો નિકાલ કરવા પણ UGC દ્વારા તાકીદ કરાઈ, એડમિશનની છેલ્લી તારીખના 30 દિવસ પછી પ્રવેશ રદ્દ કરાવવા પર કોઈ ફી રીફંડ મળી શકશે નહીં. અમદાવાદઃ ગુજરાતમાં ઈજનેરી સહિત તમામ વિદ્યાશાખાઓમાં પ્રવેશની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પ્રવેશ કાર્યવાહી દરમિયાન વિદ્યાર્થી ફાળવેલો […]

વડોદરા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ઊંડા ખાડામાં પડેલા 9.5 ફુટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયુ

150 કિલોના મહાકાય મગરને ક્રેનથી ઉંચકીને બહાર કઢાયો, વન વિભાગ અને જીવદયા પ્રેમીઓએ બે કલાકની મહેનત બાદ મગરનું રેસ્ક્યુ કર્યુ, પકડાયેલા મગરને વિશ્વામિત્રી નદીમાં છોડી મુકાયો વડોદરાઃ શહેરમાં વિશ્વમિત્રી નદી ઉપરાંત આસપાસના તળાવોમાં મગરો જોવા મળે છે. રાતના સમયે મગરો બહાર આવી જતા હોય છે. ત્યારે શહેર નજીક મારેઠા ગામમાં નદીની બાજુમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ […]

દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પોલીસ એલર્ટ, ઠેર ઠેર ચેકિંગ હાથ ધરાયું

ગુજરાતમાં અંબાજી સહિત તમામ મંદિરોની સુરક્ષામાં વધારો કરાયો, ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરાયુ, રાત્રે હોટલો અને ગેસ્ટ હાઉસની પણ તપાસ કરવામાં આવી અમદાવાદઃ દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે સોમવારે સમીસાંજે થયેલા કાર બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. રાજ્યના અંબાજી, સોમનાથ, દ્વારકા સહિત તમામ મંદિરોમાં […]

દિલ્હી બ્લાસ્ટ કેસના માસ્ટર માઈન્ડ મનાતા ડૉ. ઉમર નબી ચહેરો આવ્યો સામે

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ કોઈ સામાન્ય અકસ્માત નહોતો, પરંતુ એક આત્મઘાતી હુમલો હતો અને તેનો માસ્ટરમાઈન્ડ એક ડૉક્ટર હતો. પોલીસે આરોપી ડૉ. ઉમર નબીની તસ્વીર જાહેર કરી હોવાનું જાણવા મળે છે. દિલ્હી પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code