પ્રધાનમંત્રી 15 નવેમ્બરના રોજ સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. સવારે લગભગ 10 વાગ્યે, પ્રધાનમંત્રી સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે અને મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર ( MAHSR )ની પ્રગતિની સમીક્ષા કરશે. તે ભારતના સૌથી મહત્વાકાંક્ષી માળખાગત પ્રોજેક્ટ્સમાંનો એક છે અને દેશના હાઇ-સ્પીડ કનેક્ટિવિટીના યુગમાં પ્રવેશને ચિહ્નિત કરે છે. MAHSR આશરે 508 કિલોમીટર લાંબો […]


